rape

બાપરે...ગુજરાતમાં રોજ સરેરાશ 4 બળાત્કારના કેસ, આ બે શહેરોમાં સૌથી વધુ કેસ નોંધાયા

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરી કાળ દરમિયાન રાજ્યમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના કેસો અંગે મહત્વનો પ્રશ્ન પૂછાયો અને તેના જે જવાબ મળ્યાં તેનાથી ચોંકાવનારો ખુલાસો થયો છે.

Mar 11, 2020, 05:13 PM IST
rape case increasing in gujarat in last two years PT2M10S

ગુજરાતમાં બળાત્કાર અને સામૂહિક બળાત્કારના ચોંકવનારા આંકડા આવ્યા સામે

ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પ્રશ્નોતરી દરમિયાન બળાત્કારના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે. છેલ્લા 2 વર્ષમાં બળાત્કાર અને સામુહિક બળાત્કારના 2723 બનાવો બન્યા. કોંગ્રેસના ધારાસભ્યના સવાલના જવાબમાં ગૃહમંત્રીએ લેખિતમાં જવાબ આપ્યો છે. અમદાવાદમાં સૌથી વધુ 540 બળાત્કારના બનાવો સામે આવ્યા છે તો સુરતમાં 452 બળાત્કારના બનાવો બન્યા છે. બળાત્કારના કેસમાં અનેક આરોપીઓને હજુ પણ પકડવાના બાકી છે. આ મામલે પરેશ ધાનાણીએ ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે બે દીકરીઓના પિતા હોવાના કારણે મને ચિંતા થાય છે. બળાત્કારના કેસમાં વધારો થવા મામલે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે વયસ્ક યુવક અને યુવકી પ્રેમ પ્રકરણમાં ભાગી જાય છે. ત્યારે પરિવારજનો બળાત્કારનો ગુનો નોંધાવે છે. જેથી જે આંકડાઓ સામે આવે છે કે વાસ્તવિક નથી હોતા.

Mar 11, 2020, 02:25 PM IST

સુરત: 8 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 10 રૂપિયા આપવાની લાલચ આપી લઈ ગયો યુવક

સુરતમાં વધુ એક હિચકારો બનાવ સામે આવ્યો છે. જ્યાં એક 8 વર્ષની બાળકીને 10 રૂપિયા આપવાની લાલચ આપીને યુવક ફોસલાવીને લઈ ગયો અને દુષ્કર્મ આચર્યું હોવાના અહેવાલો છે. લોકોએ આ યુવાનને ઝડપી પાડ્યો અને પોલીસને સોંપી દીધી  છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 

Mar 10, 2020, 10:59 AM IST

પાછળ વળીને જોતા નહિ તેવુ પરિવારજનોને કહીને ભુવો સગીરાને ઓરડીમાં લઈ ગયો, અને પછી...

બનાસકાંઠાના જાખેલ ગામમાં બીમારીથી પીડાતી સગીરાને તેના પરિવારજનો રાધનપુરના સરદારપુરા ગામે બની બેઠેલા તાંત્રિક ભુવા પાસે સારવાર માટે લાવ્યા હતા. જેની મજબૂરીનો લાભ ઉઠાવી લંપટ તાંત્રિક ભુવાએ ટાળો કરવાના બહાને સગીરા પર નજર બગાડી હવસનો શિકાર બનાવતા ખળભળાટ મચી ગયો છે.

Mar 7, 2020, 09:05 PM IST

પતિનો મિત્ર મહિલાને છરીની અણીએ ગેસ્ટહાઉસમાં લઇ ગયો, પાંચ મહિના સુધી કર્યું એવું કે...

રાધનપુરની પરણિત મહિલાને તેંના પિયર મહેમદાવાદમાં રહેતા યુવકે ઘરે મૂકી જવાનું કહી છરીની અણીએ મહિલાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરી તેના ફોટા અને વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયર કરવાની ધાક ધમકી આપી હતી.

Mar 5, 2020, 11:31 PM IST
Investigation Of Rape With Minor Girl In Banaskantha PT3M49S

બનાસકાંઠામાં બાળકી સાથે દુષ્કર્મ અંગે તપાસ તેજ કારઈ

બનાસકાંઠાના પાલનપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં બાળકી સાથે થયેલ દુષ્કર્મ મામલે GRPF આઈજી ગૌતમ પરમારે ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. ટૂંક સમયમાં જ આરોપીને પકડી લેવાનો આઈજી ગૌતમ પરમારે દાવો કર્યો હતો. 3 દિવસ પહેલા 4 વર્ષની માસૂમ બાળકી સાથે રેલવેના કવાટર્સમાં નિર્દયતાથી દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.

Mar 5, 2020, 06:50 PM IST

રાજકોટ : કેટરીંગના કામના નામે મહિલાને હવસનો શિકાર બનાવનાર ત્રણ નરાધમ પકડાયા

જેતપુરની ત્યક્તા સાથે રાજકોટ (Rajkot) માં સામુહિક દુષ્કર્મ આચરનાર નરાધમ ત્રિપુટીની પોલીસે દબોચી લીધા છે. કેટરીંગનું કામ હોવાનું કહીને ત્યક્તાને રાજકોટ બોલાવ્યા બાદ ફ્લેટમાં આ નરાધમોએ હવસ (rape) નો શિકાર બનાવી હોવાની મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઇ હતી. જેને આધારે પોલીસે આરોપીઓની ધરપકડ કરી જેલનાં સળીયા ગણતા કરી દીધા છે.

Mar 3, 2020, 11:18 PM IST

આને તમે કયું ગુજરાત કહેશો, જ્યાં રોજ 3થી 4 બળાત્કારના ગુના બને છે?

રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. ગુજરાત રાજ્યમાં કાયદો કેટલો કથળ્યો છે અને ગુનેગારો કેટલા બેફામ બન્યા છે તેનો આ બોલતો પુરાવો છે. વિધાનસભા (gujarat vidhansabha) માં ચાલી રહેલા બજેટ સત્ર (budget session) માં રજૂ કરાયેલા આંકડા એવા છે કે, છેલ્લા 2 વર્ષમાં લૂંટ (Crime) ના 2491 બનાવ, ખૂનના 2034 બનાવ, ચોરીના 25723 બનાવ બન્યા છે. આ કરતા પણ સૌથી વધુ ચોંકાવનારો આંકડો બળાત્કાર (Rape) નો છે. જેમાં બળાત્કારના 2720 બનાવ અને અપહરણના 5897 બનાવ નોંધાયા છે. બળાત્કારના આંકડા સૂચવે છે કે મહિલા સુરક્ષા મુદ્દે હવે ગુજરાત પણ સલામત રહ્યું નથી. 

Mar 2, 2020, 02:08 PM IST

એસટી નિગમ અને પોલીસની આબરૂ થઈ નિલામ, ડીસાના બસસ્ટેન્ડ પાસે મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ

હવે દીકરી, બહેન, માતા ગુજરાતમાં સલામત નથી તેવા અનેક કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. સતત દુષ્કર્મ, છેડતીની ફરિયાદો ઉઠી રહી છે. ત્યારે ફરીથી માનવતાને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. ડીસાના બસસ્ટેન્ડ વિસ્તારમાં રાત્રિ દરમિયાન એક મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના બની છે. ડીસાના બસ સ્ટેન્ડમાં ફરજ પરના હોમગાર્ડ જવાન અને અન્ય બે શખ્સો દ્વારા અમદાવાદની મુસાફર યુવતી સાથે સામુહિક દુષ્કર્મ કર્યું હોવાના આક્ષેપ કરાયો છે. મહિલાએ ત્રણ લોકો સામે દુષ્કર્મના આક્ષેપ મૂક્યા છે. ત્યારે ડીસા પોલીસે બસ સ્ટેન્ડમાં તપાસ અને પૂછપરછનો ધમધમાટ શરૂ કર્યો છે. તો બીજી તરફ, મુસાફરોની સલામતીના બણગાં ફૂંકતા એસ.ટી.નિગમ અને પોલીસ બંન્નેની આબરૂ આ ઘટના બાદ નિલામ થઈ છે. 

Feb 28, 2020, 02:09 PM IST

‘કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપીને પિતાએ દીકરીને પીંખી નાંખી

પાદરાના એક ગામે પિતાએ હેવાન કરતા પણ બદતર કામ કર્યું છે. પોતાની જ પુત્રી સાથે કુકર્મી પિતાએ દુષ્કર્મ (rape) આચર્યું છે. 14 વર્ષની સગીર પુત્રી સાથે પિતાએ દુષ્કર્મ આચર્યુ છે. હેવાન બનેલા પિતાએ અનેકવાર બળજબરીપૂર્વક દીકરીને પીંખી નાંખી હતી. પુત્રીને વારંવાર ધમકી આપતો કે, ‘તુ કોઈને જાણ કરીશ તો હું દવા પી મરી જઈશ’ની ધમકી આપતો હતો. આખરે પાદરા પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાઈ હતી અને પિતાની પાદરા પોલીસે ધરપકડ કરી છે.

Feb 27, 2020, 08:29 AM IST

ટ્રેનની રાહ જોઇ રહેલી સગીરા સાથે ગેંગરેપ, આખી રાત ઝાડીમાં બેભાન પડી રહી

ટ્રેનની રાહ જોઇને ઉભી રહેલી એક 17 વર્ષીય છોકરી સાથે ગેંગરેપનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. છોકરીને ચામાં નશીલો પદાર્થ ઘોળીને વેન્ડરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. કેસ કોઠીભાર પોલીસ મથકના સિસવા રેલવે સ્ટેશનનો છે. 

Feb 25, 2020, 09:26 AM IST
driver and cleaner rape with woman passenger in running bus at chhota udepur PT4M9S

છોટાઉદેપુર - ચાલુ બસમાં ડ્રાઈવર અને ક્લીનરે મહિલા સાથે આચર્યું દુષ્કર્મ

મધ્ય પ્રદેશથી પોરબંદર જતી ચાલુ ટ્રાવેલ્સમાં 2 શખ્સોએ MPની મહિલા સાથે દુષ્કર્મ આચરાયું છે. બસના ડ્રાઈવર અને ક્લિનરે મુસાફર મહિલા પર રેપ કર્યો હતો. પીડિતાએ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ સામે ગેંગરેપનો નોંધી પીડિતાને છોટાઉદેપુર મોકલાઈ છે. આરોપી કનૈયા ભીલ અને કપિલ ભાટી મધ્યપ્રદેશના રહેવાસી છે.

Feb 22, 2020, 12:45 PM IST

ગુજરાતમાં ચાલુ બસે મહિલા સાથે દુષ્કર્મ, વિગતો છે વિશ્વાસ ન પડે એવી

રાણાવાવ પોલીસે રાણાકંડોરણા નજીકથી જ બસ રોકાવીને બન્ને આરોપીઓને ઝડપી લીધા હતા. તેમને બસ સહિત રાણાવાવ પોલીસ મથકે લાવવામાં આવ્યા હતા. 

Feb 22, 2020, 10:50 AM IST
Leopard againg seen on tourist spot Diu PT3M35S

એકસાથે 2 સમાચાર: દીવમાં ફરી દીપડો દેખાયો, સુરતમાં દુષ્કર્મના આરોપીએ ફાંસીની સજા સુપ્રિમમાં પડકારી

પહેલા સમાચારમાં જુઓ, દીવમાં સતત બીજા દિવસે દીપડો દેખાયો. ફરી રાત્રે આઠ વાગ્યાની આસપાસ દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. ઘોઘલા બસ સ્ટેન્ડ નજીક આવેલા ક્વાર્ટરની અગાસીમાં દીપડો હોવાનું અનુમાન છે. ત્યારે દીવ વન વિભાગ પોલીસ સ્ટાફ અને જસાધાર રેન્જ ફોરેસ્ટ કર્મચારીઓ ખડેપગે દીપડાને શોધી રહ્યા છે. તો અન્ય સમાચારમાં, સુરતના લિબાયત 3 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યાના મામલામાં આરોપી અનિલ યાદવે ફાંસીની સજાને સુપ્રિમ કોર્ટમાં પડકારી છે. હાઇકોર્ટે ફાંસીની સજા યથાવત રાખી છે.

Feb 14, 2020, 09:20 AM IST

Vapi : બિહારથી આવેલા ટીનેજર 9 વર્ષની દીકરી સાથે કર્યું રાક્ષસી કૃત્ય, વાંચીને કઠણ કાળજાના પણ ફફડી જશે

વાપી (Vapi) ટાઉનના એક વિસ્તારમાં ધોરણ-4માં અભ્યાસ કરતી 9 વર્ષીય બાળકીની હત્યાની ઘટના બનતા આખા વિસ્તારમાં ચકચાર જામી છે. આ બાળકીનો મૃતદેહ શુક્રવારે બપોરે ઘરમાં જ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.

Feb 9, 2020, 10:22 AM IST
Modasa Girl Death Suspense After One Month PT2M12S

અરવલ્લી: મોડાસાની પીડિતાના મોતને એક મહિનો પૂર્ણ છતાં રહસ્ય અકબંધ

મોડાસાની પીડિતાના મોતને એક મહિનો પૂર્ણ થઇ ગયો હોવાછતાં યુવતિના મોતનું રહસ્ય અકબંધ છે. અરવલ્લી પોલીસની તપાસ બાદ સીઆઇડી ક્રાઇમ તપાસ કરી રહી છે. ત્રન આરોપીઓને સબજેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પરંતુ એક આરોપી હજુ ફરાર છે.

Feb 7, 2020, 05:10 PM IST
Surat rape case accused file plea to supreme court to stop his death sentence PT2M32S

ફાંસીથી બચવા સુરતના દુષ્કર્મીએ સુપ્રિમ કોર્ટના દરવાજા ખખડાવ્યા

સુરતના લિબાયતમાં બાળકીનું અપહરણ અને દુષ્કર્મ બાદ હત્યા મામલામાં નરાધમ અનિલ યાદવે ફાંસીમાંથી રાહત મેળવવા સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા છે. અનિલ યાદવે લાજપોર જેલના સુપ્રિન્ટેન્ડન્ટને લેખિતમાં અરજી કરી છે. વકીલ દ્વારા કેસનો સંપૂર્ણ અભ્યાસ કર્યા બાદ સુરતની કોર્ટે આપેલ ચુકાદો અને હાઇકોર્ટની બહાલીને ધ્યાનમાં લઈ અરજી સુપ્રીમમાં ફાઇલ કરવામાં આવશે. 14 મી ઓક્ટોબર 2018 સુરતના લિંબાયત ગોડાદરા વિસ્તારમાં ઘટના બની હતી.

Feb 2, 2020, 03:50 PM IST

BJP સાંસદનું વિવાદિત નિવેદન, 'શાહીન બાગવાળા તમારા ઘરમાં ઘૂસશે, બહેન-દીકરીઓના રેપ કરશે'

દિલ્હી વિધાનસભા ચૂંટણી ( Delhi Assembly elections 2020) ની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ પણ વધતો જઈ રહ્યો છે. નેતાઓ અન્ય મુદ્દાઓ છોડીને શાહીન બાદ તરફ વળતા જોવા મળે છે.

Jan 28, 2020, 11:43 AM IST
Savdhan Gujarat: Rape With A Railway Woman Officer PT4M16S

સાવધાન ગુજરાત: કેફી પીણું પીવડાવીને મહિલા પર આચર્યું દુષ્કર્મ

અમદાવાદના ચાંદખેડામા રેલવે મહિલા અધિકારીને કેફી પીણુ પીવડાવીને દુષ્કર્મ કર્યાની ફરિયાદ નોંધાઈ છે. મહિલાના બિભત્સ ફોટો બતાવીને આરોપીઓ બ્લેકમેઈલ કરી રહયા હોવાનો પણ આક્ષેપ કરાયો છે. ત્યારે શું છે આ સમગ્ર ઘટનાની હકીકત જોઈએ આ અહેવાલમાં...

Jan 22, 2020, 12:15 AM IST

મોડાસા કેસ : આરોપી અને પીડિતા વચ્ચે 214 વખત થયા હતા ફોન કોલ્સ, જાણવા મળી બીજી ચોંકાવનારી હકીકતો

મોડાસાના સાયરા ગામની યુવતીની હત્યા અને કથિત દુષ્કર્મના મામલે નવો ઘટસ્ફોટ થયો છે. આ કેસની તપાસ CID ક્રાઇમને સોંપાતા તપાસ એજન્સીએ ત્રણે આરોપી બિમલ ભરવાડ,દર્શન ભરવાડ અને જીગર પરમારને કોર્ટમાં રજૂ કર્યા હતા. CID ક્રાઇમે કોર્ટમાં જણાવ્યું હતું કે આરોપી બિમલ ભરવાડ અને પીડિતા વચ્ચે ફોનમાં વાતચીતના વ્યવહાર હતા અને બિમલ તેમજ પીડિતા વચ્ચે 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરી દરમિયાન 214 વખત ફોનમાં વાતચીત થઈ હતી.

Jan 21, 2020, 05:19 PM IST