rbi

બેંકોનો લોન વૃદ્ધિ દર 2019-20માં પાંચ દાયકાના નીચલા સ્તર 6.14 ટકા પર પહોંચ્યો

અર્થવ્યવસ્થામાં નરમાઇ, ઓછી માંગ તથા બેંકોને જોખમ આવવાથી નાણાકીય વર્ષ 2019-20માં બેંકોના વહેંચાયેલા વૃદ્ધ દર ગત પાંચ દાયકામાં સૌથી નીચલા સ્તર પર પહોંચી ચૂક્યો છે. રિઝર્વ બેંક આંકડા અનુસાર આ લોન વૃદ્ધિ દર 6.14 ટકા રહ્યો છે.

Apr 11, 2020, 02:30 PM IST

સરકારની બચત યોજનાઓથી જોડાયેલા આ નવા દર જાણી લો, 1 એપ્રિલથી લાગૂ

આજે તમારા ખિસ્સા પ્રમાણે સારા અને ખરાબ બંને સમાચાર છે. પહેલા ખરાબ સમાચાર. સરકારે તેની સ્મોલ સેવિંગ (Small Savings) સ્કીમ અને FD (Fix Deposits) પરના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે, જેનો અર્થ એવો છે કે, હવે બચત યોજનાઓમાં તમારા ખિસ્સામાં પૈસા ઓછા આવશે.

Apr 1, 2020, 12:01 AM IST

હવે આ બેંકે કર્યો વ્યાજ દરમાં ઘટાડો, હોમ-ઓટો લોન થઈ સસ્તી

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા રેપો રેટ ઘટાડ્યા બાદ બેંક ઓફ બરોડાએ તેના વ્યાજ દરોમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ બેંકમાંથી લોન લેવા પર તમને ઓછું વ્યાજ દર ચુકવવાનું રહેશે. 

Mar 30, 2020, 04:25 PM IST

કેશની લેણદેણથી કોરોના વધવાનો ખતરો, RBIએ ગર્વનરને કરી આ અપીલ

કોરોના વાયરસના વધતા જતા કેસને રોકવા માટે આખા દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગૂ છે. આ મહામારીથી બચવાનો એકમાત્ર ઉપાય સોશિયલ ડિસ્ટેંસિંગ છે અને સરકાર સતત જનતાને લોકડાઉનનું પાલન કરવાની અપીલ કરી રહી છે. 

Mar 29, 2020, 04:16 PM IST

કોરોના સંકટ : RBIની બેંકોનો સલાહ,  EMI પર 3 મહિના આપો રાહત

કોરોના વાયરસને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક પણ તૈયારીમાં લાગી ગઈ છે સરકારના આર્થિક પેકેજના એલાન પછી આરબીઆઇએ રેપો રેટમાં 0.75% ઘટાડાની જાહેરાત કરી છે.

Mar 27, 2020, 03:10 PM IST

Corrona Effect : આર્થિક પેકેજની જાહેરાત પછી વ્યાજદરમાં ઘટાડાનું એલાન

કોરોના વાયરસને કારણે ઉભી થયેલી આર્થિક પરિસ્થિતિમાં ભારતીય રિઝર્વ બેંક પણ તૈયારીમાં લાગી ગઈ છે

Mar 27, 2020, 10:31 AM IST

Coronavirus lockdown: ઘર અને કારના હપ્તામાં મળશે રાહત? સરકારે RBIને લખ્યો પત્ર

કોરોના વાયરસના લીધે એક કામ કરનાર વ્યક્તિ ફક્ત લોકડાઉનથી પરેશાન નથી. તેમની એક પરેશાની એ પણ છે કે આ મહિને ઘર અને કારનો હપ્તો કેવી રીતે ચૂકવવો? આ લોકડાઉનમાં નોકરિયાત અને બિઝનેસ કરનાર વ્યક્તિના મગજમાં એક જ વાત છે. 

Mar 26, 2020, 03:39 PM IST

કોરોનાઃ RBIની લોકોને અપીલ, પેમેન્ટ માટે નોટ નહીં ડિજિટલ વિકલ્પનો કરો ઉપયોગ

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ લોકોને પેમેન્ટ માટે નોટના બદલે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાની સલાહ આપી છે.
 

Mar 16, 2020, 07:53 PM IST

તમારું ખાતું Yes Bankમાં છે તો જલ્દી વાંચી લો ખુશીના સમાચાર

યસ બેંકમાં ખાતુ ધરાવનારાઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જલ્દી જ યસ બેંક (Yes Bank) પોતાનું કામ શરૂ કરવાની છે. તેનો મતલબ એ થયો કે, હવે યસ બેંકના તમામ ગ્રાહકો ફરીથી બેંકિંગની સુવિધાનો લાભ ઉઠાવી શકશે. આશા વ્યક્ત કરાઈ હતી કે, 50 હજાર રૂપિયા કાઢવાની મર્યાદા પણ દૂર થઈ જશે. સાથે જ પુર્નગઠન યોજનાને સરકારની મંજૂરી મળી ગયા બાદ સોમવારે સંકટગ્રસ્ત યસ બેંકના શેરમાં 58 ટકાથી વધુનો ઉછાળો જોવા મળ્યો હતો. બીએસઈમાં યસ બેંકના શેરે શાનદાર વાપસી કરીને 58.12 ટકાની છલાંગ લગાવી હતી. એનએસઈમાં પણ તેનો શેર 58.12 ટકા ઉછળીને 40.40 રૂપિયા પર રહ્યો. બીએસઈમાં તેના 112.78 લાખ શેરો તથા એનએસઈમાં 9.55 કરોડ શેરનો વેપાર થયો હતો. 

Mar 16, 2020, 02:25 PM IST

આજથી બંધ થશે તમારા ડેબિટ કાર્ડની આ સુવિધાઓ, જાણો શું છે સમાચાર

જો તમે તમારા બેંક એકાઉન્ટની સાથે ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો. તો તમારા માટે આ મહત્વપૂર્ણ સમાચાર છે. તમારા ડેબિટ અને ક્રેડિટ કાર્ડની કેટલીક સુવિધાઓ આજથી બંધ કરવામાં આવી રહી છે

Mar 16, 2020, 12:47 PM IST

Yes Bankના ગ્રાહકો માટે ખુશખબરી, ટૂંક સમયમાં દૂર થશે પૈસા ઉપાડવા પર લાગેલી પાબંધી

કેન્દ્ર સરકારે આજે યસ બેંક (Yes Bank)ના ગ્રાહકો માટે મોટી રાહત આપતાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી 3 દિવસમાં યસ બેંક મોરેટેરિયમ પીરિયડ (Moratorium On Yes Bank)ને ખતમ કરી દેવામાં આવશે.

Mar 13, 2020, 06:10 PM IST

યસ બેન્કના ગ્રાહકોને મંગળવારે મળી મોટી રાહત, જાણો શું છે મામલો

યસ બેન્કના ગ્રાહક હવે કોઈ બીજી બેન્કના ખાતાથી પોતાના લોનના હપ્તા તથા ક્રેડિટ કાર્ડની બાકી રકમની ચુકવણી કરી શકશે. બેન્કના નવનિયુક્ત પ્રશાસકે કહ્યું કે, શનિવાર સુધી બેન્ક પર લાગેલો પ્રતિબંધ હટી શકે છે. 
 

Mar 10, 2020, 05:59 PM IST

મુંબઈ : YES BANKના પૂર્વ CEO રાણા કપૂર પહોંચ્યા EDની ઓફિસ, થશે મેરેથોન પુછપરછ

એક સમયે યસ બેંકનું સુકાન સંભાળનાર રાણા કપૂર પાછલા નવેમ્બર મહિનામાં જ પોતાના બચેલા સ્ટોક વેચી દીધા છે અને આ ઉપરાંત પ્રોમોટર યસ કેપિટલ અને મોર્ગન ક્રેડીટસે પણ યસ બેંકની હિસ્સેદારી વેચી દીધી છે.

Mar 7, 2020, 02:31 PM IST

Yes Bank મા ફસાયા છે પૈસા? આ સરળ રીતથી 5 લાખ રૂપિયા ઉપાડી શકાશે !

ગુરૂવારે રાત્રે યસ બેંકનાં (Yes Bank) કામકાજમાં રોક લાગ્યા બાદ ખાતાધારકો માટે મોટી સમસ્યા પેદા થઇ ચુકી છે.

Mar 6, 2020, 06:05 PM IST

Yes Bank ડૂબવાની દર્દભરી કહાણી, સાંભળો શેર બજારની જુબાની

તમારા મનમાંથી એક પ્રશ્ન ગત 24 કલાકથી ચાલી રહ્યો હશે. આખરે આજે જ રિઝર્વ બેંક (RBI)એ કેમ યસ બેંક  (Yes Bank)ના કામકાજ પર પ્રતિબંધ લગાવ્યો? જો તમે આર્થિક સમાચારોની થોડી પણ જાણકારી રાખો છો તો યસ બેંક બંધ થવાની સળવળાટ ગત કેટલાક મહિનાથી ચાલી રહી છે.

Mar 6, 2020, 04:37 PM IST

યસ બેન્કના બોર્ડનો ભંગ, રિઝર્વ બેન્કે ઉપાડની મર્યાદા 50 હજાર રૂપિયા નક્કી કરી

યસ બેન્કના ગ્રાહકો માટે મહત્વપૂર્ણ સમાચાર છે. આ બેન્કના ગ્રાહકો હવે 50,000 રૂપિયા જ ઉપાડી શકશે. ભારતીય રિઝર્વ બેન્કે યસ બેન્કના બોર્ડ ઓફ ડિરેક્ટરને ભંગ કરી દીધું છે. 
 

Mar 5, 2020, 09:52 PM IST
SC allows trade in cryptocurrency, quashes RBI curb PT30M

હવે બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સીની કરી શકશો લેણદેણ

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી ( Cryptocurrency) ના ટ્રેડિંગને લીલી ઝંડી આપી છે. કોર્ટે RBI દ્વારા લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બેંકિંગ લેવડદેવડમાં બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના આરબીઆઈના આદેશને હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આ ખુબ કડક પગલું છે. આ મામલે દાખલ થયેલી અરજીઓમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ આરબીઆઈએ પોતાના તરફથી આદેશ બહાર પાડ્યો છે.

Mar 4, 2020, 04:45 PM IST

તમારા પર્સમાંથી વધુ એક નોટ બદલાવાની છે, તૈયારી રખજો...

100 રૂપિયાની નવી નોટ ન હવે ફાટશે કે ન કપાશે. જલ્દી જ તમારા હાથમાં 100 રૂપિયાની નવી નોટ આવશે, જેને તમે તમારા પોકેટમાં કેટલા પણ દિવસ રાખશો તો પણ ફાટશે નહિ. પાણીમાં નોટ નાખવા પર પણ નોટ પલળશે નહિ. ભલે ગમે તેટલું વાળી દેશો તો પણ વળશે નહિ. જોવામાં તે એકદમ 100 રૂપિયાની નોટ જેવી જ લાગશે. પરંતુ તેમાં એક ખાસ ફીચર હશે. આ ખાસ ફીચરને કારણે તમે નોટને ગમે તે રીતે તમારા ખિસ્સામાં રાખી શકશો. આશા છે કે, જલ્દી જ પર્પલ કરીને આ નોટ તમને માર્કેટમાં જોવા મળશે. આરબીઆઈએ આવી 1 અરબ નોટ છાપી રહી છે.

Mar 4, 2020, 01:00 PM IST

ક્રિપ્ટો કરન્સીના ટ્રેડિંગને સુપ્રીમ કોર્ટે આપી લીલી ઝંડી, RBIએ મૂક્યો હતો પ્રતિબંધ

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્સી ( Cryptocurrency) ના ટ્રેડિંગને લીલી ઝંડી આપી છે. કોર્ટે RBI દ્વારા લગાવાયેલો પ્રતિબંધ હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે (Supreme Court) બેંકિંગ લેવડદેવડમાં બિટકોઈન અને બાકી ક્રિપ્ટો કરન્સી પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાના આરબીઆઈના આદેશને હટાવી દીધો છે. સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું છે કે આ ખુબ કડક પગલું છે. આ મામલે દાખલ થયેલી અરજીઓમાં અરજીકર્તાઓએ કહ્યું હતું કે ભારત સરકારે ક્રિપ્ટો કરન્સી પર પ્રતિબંધ લગાવ્યો નથી પરંતુ આરબીઆઈએ પોતાના તરફથી આદેશ બહાર પાડ્યો છે. 

Mar 4, 2020, 12:17 PM IST

મોંઘવારીથી હાહાકાર, ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર વધીને 7.35 ટકા થયો

મોંઘવારી પર સરકાર લગામ લગાવી રહી નથી. ખાવા-પીવાની વસ્તુ મોંઘી થવાથી ડિસેમ્બરમાં રિટેલ ફુગાવાના દરમાં વધારો થઈ ગયો છે. ડિસેમ્બરમાં રિટેલ ફુગાવોનો દર વધીને 7.35 ટકા થઈ ગયો છે. જ્યારે નવેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર 5.54 ટકા હતો. 
 

Jan 13, 2020, 06:23 PM IST