rajkot police

ASI murder mystery PT1M10S

રાજકોટ: ASI આત્મહત્યા કેસમાં થયો મોટો ઘટસ્ફોટ...

રક્ષિત પંડ્યા/રાજકોટ: શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે.
મહત્વનું છે, કે જ્યારે ખુશ્બૂના શરીરમાંથી મળેલ ગોળી પોઇન્ટ બ્લેન્કની હતી. અને ખુશ્બૂએ રવિરાજના ખોળામાં માથું મૂકી આપઘાત કર્યો હોવાનુ આવ્યું સામે છે. ખુશ્બૂના હાથ અને કપડાં પરથી ગન પાવડર પણ મળી આવ્યો છે. જ્યારે રવિરાજના હાથ કે કપડા પરથી ગન પાવડર નથી મળી આવ્યો.

Jul 15, 2019, 11:10 PM IST

રાજકોટ ASI કોન્સ્ટેબલ અપમૃત્યુ મામલો: ખુશ્બુએ જ કરી રવિરાજ સિંહની હત્યા

શહેરમાં ASI અને કોન્સ્ટેબલના અપમૃત્યું અંગે ફોરેન્સિક રિપોર્ટમાં એક ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ખુશ્બુ કાનાબારે પહેલા રવિરાજસિંહની હત્યા કરી હતી અને પછી તેણે આપઘાત કરી લીઘો હોવાના રીપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે. રવિરાજને ખુશ્બૂએ 4 ફૂટ દૂરથી ગોળી મારી હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. 
 

Jul 15, 2019, 09:37 PM IST

ASI-કોન્સ્ટેબલની લવસ્ટોરીના લોહિયાળ અંજામ બાદ રાજકોટ પો. કમિશનરનો આદેશ, સર્વિસ રિવોલ્વર ઘરે નહિ લઈ જવી

રાજકોટમાં ગઈકાલે મહિલા ASI અને પોલીસ કોન્સ્ટેબલના આપઘાત બાદ રાજકોટ પોલીસ કમિશનરે મહત્વનો નિર્ણય લીધો છે. જે મુજબ, હવે દરેક પોલીસ ASI અને જમાદારે ડ્યુટી પૂરી થયા બાદ પોતાની સર્વિસ રિવોલ્વર પોલીસ મથકમાં જમા કરાવી પડશે.

Jul 12, 2019, 10:23 AM IST

સ્વરૂપવાન મહિલા ASI અને કોન્સ્ટેબલે એકસાથે સ્યૂસાઈડ કર્યું, રાજકોટનો આજનો સૌથી ચર્ચાસ્પદ કિસ્સો

મોડી રાત્રે રાજકોટમાં અતિચર્ચાસ્પદ કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના 150 ફૂટ રોડ પાસે એક એપાર્ટમેન્ટમાં એક મહિલા એએસઆઈ અને કોન્સ્ટેબલ એકસાથે રહેતા હતા. બંનેનો મૃતદેહ લમણે ગોળી મારેલો મળી આવ્યો છે. આ ઘટનાએ સમગ્ર રાજકોટમાં વિવિધ વાતો વહેતી કરી છે. આ ઘટનાને પગલે રાજકોટ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાયો છે. 

Jul 11, 2019, 02:02 PM IST

રાજકોટ: સફાઇ કર્મચારીએ 15 વર્ષના દિવ્યાંગ સાથે આચર્યું સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય

રાજકોટ દિવસે અને દિવસે ગુનાખોરીનુ પ્રમાણ વધતુ જઈ રહ્યુ છે. ત્યારે રાજકોટને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. 15 વર્ષના દિવ્યાંગ બાળક સાથે સફાઈ કામદારે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યુ છે. ત્યારે પોલીસે ગણતરીની કલાકોમા જ સફાઈ કામદારની ધરપકડ કરી તેને જેલના સળીયા ગણાવતો કરી દીધો છે. 

Jun 23, 2019, 05:22 PM IST

રાજકોટ: હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ, એક યુવતિ સહિત ચારની ધરપકડ

પોલીસે શહેરનાં હાઇપ્રોફાઇલ વિસ્તારમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાસ કર્યો છે. શહેરનાં કાલાવડ રોડ પર છેલ્લા 20 દિવસથી ચાલતા કુટણખાનાં પર પોલીસે દરોડો કરો એક યુવતી સહિત ચાર શખ્સોની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં આરોપીઓ મુંબઇથી માનુનીઓને લઇ આવી રાજકોટમાં સેક્સ રેકેટ ચલાવતા હોવાનું સામે આવ્યું છે. 
 

Jun 17, 2019, 07:59 PM IST

શિક્ષકે સાથી મહિલા કર્મીને સાથે કર્યું દુષ્કર્મ, વીડિયો બનાવી કરી બ્લેકમેઇલ

રાજકોટમા શિક્ષણ જગતને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. શિક્ષક કે જેના પર પોતાના વિદ્યાર્થીને સારુ નરસુ શિખડાવવાની જવાબદારી હોઈ છે. પરંતુ જ્યારે એક શિક્ષક જ શિક્ષણ જગતને શર્મસાર કરે તેવુ કામ કર્યું છે. રાજકોટ મહિલા પોલીસે જયુપિલ પટેલ નામના શખ્સની બળાત્કારના ગુનામા ધરપકડ કરી છે. 
 

May 30, 2019, 08:52 PM IST

રાજકોટ: યુ-ટ્યુબ પર ટેકનીક શીખીને બુલેટની ચોરી કરતા એન્જીનિયરીંગના વિદ્યાર્થી ઝડપાયા

રાજકોટમાં બુલેટ ચોરીને અંજામ આપતા બે એન્જીનીયરીંગનાં વિદ્યાર્થીઓની પોલીસે ધરપકડ કરી છે. વિદ્યાર્થીઓ પોતાના મોજશોખ પૂરા કરવા બુલેટ ચોરીને અંજામ આપતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. હાલ પોલીસે બુલેટ ચોર બેલડીની ધરપકડ કરી ચાર જેટલા બુલેટ કબજે કર્યા છે. 

May 14, 2019, 09:10 PM IST

રાજકોટ: જમીનના ખોટા દસ્તાવેજો બનાવી ખેડૂતો પાસે કરોડોની માગ કરનાર ગેંગની ઘરપકડ

રાજકોટમાં ભુમાફીયા સામે ફરી એક વખત પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટના ખેડૂતની કરોડો રૂપિયાની જમીનના બોગસ સાટાખત બનાવી ખેડૂત પાસેથી ૨ કરોડ રૂપિયાની માંગણી કરનાર ૩ શખ્સોની એસઓજી પોલીસે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. 
 

May 7, 2019, 07:06 PM IST

મકાન ન વેંચાતા પત્ની-પુત્ર પર છરી વડે હુમલો, પતિએ કર્યો આપઘાત

રાજકોટ શહેરમાં પતિએ પત્ની અને પુત્ર પર છરી વડે હુમલો કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા 108 સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્ત માતા પુત્રને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Apr 25, 2019, 11:48 AM IST

રાજકોટમાં હનીટ્રેપ: યુવતિએ સાગરિત સાથે મળી યુવક પાસેથી પડાવ્યા રૂપિયા

રાજકોટમાં વધુ એક હનીટ્રેપની ઘટના સામે આવી છે. મોરબીના યુવાન સાથે આશરે આઠ મહિનાથી પરિચિત રાજકોટની યુવતીએ મળવા બોલાવી આશરે 96 હજાર રૂપિયાનો મુદ્દામાલ પડાવી લેતા યુવાને શહેરના બી ડિવિઝન પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી હતી. જેને લઈ પોલીસે યુવાનને હનીટ્રેપમા ફસાવનાર એક યુવતી અને તેના સાગરીત શખ્સની ધરપકડ કરી છે તો સાથે જ સંડોવાયેલ વધુ એક નઝમાં નામની યુવતી અને અન્ય શખ્સની શોધખોળ હાથ ધરી છે.

Mar 30, 2019, 08:46 PM IST

જસદણ પેટા ચૂંટણી: કોંગ્રેસની મહિલા ઉપાધ્યક્ષ ગીતા પટેલની કારમાંથી મળી એરગન

 જાહેરનામાના ભંગ બદલ કોંગ્રેસના પ્રદેશ ઉપાઅધ્યક્ષ ગીતા પટેલ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી શકે છે.

Dec 16, 2018, 06:14 PM IST

રાજકોટમાં 200 પોલીસના કાફલા સાથે સ્પા પર મેગા સર્ચ: 35 સ્પા પર દરોડા

કોઇ ગેરરીતિ ઝડપાશે તો તેના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, રાજકોટ પોલીસનું કડક હાથે ચેકિંગ

Aug 5, 2018, 11:23 PM IST