rajkot police

રાજકોટમાં 25 લાખની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, નેપાળી શખ્સની ધરપકડ

રાજકોટનાં મવડી ગામમાં બે મહિના પહેલા થયેલી 25 લાખની ઘરફોડ ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાખ્યો છે. ઘરકામ કરવા આવતી કામવાળી નિરજા નેપાળીએ પતિ સાથે મળીને ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હતો. જોકે નવાઇની વાત એ છે કે, બેંગ્લોરથી બે પ્રોફેસનલ ચોરને રાજકોટ બોલાવીને ચોરીને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે નેપાળી શખ્સની ધરપકડ કરી 3.73 લાખનાં સોનાનાં દાગીના કબજે કરી તપાસ શરૂ કરી છે.

May 29, 2020, 06:29 PM IST

રાજકોટમાં માસ્ક વગર ફરતા લોકો સામે કાર્યવાહી, ચાર કલાકમાં 113 લોકોને ફટકાર્યો દંડ

આજે સવારથી પોલીસ અને મનપાની ટીમ દ્વારા માસ્ક વગર બહાર નિકળતા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી 1 લાખ 13 હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 

Apr 13, 2020, 11:18 AM IST

દવાના બહાને રખડવા નીકળતા લોકો માટે રાજકોટ પોલીસે શોધ્યું મોટું સોલ્યુશન

કોરોના વાયરસ (corona virus)ને પગલે લોકડાઉન વચ્ચે દવા લેવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવવા રાજકોટ પોલીસ (rajkot police) નો નવતર પ્રયોગ  હાથ ધરાયો છે. દવા લેવા નીકળતા લોકોને અટકાવી પોલીસ દ્વારા પત્રિકા આપવામાં આવી રહી છે. આ પત્રિકામાં 5 જેટલી અલગ અલગ મેડિકલ સ્ટોરના નામ અને નંબર આપવામાં આવ્યા છે. જેથી રાજકોટવાસીઓ આ મેડિકલ સ્ટોરમાં ઓર્ડર કરી ઘર બેઠા દવા મેળવી શકશે. આ નિર્ણયથી દવાના બહાને બહાર નીકળતા લોકોને અટકાવી શકાશે. પોલોસે 5 જેટલી મુખ્ય મેડિકલ સ્ટોર ધારકો સાથે આ મામલે બેઠક કરીને આ નિર્ણય લીધો છે. 

Apr 9, 2020, 12:33 PM IST

નજર સામે વહેવા લાગી દારૂની નદી, રાજકોટ પોલીસે દારૂના અડ્ડાઓ પર કરી મોટી કાર્યવાહી

દૂધની નદીઓ વહે એ તો સાંભળ્યું હતું, પણ અહીં તો નજરોનજર દારૂની નદીઓ વહેવા લાગી. એ પણ દારૂબંધીવાળા ગુજરાતમાં.... તસવીરમાં દેખાતા દ્રશ્યો રંગીલા રાજકોટના છે, જ્યાં દારૂની નદીઓ વહેતી જોવા મળી છે. ગુજરાતમાં દારૂની રેલમછેલ વચ્ચે કડક કાર્યવાહી કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આદેશ આપ્યા હતા, જેના પગલે આજથી 15 દિવસની મેગા ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. રાજ્ય પોલીસ વડાની સૂચના બાદ આજે રાજકોટ શહેર ખાતે થોરાળા પોલીસ મથક વિસ્તારમાં આવેલ કુબેલિયા પરા વિસ્તારમાં દેશી દારૂના અડા પર પોલીસે દરોડાની કામગીરી હાથ ધરી હતી.

Mar 4, 2020, 10:59 AM IST

મુંબઈથી રાજકોટ આવીને ચોરી કરનાર આ ચોરની મોડસ ઓપરેન્ડીથી તમારું મગજ ચકરાઈ જશે

રાજકોટ પોલીસે (Rajkot police) એક એવા શખ્સની ધરપકડ કરી છે જે ચોરી કરવા મુંબઈથી રાજકોટ (Rajkot) આવતો હતો. મકાન ભાડે રાખવાનું છે કહીને ફ્લેટની રેકી કરતો હતો અને પછી ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. હાલ તો પોલીસે મુંબઈનાં આ તસ્કરની ધરપકડ કરી 36 હજારનાં મુદ્દામાલ કબજે કર્યો છે. મુંબઇનો આ તસ્કર હવે પોલીસ સકંજામાં આવી ચૂક્યો છે.

Mar 2, 2020, 04:54 PM IST

રાજકોટ PSI ફાયરિંગ : ન્યાયની માંગણી સાથે પરિવારે યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો

રાજકોટમાં પોલીસ ચોકીમાં બેદરકારીથીથી ગોળી વાગવાથી મોત નીપજવાનો મામલો વધુ ગૂંચવાયો છે. મૃતકના પરિવારે પીએસઆઈ ચાડવા સામે હત્યાનો આરોપ કર્યો છે અને યુવકનો મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. ગઈકાલે પીએસઆઈ ચાડવા (PSI chavada) ની રિવોલ્વરમાંથી ગોળી છૂટી હતી, જેમાં હિમાંશુ ગોહેલ નામના યુવકનું મોત નિપજ્યું છે. ઘટનાને લઈને પોલીસે સપરાધ મનુષ્ય વધની કલમ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે, એને પીએસઆઈની ધરપકડ કરી છે. જોકે પરિવારે માંગ કરી છે કે, આ મામલે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવે. હત્યાનો ગુનો દાખલ કરવાની માગ સાથે પરિવારજનોએ હોબાળો પણ મચાવ્યો છે. 

Jan 16, 2020, 11:40 AM IST
Rajkot police celebrate uttaryan at Headquaters PT5M24S

રાજકોટ પોલીસે ફરજમાંથી સમય કાઢીને પતંગો ઉડાવી

રાજકોટ પોલીસ દ્વારા આજે ઉત્તરાયણની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ઉજવણી કરાઈ હતી. શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સહિતના પોલીસ અધિકારી અને પોલીસકર્મીઓએ પતંગ ઉડાવીને સેલિબ્રેશન કર્યું હતું. ગઈ કાલે ફરજ બજાવવામાં વ્યસ્ત હોવાને લીધે આજે પોલીસ કર્મીઓએ ઉત્તરાયણ ઉજવી.

Jan 15, 2020, 11:55 AM IST
Rajkot Police Unveiling A Special App For Protection Of Women PT5M55S

મહિલાઓની સુરક્ષાને લઇને રાજકોટ પોલીસેની વિશેષ એપ કર્યું અનાવરણ

મહિલાઓ ની છેડતી ને લઇ ને રાજકોટ પોલીસ દ્વારા વિશેષ એપ તૈયાર કરાયી છે. પોલીસ દ્વારા ‘દુર્ગા શક્તિ’ નામની એપનું આજે અનાવરણ કરવામાં આવ્યું છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, અંજીબેન રૂપાણી તેમજ RMC મેયરના હસ્તે એપ ખુલી મુકાયી છે. ગુજરાતમાં પ્રથમવાર મહિલા સુરક્ષા માટે આ પ્રકારની એપ રાજકોટ પોલીસ દ્વારા તૈયાર કરાયી છે. આ એપ 24 કલાક કાર્યરત રહેશે.

Dec 16, 2019, 02:00 PM IST

ગુજરાતમાં ચોરી કરતી યુપીની ભાતુ ગેંગની ગજબની મોડસ ઓપરેન્ડી, હંમેશા મંદિરોમાં જ રોકાણ કરતા

રાજ્યભરમાં ચીલઝડપના ગના આચરતી આંતરરાજ્યની કુખ્યાત ‘ભાતુ’ ગેંગના 5 સભ્યોની રાજકોટ (Rajkot) ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ સાથે જ રાજકોટ પોલીસે (Rajkot Police) 23 જેટલા ગુના (Crime)ના ભેદ ઉકેલી કાઢ્યા છે. પોલીસે ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી કુલ ૨ લાખ 15૦૦ રૂપિયાનો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે આ ભાતુ ગેંગ કેવી રીતે આતંક મચાવતી હતી તે જાણીને ચોંકી જશો. 

Oct 17, 2019, 09:24 AM IST

રાજકોટ: 8 વર્ષની બાળકી પર દુષ્કર્મનો મામલો, ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ

રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. જે બાદ તેની સાથે દુષ્કર્મ આચરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. અને ત્યાર બાદ અપહત બાળકીને રેઢી મૂકી આરોપી ઘટના સ્થળેથી નાસી ગયો હતો. રાજકોટ પોલીસની 15 જેટલા આધિકારીઓની ટીમે આરોપીની શોધખોળ શરૂ કરી હતી. 
 

Oct 15, 2019, 08:30 PM IST
Janta Raid In Rajkot Desi Daru Unit PT1M41S

રાજકોટમાં દેશી દારૂના અડ્ડા રેડ જનતા રેડ, પોલીસ દોડતી થઇ

રાજકોટમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ બાદ પોલીસ સફાળી જાગી છે. સતત બીજા દિવસે યુનિવર્સિટી પોલીસ દ્વારા રૈયા વિસ્તારમાં પ્રોહીબિશન ડ્રાઇવ કરવામાં આવી હતી. જેમાં પોલીસે ત્રણ જગ્યાએથી દેશી દારૂનો માલ જપ્ત કર્યો છે.

Sep 23, 2019, 11:55 AM IST

રાજકોટ: પોલીસની ઓળખ આપી પોલીસે જ કરી લૂંટ, 3 કોન્સ્ટેબલ સહિત 4ની અટકાયત

નકલી પોલીસના સ્વાન્ગમાં લૂંટ ચલાવી હોવાના અનેક કિસ્સા સાંભળ્યા હશે પરંતુ રાજકોટમાં આજે એક એવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોલીસે જ પોલીસની ઓળખ આપી લૂંટ ચલાવી છે. રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ પોલીસની ઓળખ આપી હેર સલુનમાં લૂંટ ચલાવવામાં આવી હોવાની ઘટના સામે આવી હતી.

Sep 9, 2019, 05:07 PM IST

ખોવાયેલ મોબાઈલ ફોન શોધવામાં રાજકોટ પોલીસ રાજ્યમાં પ્રથમ નંબરે

ખોવાયેલ અથવા તો ચોરાયેલ મોબાઈલ ફોન મૂળ માલિકને પરત આપવામાં સમગ્ર રાજ્યમાં રાજકોટ પોલીસ પ્રથમ નંબરે આવી રહી છે. રાજકોટ પોલીસે 3 વર્ષમાં 6 કરોડની કિંમતના અંદાજિત 6000 જેટલા મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કર્યા છે.

Sep 9, 2019, 04:32 PM IST

અવેરનેસ પ્રોગ્રામ : હેલમેટ પહેરનારને રાજકોટ પોલીસે ગણપતિ બાપ્પા બનીને ખવડાવ્યા લાડુ

હાલ સમગ્ર રાજ્યમાં ટ્રાફિક પોલીસ સતર્ક બની છે. ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને દંડવામાં આવી રહ્યા છે. હેલમેટ વગર નીકળવા, નો પાર્કિંગમાં પાર્ક કરવું, સીટ બેલ્ટ ન બાંધવા જેવા અનેક નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા હાલ રાજ્યના મહત્વના રસ્તાઓ પર ટ્રાફિક અધિકારીઓ ઉભા જોવા મળી રહ્યાં છે. તો બીજી તરફ, ટ્રાફિક પોલીસ દ્વારા અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવાઈ રહ્યાં છે. જેમાં રાજકોટવાસીઓમાં ટ્રાફિક અવેરનેસ માટે શહેર પોલીસ દ્વારા અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હેલમેટ પહેરનારા લોકોને લાડુ ખવડાવી સન્માનિત કરાયા હતા.

Sep 9, 2019, 01:34 PM IST
Love Jihad Case In Rajkot, Girls Suicide PT6M42S

રાજકોટમાં સામે આવ્યો લવજેહાદનો કિસ્સો, પ્રેમિકાએ કર્યો આપઘાત

રાજકોટમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. યુવકે ધર્મ છુપાવી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી હતી. સાચી હકીકત સામે આવતા યુવતીએ તમામ સંબંધો તોડી નાખ્યા હતા અને જ્ઞાતિના અન્ય યુવક સાથે સગાઈ કરી લીધી હતી. આ અંગે પ્રેમી જમીલ જાણ થતાં તે ઉશ્કેરાયો હતો અને પૂર્વ પ્રેમિકાના મંગેતરને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી મળતાં યુવતિ સુસાઇડ નોટ લખીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ સુસાઇડ નોટમાં 4 વ્યક્તિઓના નામ છે.

Sep 4, 2019, 12:50 PM IST

પોલીસ અધિકારીઓના TikTok video વિશે થરાદમાં જાહેર કરાયો ખાસ પરિપત્ર

ગુજરાત પોલીસ પર હાલ ટિકટોકનું ગ્રહણ લાગ્યું છે. તો બીજી તરફ ટિકટોક કરનારા પોલીસ અધિકારીઓ પોતાની હદ વટાવીને વીડિયો બનાવી રહ્યાં છે. જેને કારણે પોલીસ વિભાગ બદનામ થઈ રહ્યું છે. ત્યારે આવા ટિકટોક વીડિયોનું પોલીસ વિભાગમાંથી દૂર કરવા થરાદના મદદનીશ પોલીસ અધિક્ષકે ટીકટોક મામલે પરિપત્ર જાહેર કર્યો છે.

Jul 29, 2019, 09:57 AM IST

સિમ્બા સ્ટાઈલમાં વીડિયો બનાવી રાજકોટનો પોલીસ કોન્સ્ટેબલ કાયદા-નિયમોને ઘોળીને પી ગયો

પોલીસ ઓફિસરનો ટિકટોક વીડિયોથી ગુજરાત પોલીસ બેડામાં ખળભળાટ મચ્યો છે. એક પછી એક પોલીસ ઓફિસર્સના ટિકટોક વીડિયો સામે આવી રહ્યાં છે. ત્યારે રાજકોટ પોલીસ ઓફિસરનો વીડિયો ચોંકાવી દે તેવો છે. ફરી એકવાર રાજકોટ પોલીસ કર્મચારીનો વીડિયો વાઈરલ થયો છે, જેમાં એક કોન્સ્ટેબલ એક્ટર રણવીર સિંહની ફિલ્મ સિમ્બાની સ્ટાઈલ મારી રહ્યો છે. 

Jul 28, 2019, 04:02 PM IST

રાજકોટ : પોલીસ વાન પર બેસી હીરોગીરી કરતો ટિકટોક વીડિયો બનાવનારા 2 પોલીસ ઓફિસર સસ્પેન્ડ

પોલીસ વાન પર બેસી ટિકટોક બનાવનાર રાજકોટના બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાયા છે. રાજકોટ એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ નિલેશ કુંગશિયા અને PCR વાનના ઇન્ચાર્જ અમિત કોરાટને સસ્પેન્ડ કરાયા છે. બંને ઓફિસર્સને તેમની લાપરવાહી કરવા બદલ સસ્પેન્ડ કરાયા છે. ટિકટોક બનાવનાર પૂર્વ ટ્રાફિક વોર્ડન શુભમ ઉકેડીયા હોવાનું ખૂલ્યું છે. 

Jul 28, 2019, 02:59 PM IST

રાજકોટ લોહીયાળ પ્રેમ પ્રકરણમાં ખુલાસો : રવિરાજ રોજ રાત્રેના ખુશ્બુના ઘરે જતો હતો, અને ૨-૩ વાગ્યે પરત ફરતો

રાજકોટના યુનીવર્સીટી પોલીસ મથકના મહિલા ASI ખુશ્બુ કાનાબાર અને સાથી કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની કાલાવડ રોડ પર આવેલ ખુશ્બુના ઘરમાંથી ગોળીથી વિંધાયેલ હાલતમાં લાશ મળી આવી હતી જેને લઇ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી FSL ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી હતી જેમાં ગઈકાલે FSL રીપોર્ટ આવતા ની સાથે સમગ્ર મામલે નવો વળાંક સામે આવ્યો છે. ચાર દિવસથી એક એવી ચર્ચા ચાલતી હતી કે, રવિરાજસિંહે પહેલા ખુશ્બુની હત્યા કરી બાદમાં પોતે આત્મહત્યા કરી છે. જે દિશા તરફ પોલીસ આગળ તપાસ કરી રહી હતી અને એવામાં એફ.એસ.એલ રિપોર્ટમાં ખુશ્બુના ખભા પરથી ગન પાઉડર મળી જતા ખુશ્બુએ પહેલા રવિરાજની હત્યા નિપજાવી, અને બાદમાં પોતે આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. 

Jul 16, 2019, 01:19 PM IST
ASI murder mystery PT1M10S

રાજકોટ: ASI આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ...

રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.
મહત્વનું છે, કે જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. અને ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ આવ્યું સામે છે. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર પણ મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડા પરથી ગન પાવડર નથી મળી આવ્યો.

Jul 15, 2019, 11:10 PM IST