rbi

આ એપ તમને જણાવશે કે ચલણી નોટ કેટલા રૂપિયાની છે...

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ દ્રષ્ટિહીન (Visual Impaired) લોકો માટે મોબાઇલ એપ લોન્ચ કરવામાં આવી છે. તેનાથી નોટ ઓળખી શકાશે. આ એપ એકવાર મોબાઇલમાં આવી જશે ત્યારબાદ તે ઇન્ટરનેટ વિના પણ કામ કરશે. આ એપ નોટને સ્કેન કરીને જણાવશે કે કેટલાની નોટ છે? આ એપનું નામ છે MANI,  જેનું ફોર્મ છે Mobile Aided Note Identifier. 

Jan 2, 2020, 05:36 PM IST

ATM માંથી પૈસા ઉપાડો છો તો ધ્યાન રાખો 3 થી 7 દિવસનો આ નિયમ, વાંચો શું છે RBI નો નિર્દેશ

જો તમે એટીએમ કાર્ડ વડે પૈસા ઉપાડો છો તો તમારે આરબીઆઇના 3 થી 7 દિવસના નિયમને જરૂર જાણવો જોઇએ. આ નિયમ ઓનલાઇન બેકિંગ ફ્રોડ અથવા અનધિકૃત ટ્રાંજેક્શનને લઇને બનાવવામાં આવ્યો છે. ભારતીય રીઝર્વ બેન્કે બેન્ક એકાઉન્ટ હોલ્ડર્સના હિતોની રક્ષા માટે 6 જુલાઇ, 2017ના આ સંબંધમાં એક સર્કુલર જાહેર કર્યું હતું.

Dec 31, 2019, 09:10 AM IST

મોબાઇલ વોલેટ ઉપયોગ કરનારાઓ માટે સારા સમાચાર, આરબીઆઇએ આપી આ છૂટ

છેલ્લા થોડાક વર્ષોથી દેશમાં મોબાઇલ વોલેટનો ઉપયોગ કરનારાઓની સંખ્યામાં વધારો થયો છે. આ સાથે જ આરબીઆઇએ તેના માટે નિયમ પણ તૈયાર કર્યા. હવે આરબીઆઇએ મોબાઇલ વોલેટ ઉપયોગકર્તાને મોટી રાહત મળી છે. જો ફોનપે, અમેઝોનપે અથવા ઓલા મની જેવી કોઇ પેમેન્ટ એપનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે કામના છે.

Dec 30, 2019, 11:56 AM IST

વ્યાજદરને નીચે લાવવા માટે RBI નું ઓપરેશન ટ્વિસ્ટ, સસ્તી થઇ શકે છે લોન

પહેલીવાર કેન્દ્રીય બેન્ક એવું કરશે આમ કરશે આ પહેલી તક હશે જ્યારે આરબીઆઇ વ્યાજદરોને નીચે લાવવા માટે ઓપરેશન ટ્વિસ્ટનો સહારો લેશે. આરબીઆઇ આ વર્ષે અત્યાર સુધી રેપો રેટમાં 1.35 ટકાનો ઘટાડો કરી ચૂકી છે. જ્યારે 10 વર્ષના બોન્ડ પર યીલ્ડમાં ફક્ત 0.80 ટકા સુધી ઘટાડો આવ્યો છે.

Dec 23, 2019, 03:03 PM IST

બેંકનો આ નવો નિયમ જાણી લેવો જરૂરી, 24 કલાક અને 7 દિવસ મળશે મની ટ્રાન્સફરની સુવિધા

ભારતીય રિઝર્વ બેંકે (RBI) આજથી 16 ડિસેમ્બરથી નેશનલ ઈલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર (NEFT) ની સુવિધાને 24 કલાક અને સાત દિવસ માટે બનાવી દીધી છે. હવે તમે સપ્તાહમાં સાતેય દિવસ અને 24 કલાકમાં ગમે ત્યારે માત્ર એક ક્લિકથી રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. આ સુવિધા માટે તમારી પાસેથી બેંક દ્વારા કોઈ પણ ચાર્જ વસૂલવામાં નહિ આવે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાની ઓગસ્ટ ક્રેડિટ પોલિસીમાં NEFTને 24 કલાક માટે શરૂ કરવાની જાહેરાત કરી છે.

Dec 16, 2019, 10:37 AM IST

દેશની આર્થિક હાલત હજી બગડશે? RBI ગવર્નરે મોટી ચેતવણી આપતા કહ્યું છે કે...

રિઝર્વ બેંક ગવર્નર શક્તિકાંત દાસે વર્તમાન પરિસ્થિતિને જોઈને બેંકોને કમર કસીને તૈયાર રહેવાનું કહ્યું છે

Dec 12, 2019, 03:18 PM IST

2000 રૂપિયાની નોટ બંધ થવા અંગે સરકારે સંસદમાં આપ્યું મોટું નિવેદન!

રાજ્યસભામાં પુછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું કે, "સરકારની હાલ રૂ.2000ની નોટ બંધ કરવાની કોઈ યોજના નથી. સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલથઈ રહ્યો છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, 31 ડિસેમ્બર, 2019થી રૂ.2000ની નોટ બંધ થવા જઈ રહી છે. રૂ. 2000ની નોટ બંધ થવાની નથી કે રૂ.1000ની નવી નોટ માર્કેટમાં આવવાની નથી. નોટ અંગે જે કોઈ વાતો ચાલી રહી છે તે માત્ર અફવા છે."

Dec 10, 2019, 09:43 PM IST

RBIએ ચાલુ નાણાકિય વર્ષનું GDP વિકાસ દરનું અનુમાન ઘટાડી 5 ટકા કર્યું

મુંબઈમાં નાણાનીતિની સમિતિની (Monetary Policy Committee -MPC) ત્રણ દિવસ સુધી ચાલેલી બેઠક પછી આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે(Shaktikant Das) જીડીપી(GDP) વિકાસ દરના અનુમાન પર લેવાયેલા નિર્ણયની જાહેરાત કરી હતી. આ સાથે જ તેમણે સંકેત આપ્યા છે કે, રેપો રેટ(Rapo Rate) આગામી સમય પણ ઘટાડી શકાય છે. 

Dec 5, 2019, 09:48 PM IST

ATMના નિયમોમાં થશે ફેરફાર, RBI લાવશે શોપિંગ માટે નવું કાર્ડ

આરબીઆઈએ(RBI) પ્રીપેડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ(PPI) લોન્ચ કરવાની જાહેરાત કરી છે. તેનો ઉપયોગ 10 હજાર સુધીની કિંમતનો સામાન અને સેવાઓ ખરીદવા માટે કરી શકાશે. આરબીઆઈના જણાવ્યા અનુસાર આ કાર્ડને(Card) બેન્ક એકાઉન્ટ દ્વારા રિચાર્જ(Recharge) કરાવી શકાશે. 

Dec 5, 2019, 08:10 PM IST

RBI એ વ્યાજ દરમાં ન કર્યો ફેરફાર, રેપો રેટ 5.15 ટકા પર યથાવત

ભારતીય રિઝર્વ બેન્ક (RBI) એ ગુરૂવારે પોતાની ક્રેડિટ પોલિસી જાહેર કરી છે. તેમાં આરબીઆઇની મૌદ્વિક નીતિની સમીક્ષામાં રેપો રેટમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. આરબીઆઇએ વ્યાજદર 5.15 ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે. આ ઉપરાંત રિવર્સ રેપો રેટમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી.

Dec 5, 2019, 02:19 PM IST

આજે RBIની ક્રેડિટ પોલીસી થશે જાહેરાત, હોમ-કાર લોન થશે વધુ સસ્તી?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડીયા (RBI)ની ક્રેડિટ પોલિસી (Credit Policy) આજે (5 ડિસેમ્બર)ના રોજ આવશે. બપોરે 12 વાગે આરબીઆઇ પ્રેસ કોંફરન્સ કરી વ્યાજ દરોની જાહેરાત કરશે. ઝી ન્યૂઝના પોલના અનુસાર RBI વ્યાજ દરોમાં એક ચતૃથાંશ ટકાનો ઘટાડો કરી શકે છે. જો RBI દ્વારા આ પ્રકારનો ઘટાડો કરવામાં આવે તો એ વાતની સંભાવના છે કે આગામી દિવસોમાં તમારા ઘર અને કાર લોન પર વ્યાજ દર થોડા વધુ ઘટી શકે છે.

Dec 5, 2019, 10:10 AM IST

ટૂંક સમયમાં બંધ થઇ જશે આ બેંક, જલદી ઉપાડી લો તમારા પૈસા

ફેબ્રુઆરી 2018માં બિઝનેસ શરૂ કરનાર આદિત્ય બિરલા આઇડિયા પેમેંટ્સ લિમિટેડ (ABIPBL) બેંક પોતાનો બિઝનેસ સમેટવા જઇ રહી છે. ભારતીય રિઝર્વ બેંકના અનુસાર કંપનીએ સ્વેચ્છાએ પોતાનો બિઝનેસ સમેટવાની અરજી કર્યા બાદતેના લિક્વિડેશન એટલે કે બંધ કરવાની મંજૂરી આપવામાં આવી છે. 

Nov 19, 2019, 11:14 AM IST

RBI ના ડેપ્યુટી ગવર્નરની દોડમાં પાત્રા, 3 અર્થશાસ્ત્રી અને IAS ઓફિસર પણ સામેલ

ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ડેપ્યુટી ગર્વનરની નિયુક્તિની દોડ કેંદ્વીય બેંકના કાર્યકારી નિર્દેશક માઇકલ પાત્રા અને એમપીસી (નાણાકીય નીતિ સમિતિ)માં બહારના સભ્ય ચેતન ઘાટે સામેલ છે. માનવામાં આવે છે કે એફએસઆરએએસસીએ આ મુદ્દે 10 ઉમેદવારોનો ઇન્ટરવ્યૂ લીધો છે, જેમાં પાત્રા અને ઘાટે ઉપરાંત ત્રણ અન્ય અર્થશાસ્ત્રી અને બે આઇએએસ અધિકારી સામેલ છે.

Nov 10, 2019, 11:38 AM IST

આવતીકાલથી બદલાઇ જશે બેંકોના સુપરવિઝનના નિયમ, RBI એ કર્યો આ ફેરફાર

બેંકો અને એનબીએફસી (NBFC) ના કામકાજમાં ગરબડીની ફરિયાદ મળ્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા (RBI) દ્વારા નવા પગલાં ભરવામાં આવ્યા છે. આરબીઆઇના નવા નિર્ણય હેઠળ હવે બેંકો પર નજર રાખવા અને રેગુલેશન પહેલા અઠવાડિયાથી લાગૂ થશે. 1 નવેમ્બર 2019થી લાગૂ થનાર નિયમ હેઠળ બેંકોના સુપરવિઝન માટે આરબીઆઇમાં જ એક ડિપાર્ટમેન્ટ હશે. આ વિભાગ બધી બેંકો અને એનબીએફસીનું સમયાંતરે સુપરવિઝન કરશે. 

Oct 31, 2019, 03:35 PM IST

દિવાળીના તહેવારો નિમિત્તે RBIએ બજારમાં ઠાલવી 1700 કરોડની નવી નોટો

રૂ.1700 કરોડની ચલણી નોટોમાં અડધો ભાગ રૂ.500ની નોટો છે. એક ચતુર્થાંશ ભાગ 100ની નોટોનો છે. બાકીની રૂ.50, રૂ.20 અને રૂ.10ની નોટો છે. આ વર્ષે રસપ્રદ બાબત એ રહી કે, બેન્કોમાં મોટી નોટોના બદલે નાની નોટોની માગ વધી રહી છે. મોટાભાગની બેન્કોમાં લોકો નવી નક્કોર નોટો લેવા માટે ધક્કા ખાતા જોવા મળ્યા હતા. 
 

Oct 28, 2019, 08:45 PM IST

22 ઓક્ટોબરે બેંકોની હડતાળ, 10 બેંકો બંધ રહેશે, તો આ બેંકોમાં કામકાજ રહેશે ચાલુ

ઓલ ઈન્ડિયા બેંક એમ્પ્લોઈ અસોસિએશન (All India bank Employees Association) દ્વારા 22મી ઓક્ટોબરે દેશવ્યાપી હડતાળ (Bank Strike)નું એલાન કરાયું છે. ત્યારે હડતાળના સમર્થનમાં દેશભરની 10 જેટલી બેંકો (Banks) ના કર્મચારીઓ જોડાશે. આ હડતાળને રાજ્યના 'મહાગુજરાત બેંક એમ્પ્લોઈ એસોસિયેશન તરફથી સમર્થન આપવામાં આવ્યું છે. તો હડતાળને પગલે આવતીકાલે સોમવારે (Monday) દેશના મહત્વના સેન્ટરો પર કર્મચારીઓ દ્વારા રેલી કાઢીને વિરોધ (Protest) પણ કરવામાં આવશે. 

Oct 20, 2019, 09:46 AM IST

PMC જ નહીં દેશની આ સહકારી બેન્કો પણ મુશ્કેલીમાં છે, વાંચો સંપૂર્ણ યાદી

પીએમસી બેન્ક કૌભાંડમાં સોમવાર અને મંગળવાર દરમિયાન બે ખાતાધારકનું હાર્ટ એટેકના કારણે મોત થઈ ગયું હતું. આથી બુધવારે પીએમસી ખાતાધારકોએ કિલ્લા કોર્ટની બહાર 2 મિનિટનું મૌન રાખીને મૃતાત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. પ્રદર્શનકારીઓ પોતાના પૈસા પાછા આપવાની માગણી કરી રહ્યા હતા. 

Oct 16, 2019, 11:34 PM IST

PMC બેંકના ખાતામાં જમા હતાં 80 લાખ, પ્રદર્શન બાદ ખાતા ધારકનું હાર્ટ એટેકથી મોત 

પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડ સામે આવ્યાં બાદથી ખાતાધારકોએ અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પીએમસી બેંકના એક ખાતાધારક સંજય ગુલાટીનું મોત થયું. 

Oct 15, 2019, 10:32 AM IST

કો-ઓપરેટિવ બેન્કના નિયમોમાં શિયાળુ સત્રમાં ફેરફાર શક્યઃ નિર્મલા સિતારમણ

નાણામંત્રી નિર્મલા સિતારમણે જણાવ્યું કે, "પીએમસી બેન્કના કૌભાંડમાં ભારતના નાણા મંત્રાલય દ્વારા કોઈ પગલાં લેવાશે નહીં, કેમ કે આરબીઆઈ નિયામક સંસ્થા છે. તેમ છતાં, મારા પક્ષે મેં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને શહેરી વિકાસ મંત્રાલયનાં સચિવોને આ સમગ્ર કેસનો વિગતવાર અભ્યાસ કરવા જણાવ્યું છે."

Oct 10, 2019, 03:54 PM IST

PMC કૌભાંડ પર નાણા મંત્રીનું નિવેદન, 'કો-ઓપરેટિવ બેંક સાથે સરકારને કોઈ લેવા દેવા નથી'

પંજાબ અને મહારાષ્ટ્ર કો-ઓપરેટિવ (PMC) બેંક કૌભાંડથી પીછો છોડાવતા દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે મોટું નિવેદન આપ્યું છે.

Oct 10, 2019, 02:02 PM IST