shivsena

CM ઉદ્ધવ ઠાકરેને પ્રેસ કોન્ફરન્સમાં પૂછાયો સવાલ, શું તમે સેક્યુલર થઈ ગયા છો? સાંભળીને ભડકી ગયા

શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) એ ગુરુવારે મહારાષ્ટ્ર (Maharashtra) ના મુખ્યમંત્રી પદના શપથ લીધા. શપથ લીધા બાદ ગણતરીના કલાકોમાં પહેલી કેબિનેટ બેઠક પણ બોલાવી લીધી. આ બેઠક બાદ પત્રકારો સાથે વાતચીત કરી. મીડિયા સાથે વાતચીત દરમિયાન જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું શિવસેના(Shivsena) સેક્યુલર થઈ ગઈ છે? આ સવાલ સાંભળતા જ ઠાકરે ભડકી ગયા હતાં. 

Nov 28, 2019, 11:59 PM IST

ઉદ્ધવ ઠાકરેને રાજકારણમાં આવવું જ નહતું, પરંતુ આ એક વ્યક્તિએ જીવનની દિશા બદલી નાખી

ઉદ્ધવ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. ઠાકરે પરિવારમાંથી પહેલીવાર કોઈ વ્યક્તિ મહારાષ્ટ્ર (Maharashtra) ના સીએમ પદે બિરાજમાન થયા છે. માતોશ્રીથી રાજકારણની જે લકીર તેમના પિતા બાળાસાહેબ ઠાકરેએ ખેંચી હતી તેમાં સીએમની ખુરશી પર બેસવા માટે ઉદ્ધવે થોડો ફેરફાર કર્યો. પરિણામ એ આવ્યું કે રિમોટથી સરકાર ચલાવતો ઠાકરે પરિવાર આજે પોતે સત્તાની ડ્રાઈવિંગ સીટ પર બિરાજમાન થયો. આથી આજનો દિવસ શિવસેના (Shivsena)  અને શિવસૈનિકો માટે  ખુબ મહત્વનો છે. 

Nov 28, 2019, 09:33 PM IST
Uddav will talk oath as CM of Maharastra PT3M42S

શિવસેના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav thackeray) આજે સાંજે મહારાષ્ટ્ર (Maharastra)ના સીએમ (CM) તરીકે લેશે શપથ

શિવસેના (Shivsena) પ્રમુખ ઉદ્ધવ ઠાકરે (Uddhav thackeray) આજે સાંજે મહારાષ્ટ્ર (Maharashtra)ના સીએમ (CM) પદના શપથ લેવા જઈ રહ્યાં છે. આ શપથ સમારોહ માટે વડાપ્રધાન મોદી (Modi), અમિત શાહ (Amit Shah)થી માંડીને કોંગ્રેસના સોનિયા ગાંધી (Sonia gandhi) અને રાહુલ ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું છે. ફિલ્મી જગત અને વ્યાપાર જગતના મોટા નેતાઓને પણ આમંત્રીત કરવામાં આવ્યા છે.

Nov 28, 2019, 10:00 AM IST

Maharashtra: અમિત શાહે તોડ્યું મૌન, કહ્યું- 'સોનિયા અને શરદ પવારે સત્તા માટે કરી સોદાબાજી'

Maharashtra News: શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ (Congress) ના મહા વિકાસ આઘાડી ગઠબંધનની જે સરકાર બનવા જઈ રહી છે તેના પર ગૃહ મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે (Amit Shah) સવાલ ઉઠાવ્યાં છે. અમિત શાહે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી અને એનસીપી પ્રમુખ શરદ પવાર પર આરોપ લગાવ્યો છે કે આ બંનેએ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે સોદાબાજી કરી.

Nov 27, 2019, 06:36 PM IST

ઉદ્ધવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી, શરદ પવારના ચરણસ્પર્શ કરી લીધા આશિર્વાદ

આ બેઠકમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ગઠબંધનને 'મહા વિકાસ અઘાડી' (Maha Vikas Aghadi) નામ આપવામાં આવ્યું છે. ઉદ્ધવ ઠાકરેને મહાવિકાસ અઘાડીને ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે.

Nov 26, 2019, 08:33 PM IST

ઉદ્ધવ ઠાકરે આવતીકાલે લઈ શકે છે CM પદની શપથ, જયંત પાટિલ અને થોરાત બની શકે Dy CM

મંગળવારે સાંજે શિવસેના, એનસીપી અને કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોની એક બેઠક યોજાવાની છે, જેમાં ઉદ્ધવ ઠાકરેને ધારાસભ્ય દળના નેતા ચૂંટવાની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. 

Nov 26, 2019, 06:07 PM IST

મુંબઈ: શિવસેનાએ ફાઈવ સ્ટાર હોટલમાં 100 રૂમ બૂક કર્યાં, ભાડું જાણી આંખો પહોળી થઈ જશે

મહારાષ્ટ્રમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ દરમિયાન શિવસેના (Shivsena)એ હોર્સટ્રેડિંગના ડરે પોતાના અને સમર્થક વિધાયકોને માયાનગરી મુંબઈની લલિત હોટલમાં રાખ્યા છે. આ ફાઈવ સ્ટાર  હોટલના 100 રૂમ બૂક કરાવવામાં આવ્યાં છે જેમાંથી 3 તો લક્ઝરી પ્રેસિડેન્શિયલ રૂમ છે. 

Nov 24, 2019, 04:32 PM IST
Maharashtra NCP Metting 42 Mla Come PT5M1S

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: NCPની મીટીંગમાં પહોચ્યા 42 ધારાસભ્યો, જુઓ વીડિયો

મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો: NCPની મીટીંગમાં પહોચ્યા 42 ધારાસભ્યો, જુઓ વીડિયો

Nov 23, 2019, 07:40 PM IST

Maharashtra Govt Formation Live : શિવસેના અને એનસીપીએ સાથે મળીને કરી પ્રેસ કોન્ફરન્સ, કોંગ્રેસે ન આપી હાજરી

એનસીપી (NCP) અને શિવસેના (Shivsena)એ સાથે મળીને પ્રેસ કોન્ફરન્સ, મહારાષ્ટ્રના રાજકારણની લેટેસ્ટ પરિસ્થિતિ વિશે કરવામાં આવ્યા ખુલાસા

Nov 23, 2019, 12:29 PM IST

બગાવતી ભત્રીજો શાણો નીકળ્યો, અજીત પવારે કાકાની જ જૂની દવા તેમને પીવડાવી દીધી

મહારાષ્ટ્ર (Maharashtra Politics) માં મોટી રાજકીય ઉલટફેર થઈ છે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસની વચ્ચે સરકાર બનાવવાની વાતચીત વચ્ચે બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તો એનસીપીના નેતા અજિત પવાર ઉપમુખ્યમંત્રી બન્યા છે. અજિત પવાર એ જ શખ્સ છે, જેમના સમર્થનની સાથે ફડણવીસે સીએમ પદના શપથ લીધા છે. પહેલા 25 ધારાસભ્યો, પણ હવે 35 ધારાસભ્યો અજીત પવાર (Ajit Pawar) ના સમર્થનમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. અજિત પવાર મહારાષ્ટ્રમાં એનસીપીના સૌથી મોટા નેતા માનવામાં આવે છે. ત્યારે ચારેતરફથી લોકો એમ જ કહી રહ્યા છે, અજીત પવારે કાકા શરદ પવારનો જ જૂનો દાવ ખેલ્યો છે. 1978માં શરદ પવારે (Sharad Pawar) સત્તામાં આવવા માટે કંઈક આવું જ કર્યું હતું. 

Nov 23, 2019, 11:19 AM IST

72 કલાકમાં BJPએ ખેલ પાડ્યો, રાત્રે 11થી 4 સુધી નેતાઓની વાતચીત, અને સવારે તખ્તાપલટ

Maharashtra Govt Formation Live: મહારાષ્ટ્રમાં (Maharashtra Politics) સરકાર બનવાને લઈને ચાલી રહેલી લાંબી ખેંચતાણનો અંત એવો આવ્યો કે, ભલભલા રાજકીય પંડિતોના મગજ પણ ચકરાઈ ગયા છે. NCP, કોંગ્રેસ અને શિવસેના (Shiv Sena) સાથે મળીને સરકાર બનાવવાની સહમતી બનવાના બીજા જ દિવસે દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) મુખ્યમંત્રી બની ગયા. માત્ર 72 કલાકના ગાળામાં ભાજપે મોટી ચાલ રચી હતી. 

Nov 23, 2019, 10:53 AM IST

Maharashtra Politics : સવારે 5.47 કલાકે રાષ્ટ્રપતિ શાસન હટ્યું, અને 8.15 કલાકે ભાજપ-NCPએ સત્તા બનાવી

મહારાષ્ટ્રમાં (Maharashtra Politics) શનિવારે સવારે મોટી રાજકીય ઉથલપાથલ થઈ. ભાજપના દેવેન્દ્ર ફડણવીસે (Devendra Fadnavis) ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ ભગત સિંહ કોશિયરીએ તેમને પદની ગુપ્તતાના શપથ અપાવ્યા હતા. તો રાંકપા નેતા અને શરદ પવાર (Sharad Pawar) ના ભત્રીજા અજીત પવારે (Ajit Pawar) ઉપમુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. 9 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન (President rule) લાગ્યું હતું, જે આજે સવારે 5.47 કલાકે હટાવી દીધું હતું. તેના બાદ સવારે 8.15 કલાકે ફડણવીસ અને અજીત પવારે શપથ લીધા હતા.

Nov 23, 2019, 10:30 AM IST
Udhav Thakrey Cm Of Maharastra PT4M52S

NCP અને કોંગ્રેસે મારી મહોર, ઉદ્વવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી

NCP અને કોંગ્રેસે મારી મહોર, ઉદ્વવ ઠાકરે બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી

Nov 22, 2019, 11:25 PM IST
Congress NCP And Shivsena Make Goverment In Maharastra PT5M8S

કોંગ્રેસ અને NCPએ શિવસેનાને આપ્યું સમર્થન, જુઓ વીડિયો

કોંગ્રેસ અને NCPએ શિવસેનાને આપ્યું સમર્થન, જુઓ વીડિયો

Nov 22, 2019, 10:35 PM IST

ઉદ્ધવ ઠાકરેને કેમ નથી બનવું મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? આ છે તેની પાછળનું મુખ્ય કારણ 

મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદ માટે ઉદ્ધવ ઠાકરેનું નામ સર્વસંમતિથી ઊભરી આવ્યું છે. તેમની પાર્ટીના તમામ ધારાસભ્યોએ એક સૂરમાં માગણી કરી છે કે ઉદ્ધવ ઠાકરે જ મુખ્યમંત્રી બને. પરંતુ તમામ દબાણ વચ્ચે ઉદ્ધવે મુખ્યમંત્રી બનવાની ના પાડી દીધી છે.

Nov 22, 2019, 06:36 PM IST

મહારાષ્ટ્ર: BMCમાં મેયર અને ડે.મેયર સીટ પર શિવસેનાનો કબ્જો, ઉલ્હાસનગરમાં મોટો ઉલટફેર

શિવસેના(Shivsena)ના કોર્પોરેટર કિશોરી પેડણેકર મુંબઈ(Mumbai)ના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યાં છે. જ્યારે શિવસેનાના જ સુહાર વાડેકર ડેપ્યુટી મેયર પદ માટે ચૂંટાયા છે.

Nov 22, 2019, 05:30 PM IST
Today Maharashtra Picture Clear, Party Leader Meet PT1M46S

આજે મહારાષ્ટ્રમાં ચિત્ર સ્પષ્ટ થઇ જશે, ત્રણેય પાર્ટીના નેતાઓ આજે કરશે મુલાકાત

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ મળીને સરકાર બનાવી શકે છે. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેનું નામ મુખ્યમંત્રી પદની રેસમાંથી નીકળી ગયા પછી હવે બીજા નામોની ચર્ચા શરૂ થઈ છે .

Nov 22, 2019, 09:10 AM IST

મહારાષ્ટ્રમાં કોણ બનશે CM અને ડેપ્યુટી CM? આ ત્રણ છે રેસમાં સૌથી આગળ

મહારાષ્ટ્રમાં શિવસેના, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) અને કોંગ્રેસ મળીને સરકાર બનાવી શકે છે. શિવસેનાના યુવા નેતા આદિત્ય ઠાકરેનું નામ મુખ્યમંત્રી પદની રેસમાંથી નીકળી ગયા પછી હવે બીજા નામોની ચર્ચા શરૂ થઈ છે

Nov 22, 2019, 07:58 AM IST

સંજય રાઉત તાબડતોબ શરદ પવારને મળવા દોડ્યા, કહ્યું-'સરકાર બનાવવાની જવાબદારી અમારી નથી'

મહારાષ્ટ્રનો રાજકીય ડ્રામા હવે દિલ્હી પહોંચી ગયો છે. પહેલા એનસીપી પ્રમુખ શરદ પવારે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. ત્યારબાદ તરત શિવસેના સાંસદ સંજય રાઉત પણ એનસીપી પ્રમુખને મળવા માટે તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં. શરદ પવાર સાથે મુલાકાત બાદ સંજય રાઉતે કહ્યું કે સરકાર બનાવવાની જવાબદારી તેમની નથી, જે લોકો પાસે આ જવાબદારી છે તેઓ તો દૂર ભાગી રહ્યા છે. રાઉતે એમ પણ કહ્યું કે તેમને પૂરેપૂરો ભરોસો છે કે બહુ જલદી મહારાષ્ટ્રમાં શિવસેનાની સરકાર બનશે. 

Nov 18, 2019, 10:14 PM IST

બાલ ઠાકરેને 20 વર્ષ પહેલાં સવાલ કરાયો હતો કે શું NCP સાથે કરશો ગઠબંધન? મળ્યો હતો જડબાતોડ જવાબ

શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરે (bal thackeray)ની આજે પુણ્યતિથી છે. આ સંજોગોમાં તેમના જીવનનો એક કિસ્સો જાણવાનું રસપ્રદ સાબિત થશે.

Nov 17, 2019, 01:09 PM IST