shaheen bagh

શાહીન બાગ: વાર્તાકારે કહ્યું, 'મીડિયાની હાજરીમાં બધી વાતો સંભવ નથી'

નાગરિકતા કાનૂન (CAA)ના વિરૂદ્ધ શાહીન બાગ (Shaheen Bagh)માં ચાલી રહેલા ધરણાને ખતમ કરી પ્રદર્શનકારીઓને ત્યાંથી હટાવવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા વાર્તાકાર વકીલ સંજય હેગડે, સાધના રામંદ્વન અને તેમની સાથે વાર્તાકાર આજે શાહીન બાગ પહોંચી ગયા છે.

Feb 19, 2020, 07:56 PM IST

હવે જલ્દી અંત આવશે શાહીન બાગના ધરણાનો અને ખુલશે રસ્તો ! કારણ કે...

આજે શાહીનબાગના પ્રદર્શનકારો સાથે પ્રતિનિધિઓની વાતચીત થવાની છે. તેઓ સાથે મળીને પ્રદર્શનનો અંત લાવવાનો પ્રયાસ કરશે.

Feb 19, 2020, 10:26 AM IST

શાહીન બાગ પર સુપ્રીમ કોર્ટે વાતચીત કરવા બનાવી ટીમ, 24 ફેબ્રુઆરીએ આગામી સુનાવણી

સોમવારે એક અરજીની સુનાવણી પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે, નિયમ પ્રમાણે, પ્રદર્શન કરવાની જગ્યા જંતર-મંતર છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, આ મુદ્દો જનજીવનને ઠપ કરવાની સમસ્યા સાથે જોડાયેલો છે. સુપ્રીમે દિલ્હી પોલીસ કમિશનરને એફિડેવિડ આપવાનું કહ્યું છે. 
 

Feb 17, 2020, 06:49 PM IST

અમિત શાહના ઘરે જઈ રહેલા પ્રદર્શનકારીઓ સાથે પોલીસે કરી વાત, પરત ફર્યા

દિલ્હી પોલીસ તરફથી એક નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, અમે પ્રદર્શનકારીઓને પૂછ્યું કે તે પોતાના પ્રતિનિધિમંડળના તે લોકો વિશે અમને માહિતી આપે જે અમિત શાહને મળવા ઈચ્છે છે. 

Feb 16, 2020, 04:56 PM IST
tight security stand by outside amit shah house shaheen bagh protester women will meet him PT2M47S

અમિત શાહના ઘરની બહાર ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, મળશે શાહીનબાગની મહિલાઓ

શાહીનબાગની મહિલાઓ બપોરે શાહીનબાગથી ગૃહમંત્રી અમિત શાહના આવાસ પર જવા નીકળશે.. CAA મુદ્દે 2 મહિનાથી ચાલી રહેલા ધરણાનો અંત લાવવા ગૃહમંત્રી અમિત શાહ સાથે વાતચીત કરવા માટે નીકળશે. પણ ગૃહ મંત્રાલયે કોઈ પણ પ્રકારની પરવાનગી ના મળી હોવાની વાત સામે આવ્યા બાદ ગૃહમંત્રી અમિત શાહના આવાસની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

Feb 16, 2020, 02:55 PM IST

શાહીનબાગ ધરણામાં થઈ મોટી હલચલ, હવે અમિત શાહ આવ્યા મેદાને

શાહીન બાગ (shaheen bagh) માં ધરણા પર બેસેલા પ્રદર્શનકારીઓનું એક ગ્રૂપ રવિવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (amit shah) સાથે મુલાકાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પ્રદર્શનમાં સામેલ કેટલાક ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી શકે છે. જ્યારે કેટલાક લોકો આ મુલાકાતનો વિરોધ પણ કરી રહ્યાં છે.

Feb 15, 2020, 02:41 PM IST

શાહીન બાગના દેખાવકારોનું PM મોદીને ખાસ વેલેન્ટાઈનવાળું આમંત્રણ, 'મોદી તમે ક્યારે આવશો'

ફેબ્રુઆરીને પ્રેમ મોહબ્બતનો મહિનો કહે છે અને પ્રેમનો સપ્તાહ વેલેન્ટાઈન્સ પૂરો થવા જઈ રહ્યો છે. પ્રેમના આ અઠવાડિયામાં દિલ્હીના શાહીન બાગમાં નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ખાસ વેલેન્ટાઈન કાર્ડ મોકલ્યું છે.

Feb 13, 2020, 09:58 PM IST

'શાહીન બાગ'વાળી ઓખલા સીટ BJP તરફ જતા AAP નેતા કાળઝાળ, કહ્યું-હું 65546 મતોથી આગળ

જેમ જેમ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020ના પરિણામો જાહેર થઈ રહ્યાં છે તેમ તેમ સ્પષ્ટ થઈ રહ્યું છે કે દિલ્હીવાળાઓએ ફરીથી એકવાર અરવિંદ કેજરીવાલને સીએમ તરીકે ચૂંટી લીધા છે. રાજધાની દિલ્હીમાં ત્રીજીવાર આમ આદમી પાર્ટીની સરકાર બનશે. હવે વાત કરીએ નાગરિકતા કાયદાના વિરોધ પ્રદર્શનનું કેન્દ્ર બનેલા શાહીન બાગવાળી ઓખલા સીટની તો અહીં આમ આદમી પાર્ટીના અમાનતુલ્લાહ ખાન અને ભાજપના બ્રહ્મ સિંહ વચ્ચે સીધો મુકાબલો જોવા મળી રહ્યો છે. જો કે અમાનતુલ્લાહ ખાનની ઉપરાઉપરી ટ્વીટથી બધા ચોંકી ગયા છે. કારણ કે ચૂંટણી પંચના જણાવ્યાં મુજબ તેઓ આ બેઠક પર પાછળ છે પરંતુ તેઓ ટ્વીટ કરીને જણાવી રહ્યાં છે કે તેઓ 11 રાઉન્ડની મતગણતરી પછી 65546 મતોથી આગળ છે. અત્રે જણાવવાનું કે ઓખલા વિધાનસભા બેઠક માટે 51 ટકા મતદાન થયું હતું. 

Feb 11, 2020, 12:10 PM IST

Delhi Assembly Election Result: 'શાહીન બાગ'વાળી ઓખલા બેઠક પર ભાજપ આગળ, AAP પાછળ

દિલ્હી વિધાનસભા ચૂંટણીની સૌથી હોટ સીટ ઓખલા પર ભાજપ આગળ જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે દેશભરના લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચનારો શાહીન બાગ આ વિધાનસભા બેઠક હેઠળ આવે છે. પ્રાથમિક તારણોમાં આ બેઠકથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અમાનતુલ્લા ખાન આગળ હતાં પરંતુ હવે ભાજપે લીડ લીધી છે. 

Feb 11, 2020, 09:50 AM IST

શાહીનબાગના પ્રદર્શનકારીઓ પર ટકોર કરીને સુપ્રિમ કોર્ટે ઉઠાવ્યા અનેક સવાલો, કહ્યું કે....

નાગરિકતા કાયદાની વિરુદ્ધ ગત અંદાજે 50 દિવસોથી શાહીન બાગ (Shaheen Bagh)માં ચાલી રહેલા પ્રદર્શન પર આજે સુપ્રિમ કોર્ટે મોટી ટિપ્પણી કરી છે. સુપ્રિમ કોર્ટે આજે સુનવણી દરમિયાન કહ્યું કે, સાર્વજનિક જગ્યા પર અનંત કાળ માટે વિરોધ કરવામાં ન આવી શકે. કોર્ટે એમ પણ ટકોર કરી કે, શુ તમે સાર્વજનિક જગ્યાઓને કેવી રીતે ઘેરી શકો છો. મામલા પર કોર્ટે દિલ્હી પોલીસને નોટિસ જાહેર કરી છે અને આગામી સુનવણી 17 ફેબ્રુઆરીના રોજ થશે.

Feb 10, 2020, 01:19 PM IST

પ્રદર્શનને કારણે બંધ થયેલા શાહીન બાગ રોડ મામલે આજે સુપ્રિમ કોર્ટ કરશે મહત્વની સુનવણી

દિલ્હીના શાહીન બાગ (Shaheen Bagh) માં ચાલી રહેલા ધરણા પ્રદર્શનની વિરુદ્ધ દાખલ કરાયેલી અરજીઓ પર સુપ્રિમ કોર્ટ આજે વિસ્તૃત સુનવણી કરશે. વકીલ અને સામાજિક કાર્યકર્તા અમિત સહાની, બીજેપી નેતા નંદકિશોર ગર્ગ તેમજ અન્ય તરફથી અરજી દાખલ કરવામાં આવી હતી. જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની બેન્ચ આજે આ અરજી પર સુનવણી કરશે.

Feb 10, 2020, 08:59 AM IST

Delhi Election: ચૂંટણીમાં CM યોગીને મોંઘી પડી બિરયાની, ECએ ફટકારી નોટિસ

શાહીન બાગમાં સંશોધિત નાગરિકતા કાયદા વિરુદ્ધ આશરે 2 મહિનાથી ચાલી રહેલા પ્રદર્શનને લઈને યોગી આદિત્યનાથે ચૂંટણી પ્રચાર દરમિયાન આમ આદમી પાર્ટી અને બીજા વિપક્ષી દળો પર આકરા પ્રહારો કર્યાં હતા.

Feb 6, 2020, 09:06 PM IST

કેજરીવાલના ઇરાદાઓ પર પાણી ફરી વળ્યું, AAP કાર્યકર્તા દ્વારા ચલાવાઇ ગોળી: BJP

શાહીન બાગમાં ગોળી ચલાવવાના મામલે ધરપકડ કરાયેલા કપિલ ગુર્જર આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા હોવાના દિલ્હી પોલીસના દાવા બાદ ભાજપનું આક્રમણ અપનાવ્યું છે. દિલ્હી પોલીસના ખુલાસા બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ મંગળવારે મોડી સાંજે નિવેદન જાહેર કરી આમ આદમી પાર્ટી અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) પર જોરદાર નિશાન સાધ્યું.

Feb 5, 2020, 09:00 AM IST

શાહીન બાગઃ કપિલ ગુર્જરના ખુલાસા બાદ AAP પર ભાજપ આક્રમક, કહ્યું- દેશ માફ નહીં કરે, જનતા આપશે જવાબ

ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને AAP પર મોટો હુમલો કર્યો છે. નડ્ડાએ કહ્યું, 'દેશ અને દિલ્હીની જનતાએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો છે. 
 

Feb 4, 2020, 10:38 PM IST

શાહીન બાગમાં ફાયરિંગ કરનાર વ્યક્તિ આમ આદમી પાર્ટીનો સભ્ય, પોલીસ તપાસમાં ખુલાસો

શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ કરનાર કપિલ ગુર્જર આમ આદમી પાર્ટીનો સભ્ય છે. આ જાણકારી પોલીસ તપાસમાં સામે આવી છે. દિલ્હી પોલીસે તેને લઈને કેટલિક તસવીરો પણ જારી કરી છે. 

Feb 4, 2020, 08:04 PM IST

શાહીન બાગ: 4 માસના બાળકને લઈને વિરોધ કરવા આવતી હતી માતા, કાતિલ ઠંડીએ લીધો માસૂમનો ભોગ

શાહીન બાગ (Shaheen Bagh) માં માતા સાથે લગભગ દરરોજ પ્રદર્શનમાં આવનારા 4 મહીનાના મોહમ્મદ જહાનનું ઠંડીમાં ઠુઠવાઈને મોત નિપજ્યું છે. આખી રાત કાતિલ ઠંડીમાં માતા સાથે પ્રદર્શનમાં સતત સાથે રહેનારા મોહમ્મદ જહાનની કાતિલ ઠંડી લાગવાના કારણે અને શ્વાસમાં તકલીફ થવાથી ગત સપ્તાહે મોત નિપજ્યું.

Feb 4, 2020, 12:18 PM IST

દિલ્હીમાં ગર્જ્યા યોગી, કહ્યું- કેજરીવાલને શાહીન બાગમાં બિરયાની ખવડાવવામાંથી સમય નથી

પોતાના ભાષણમાં યોગી આદિત્યનાથે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર પણ નિશાન સાધ્યું હતું. 
 

Feb 2, 2020, 07:36 PM IST

વગર લેવાદેવા ચર્ચાસ્પદ શાહીનબાગ મુદ્દે કૂદી પર અનિલની દીકરી, કહી દીધી મોટી વાત

નાગરિકતા સંશોધન કાયદા (CAA) વિરોધી પ્રદર્શન કેન્દ્ર બનેલ શાહીન બાગ (Shaheen Bagh) માં શનિવારે સાંજે એક યુવકે ગોળીબાર કર્યું હતું, જેના બાદ ત્યાં અફરાતફરી પેદા થઈ હતી. ત્યાં હાજર પોલીસે ગોળી ચલાવનાર યુવકને પકડી લીધો હતો. ગોળીબારીની આ ઘટના શાહીનબાગના એ જગ્યાથી થોડેક દૂર એ જગ્યા પર બની હતી, જ્યાં દોઢ મહિનાથી સીએએ વિરોધી ધરણા ચાલુ છે. શનિવારની આ ઘટના બાદ ધરણા પર બેસેલા લોકોમાં ગુસ્સો ભડકી ગયા હતા. લોકોએ દિલ્હી પોલીસની વિરુદ્ધ જોરદાર નારાબાજી કરી હતી. આ મામલામાં હવે બોલિવુડની ફેમસ એક્ટ્રેસ સોનમ કપૂર (Sonam Kapoor) નું નિવેદન સામે આવ્યું છે.  

Feb 2, 2020, 06:05 PM IST

શાહીન બાગ મુદ્દે હવે જનતાનો રોષ ભભૂક્યો, રસ્તો ખુલ્લો કરાવવા માટે લોકોનું જબરદસ્ત પ્રદર્શન 

દિલ્હી વિધાનસભા ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે શાહીનબાગ આજે સવારે મોટો હંગામો જોવા મળ્યો. અત્યાર સુધી નાગરિકતા કાયદાની સામે પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના દેખાવકારો સામે હવે સામાન્ય જનતાનો ગુસ્સો ફાટી નીકળ્યો છે.

Feb 2, 2020, 02:00 PM IST

શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ, પોલીસ કસ્ટડીમાં આરોપી બોલ્યો- દેશમાં માત્ર હિન્દુનું ચાલશે

શાહીન બાગ વિસ્તારમાં ફાયરિંગ થવાની માહિતી છે. પોલીસે ગોળી ચલાવનાર વ્યક્તિને કસ્ટડીમાં લઈ લીધો છે. 
 

Feb 1, 2020, 06:15 PM IST