rajkot police

મહિલા કહ્યું ક્લાસ-2 છું થાય તે કરી લો, ગુનો કર્યો હોવા છતા ઉચ્ચ અધિકારીઓનાં કારણે PSI એ ઝુકવું પડ્યું

રાજકોટમાં મહિલા PSI અને આસિસ્ટન્ટ પ્રોફેસરની દીકરી વચ્ચે ઝપાઝપી થઇ હતી. ઝપાઝપી દરમિયાન મહિલા PSI ને ગળાના ભાગે નખ વાગતા પહોંચી સામાન્ય ઇજા પહોંચી હતી. મહિલા પોલીસ સ્ટેશન નજીક રિંગ રોડ પર વાહન ચેકીંગ દરમિયાન PSI કાર અટકાવતા થઇ બોલાચાલી થઇ હતી. પોલીસે કાર રોકવા કહેતા કારચાલક યુવતી નાસી જતા પોલીસે પીછો કરી કાર અટકાવી હતી. 

Jan 22, 2021, 10:17 PM IST

આજથી રાજકોટમાંથી એક પણ ફ્લાઇટ નહી કરે ઉડ્યન, અનેક લોકો મુશ્કેલીમાં મુકાયા

આગામી 20 જાન્યુઆરી થી 24 જાન્યુઆરી સુધી દિલ્હીની એક પણ ફ્લાઇટ ઉડાન નહિ ભરે. રાજકોટ એરપોર્ટ ડાયરેકટર દિગંતા બોરહએ જણાવ્યું હતું કે, દિલ્લીમાં પ્રજાસતાક પર્વની ઉજવણીમાં એર શો માટેના પ્લેન દિલ્લી એરપોર્ટ પર પાર્કિંગ થવાથી કૉમર્શિયલ ફલાઇટ રદ્દ કરવામાં આવે છે. જે માટે સ્પાઇસ જેટ દ્વારા ફલાઇટ રદની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટથી દિલ્હીના દરરોજ 55 મુસાફરો દિલ્લીથી રાજકોટ અને રાજકોટથી દિલ્લી મુસાફરી કરે છે. દરરોજ સવારે 9 વાગ્યે દિલ્લીથી રાજકોટ પહોંચી 9.45 વાગ્યે પરત દિલ્લી જવા ભરે છે ફ્લાઇટ ઉડાન. જે રદ્દ કરવામા આવતા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.

Jan 19, 2021, 10:02 PM IST

રાજકોટ: એક્ટિવાને અજાણ્યા વાહને ટક્કર મારતા યુવતીનું મોત, અન્ય યુવતી ઉભાઉભા ઢળી પડી અને મોત

શહેરનાં કોઠારિયાના ધનલક્ષ્મી પેટ્રોલ પંપ નજીક રહેતી અને જલારામ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે ફરજ કરતી છાંયા વજુભાઇ રૈયાણી (ઉ.વ 19) સવારે એક્ટિવા લઇને નોકરી પર જવા માટે ઘરેથી નિકળી હતી. પુનિતનગરના ટાંકા નજીક કોઇ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લીધું હતું. જેથી છાંયાને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જો કે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. 

Jan 19, 2021, 08:51 PM IST

ગુજરાત : ધાબા પર ડીજે વગાડવાનાં જાહેરનામા ભંગનો પ્રથમ કેસ નોંધાયો, જાણો ક્યાં?

આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઉતરાયણના તહેવારોની ઉજવણી કરવામાં આવી રહી છે. વહેલી સવારથી જ લોકો પોતાનાં ધાબા પર ચડી પતંગ ઉડાવી રહ્યા છે. આ સાથે જ ચીક્કી, શેરડી અને ઉંધીયાની મોજ પણ માણી હતી. જો કે પોલીસ દ્વારા ઉતરાયણ અંગે ખાસ માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. જે અંતર્ગત લોકોએ માત્ર ઉતરાયણના તહેવારે પોતાનાં પરિવાર સાથે જવાનો હતો. આ ઉપરાંત સોસાયટીઓમાં મેળાવડા કરવા પર અને ડીજે વગાડવા પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

Jan 14, 2021, 06:32 PM IST

રાજકોટ અગ્નિકાંડમાં દોઢ મહિને જજ તપાસ માટે પહોંચ્યા, આગ લાગવાનું કારણ હજુ ખબર નથી

શહેરની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં લાગેલી આગમાં 6 દર્દીઓનાં મોત નિપજ્યા હતા. જેની તપાસ જસ્ટિસ મહેતા કમિટીને સોંપવામાં આવી છે. નિવૃત જજ મહેતાની કમિટી તપાસ માટે રાજકોટ પહોંચી છે. આગ લાગ્યાને દોઢ મહિનો થઇ ચુક્યો હોવા છતા આગ લાગવાનું કારણ હજી સુધી સામે આવ્યું નથી. જેના રિપોર્ટની હજી રાહ જોવાઇ રહી છે. મહેતા કમિટી આજે સમગ્ર મામલે તપાસ કરવા માટે રાજકોટ પહોંચી હતી. જો કે સવાલ એ છે કે, દોઢ મહિનો થયો હોવા છતા આ કેસની તપાસ ક્યારે પુર્ણ થશે તે એક મોટો સવાલ છે.

Jan 12, 2021, 05:10 PM IST

રાજકોટ: કોરોના ગાઇડલાઇનના પાલન સાથે ઉજવી શકાશે ઉતરાયણ, જાણી લો નિયમો

ઉતરાયણનો તહેવાર નજીકમાં છે ત્યારે સરકાર દ્વારા કોરોનાને ધ્યાને રાખીને ગાઇડ લાઇન બહાર પાડવામાં આવી છે. જેના અનુસંધાને વિવિધ શહેરનાં પોલીસ કમિશ્નર દ્વારા ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી રહી છે. આ અંગે રાજકોટ શહેર પોલીસ કમિશ્નર અને જિલ્લા પોલીસ વડા બલરામ મીણા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું. જેમાં ઉતરાયણના તહેવારને ધ્યાને રાખીને તેમણે રાજકોટ માટે ગાઇડ લાઇન બહાર પાડી હતી. જેમાં મેદાન, ખુલ્લી જગ્યા અને રોડ રસ્તા પર પતંગ ઉડાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

Jan 10, 2021, 05:08 PM IST

મોબાઇલે જીવ લીધો કે ગરીબીએ? યુવતીએ વિચિત્ર કારણથી આપઘાત કરતા ચકચાર

શહેરમાં બાળકની જીદનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં આર્થિક સંકડામણના કારણે પુત્રીને મોબાઇલ ન અપાવી શકતા પુત્રીએ આપઘાત કરી લીધો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ ધોરાજીમાં 13 વર્ષીય સગીરાને તેના માતાપિતાએ ગેમ રમવા માટે મનાઇ કરી હતી. જેથી તેણે ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. રાજકોટ જિલ્લામાં આ પ્રકારની ઘટનાનો બીજો બનાવ સામે આવ્યો છે. સમગ્ર બનાવ અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાજકોટનાં રૈયાધાર વિસ્તારમાં આવેલી દ્વારકેશ સોસાયટી પાછળ મફતિયાપરામાં રહેતા મિતલબેન હાજલભાઇ બોળીયા નામની 17 વર્ષીય દીકરીએ પોતાનાં ઘરે  છતનાં હુકમાં ચૂંદડી બાંધીને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો. 

Dec 28, 2020, 11:07 PM IST

રાજકોટને મિર્ઝાપુર બનાવનાર એઝાઝ અને તેની ટોળકીની ધરપકડ, લોકો ફરિયાદ કરતા પણ ગભરાતા હતા

નાના ગુનેગારોની ટોળકી બનાવીને આપતો હતો મોટા ગુનાઓને અંજામ. આ શખ્સની એવી તો ધાક હતી કે તેની સામે લોકો ફરિયાદ કરતા પણ ડરતા હતા. જો કે પોલીસે આ ટોળકી સામે ગુજસીટોકનો ગુનો નોંધીને તેને જેલ હવાલે કર્યો છે. 

Dec 25, 2020, 09:15 PM IST

રાજકોટમાં પતંગ ચગાવતા પહેલા સાવધાન, પોલીસે બહાર પાડ્યું જાહેરનામુ

  • રાજકોટ પોલીસ કમિશનરના કહેવા અનુસાર, સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ રાખો તો દંડાશો
  • રાજકોટમાં કોઇપણ વ્યક્તિ જાહેરમાર્ગ, રસ્તામાં પતિંગ ઉડાવી નહિ શકે

Dec 19, 2020, 08:31 AM IST

રાજકોટમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયાર સાથે ઝડપાયા

રાજકોટમાં રાત્રિ કરફ્યૂ દરમિયાન ભાજપના પૂર્વ કોર્પોરેટર હથિયારો સાથે ઝડપાયા છે. ભાજપના પૂર્વ કોર્પોરેટર સંજય ઘવા રાજકોટના એરપોર્ટ ફાટક પાસે ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપાયા છે. પોલીસે સંજય ઘવા પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને 5 કાર્ટિઝ જપ્ત કરી છે. 

Dec 18, 2020, 11:02 AM IST

રાજકોટમાં બુટલેગરો બેફામ, પોલીસ પર 15 દિવસમાં બીજો હુમલો થતા ચકચાર

શહેરમાં માત્ર પંદર દિવસમાં જ પોલીસ પર હુમલો થવાનો બીજો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરમાં જાણે કે પોલીસનો કોઇ ડર ન હોય તે પ્રકારે અસામાજીક તત્વો દ્વારા પોલીસ પર જ હુમલો કરવામાં આવ્યો હતો. પોલીસ પણ આ પ્રકારનાં તત્વોને કાયદાનો પાઠ ભણાવે તે જરૂરી છે. રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ દ્વારા મોટા મોટા ગામના સ્મશાન પાસે આવેલા નવદુર્ગાપરામાં પોહીબિશન હેઠળ દરોડા પાડવામાં આવ્યા હતા. જો કે દરોડા દરમિયાન સ્થાનિકો દ્વારા પોલીસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારામાં પોલીસ જીપ ઉપરાંત ખાનગી વાહનોને નુકસાન પહોંચાડ્યું હતું. 

Dec 17, 2020, 11:39 PM IST

રાજકોટમાં 'સુરક્ષીતા એપ' અને 'દુર્ગા શકિત ટીમ' બન્યા બાદ મહિલાઓ સંબંધિત ગુનામાં થયો ઘટાડો

રાજકોટ પોલીસનો દાવો છે કે સુરક્ષિતા એપ અને દુર્ગા શકિત ટીમના માધ્યમથી મહિલાઓ સંબંધીત ગુનાઓમાં ૨૫.૬૬ ટકા જેટલો ઘટાડો થયો છે.

Dec 16, 2020, 05:33 PM IST

76 ગુના આચરનાર એજાજ ખીયાણી અને તેની ટોળકી સામે રાજકોટમાં ગુજસીટોક નોંધાયો

  • એજાજ ખીયાણી અને તેની ટોળકી દ્વારા અત્યાર 2011 થી 2020 સુધી કુલ 76 ગુના આચરવામાં આવ્યા છે.
  • એજાજ ખીયાણી હાલ ફરાર છે. ગઇકાલે આરોપી મુસ્તફા અને માજીદ દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો

Dec 4, 2020, 03:04 PM IST

કોરોના મહામારીના પગલે લોકડાઉનની સ્થિતી અંગે રાજકોટ પોલીસ કમિશ્નરની પત્રકાર પરિષદ

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પત્રકાર પરિષદ યોજી હતી. કોરોનાના વધતા કેસને લઇ પોલીસ કમિશનરની પત્રકાર પરિષદ કોરોના પોઝિટિવ દર્દીના મોબાઇલ ટ્રેસ કરી છેલ્લા સપ્તાહ દરમિયાન સંપર્કમાં આવેલ લોકોને કોરોન્ટાઇન કરવામાં આવશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અંગે કરવામાં આવશે કડક કાર્યવાહી. 

Nov 20, 2020, 05:34 PM IST

રાજકોટ : ચાર ઈન્કમટેક્સ કર્મચારી દારૂની મહેફિલ માણતા પકડાયા

રાજકોટના રેસકોર્સ પાર્કના ફ્લેટમાં વિદેશી દારૂની મહેફિલ જામી છે તેવી પોલીસને બાતમી મળી હતી. ત્યારે ચોક્કસ બાતમીનાં આધારે પોલીસે દરોડા પાડ્યા હતા

Nov 19, 2020, 09:10 AM IST

મોરબીમાં કાંતિ અમૃતિયા નારાજ નથી અને પાર્ટીમાં કોઈ જુથવાદ નથી: નીતિન પટેલ

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ દિન નિમીતે રાજકોટ પોલીસ દ્વારા આયોજિત એકતા પરેડને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે લીલીઝંડી આપી હતી. પોલીસ દ્વારા એકતા દિવસ નિમીતે પોલીસ બેન્ડ સાથે પરેડ યોજવામાં આવી હતી. નીતિન પટેલે આજના દિવસને સામાજિક એકતા અને અખંડિતતાનો દિવસ ગણાવ્યો હતો.

Oct 31, 2020, 01:18 PM IST

રાજકોટ પોલીસને દશેરાએ મળ્યા નવા શસ્ત્રો, પૂજન કરીને કર્યાં શ્રીગણેશ

  • રાજકોટ પોલીસના વિવિધ હથિયાર જેવા કે અલગ અલગ પ્રકારની ગન તેમજ અલગ અલગ હથિયારોનું પૂજન કરવામાં આવ્યું.
  • સ્નેઈફર રાઇફલ, એમપી 5, એસઆઈજી સહિતના હથિયારો ઉમેરાયા છે. આ ઉપરાંત ડોગ સ્કોવડમાં પણ ઉમેરો કરવામાં આવ્યો

Oct 25, 2020, 02:31 PM IST

બાળકો માટે માતા-પિતાના ઝગડામાં ગયો મામાનો જીવ, પારિવારિક ઝગડો બન્યો લોહિયાળ

* રંગીલું રાજકોટ ફરી બન્યું રકતરંજિત, પતિ એજ વહેડાવ્યું પત્નીનું લોહી
* બાળકોની કસ્ટડી લેવા મામલે ચાલતી હતી પતિ પત્ની વચ્ચે તકરાર
* સરેઆમ પત્નિ અને મામાજીની કરવામાં આવી હત્યા
* છરીના ઘા ઝીંકી કરવામાં આવી હત્યા
* બેવડી હત્યા કર્યા બાદ આરોપીએ બે સંતાનો સાથે જાત જલવવાનો કર્યો પ્રયાસ

Oct 22, 2020, 11:43 PM IST

રાજકોટમાં બુટલેગરો સાથે મળીને દારૂની હેરાફેરી કરતા ASI ઝડપાયા

વિરેન્દ્રસિંહ દરબાર જે પોતે ગુજરાત પોલીસમાં અમદાવાદ ખાતે ટ્રાફિક બ્રાન્ચ આઈ ડિવિઝનમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવે છે. એએસઆઈ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ બુટલેગરો સાથે મળીને દારૂનું વેચાણ કરતા હતા.
 

Oct 21, 2020, 05:08 PM IST

રાજકોટ: માત્ર પાંચ રૂપિયા માટે કિશોરે આત્મહત્યા કરી લેતા ચકચાર

ગુજરાતમાં આપઘાતના કિસ્સાઓમાં અચાનક ઉછાલો જોવા મળી રહ્યો છે. કોઇ પૈસા પરત નહી કરી શકવાનાં કારણે તો કોઇ પૈસા નહી હોવાના કારણે આત્મહત્યા કરી રહ્યા છે. તેવામાં રાજકોટ આત્મહત્યાનો એક ખુબ જ વિચિત્ર પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના કોઠારીયા રોડ પર આવેલા પટેલ પાર્કમાં રહેતા દર્શન ગિરી ગોસ્વામી નામના તરૂણે ઘરે ગળેફાંસો ખાઇને પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી. સમગ્ર મુદ્દે રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા પંચનામાની કાર્યવાહી કરી લાશને પોસ્ટમોર્ટમ માટે સિવિલિ હોસ્પિટલ લઇ જવાઇ છે. 

Oct 11, 2020, 11:56 PM IST