shivsena

LIVE : મહારાષ્ટ્રઃ શિવસેનાએ રાજ્યપાલ સમક્ષ 161 ધારાસભ્યોના ટેકા સાથે સરકાર રચવાનો દાવો કર્યો

શિવસેનાના 56 ધારાસભ્ય અને એનસીપીના 54 ધારાસભ્યો સાથે શિવસેનાને 7 અપક્ષોનો ટેકો હોવાનો દાવો છે. આ ગણતરી સાથે પણ 117નો આંકડો થાય છે. હવે તેમને કોંગ્રેસના 44 ધારાસભ્યોનો ટેકો મળ્યો છે તો આ આંકડો કુલ 161 ધારાસભ્યનો થાય છે. આ રીતે. બહુમતિ માટે જરૂરી 145નો આંકડો સરળતાથી પુરો થઈ જશે. 

Nov 11, 2019, 06:10 PM IST
Shivsena Meet Maharashtra Governor PT7M

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહાભારત યથાવત, શિવસેના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે મહાભારત યથાવત, શિવસેના રાજ્યપાલ સાથે કરશે મુલાકાત

Nov 11, 2019, 05:25 PM IST

મહારાષ્ટ્રનું અંકગણિતઃ જૂઓ કઈ પાર્ટીના કેટલા ધારાસભ્ય ચૂંટાયેલા છે, કોણ સત્તા મેળવી શકશે?

મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના ગઠબંધન સ્પષ્ટ બહુમતિ હોવા છતાં પોત-પોતાની શરતોના કારણે સરકાર રચવામાં અસમર્થ રહ્યું છે, જેના કારણે હાલ રાજ્યમાં સરકાર રચનાનું કોકડું હજુ ગુંચવાયેલું છે. 288 સીટની વિધાનસભામાં બહુમત માટે 145 સીટ હોવી જરૂરી છે. 

Nov 11, 2019, 04:14 PM IST

ઉલટી ગંગાઃ અત્યાર સુધી નેતાઓ 'માતોશ્રી' જતા હતા, હવે ઉદ્ધવ સત્તા માટે પવારને મળવા પહોંચ્યા

ભાજપ-શિવસેના ગઠબંધન તુટી જવાની સાથે જ સત્તા માટે નવો સાથીદાર શોધવા માટે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને 'માતોશ્રી'ની બહાર નિકળવું પડ્યું છે. રાજ્યમાં સરકારની રચના બનાવવા માટે ઉદ્ધવ આજે હોટલ તાજ લેન્ડ્સ એન્ડમાં એનસીપીના નેતા શરદ પવારને મળવા માટે પહોંચ્યા હતા.

Nov 11, 2019, 03:43 PM IST

મહારાષ્ટ્રના રાજકારણમાં 'કટપ્પા' અને 'બાહુબલી'ની એન્ટ્રી, શિવસેનાના જૂના નિવેદનો વાઈરલ

ભારતીય જનતા પાર્ટી (BJP)નો સાથ છોડીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)નો ટેકો લેનારી શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ સોશિયલ મીડિયા પર શિવસેનાની ખુબ ટીકા થઈ રહી છે. 

Nov 11, 2019, 12:40 PM IST

કોંગ્રેસના આ દિગ્ગજ નેતાએ કહ્યું, 'વહેલી ચૂંટણી માટે તૈયાર રહો, મહારાષ્ટ્રમાં 2020માં યોજાશે ચૂંટણી'

સંજય નિરૂપમે ટ્વીટ કરીને કહ્યું છે કે રાજ્યમાં ભલે ગમે તેની સરકાર બને પરંતુ તે વધુ દિવસ સુધી ચાલશે નહીં. 

Nov 11, 2019, 11:37 AM IST

BJP વિપક્ષમાં બેસવા તૈયાર પરંતુ 50-50નું વચન નિભાવવા તૈયાર નથી: શિવસેના

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા રાજકીય ઘમાસાણ વચ્ચે આજે શિવસેનાના નેતા સંજય રાઉતે ભાજપ પર નિશાન સાધ્યું છે. રાઉતે કહ્યું કે ભાજપ વિપક્ષમાં બેસવા માટે તૈયાર છે પરંતુ 50-50 પર પોતાનું વચન નિભાવવા માંગતો નથી. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના રાજનીતિક હાલાત માટે અમે નહીં પરંતુ ભાજપ જવાબદાર છે. 

Nov 11, 2019, 10:38 AM IST

ઉદ્ધવ બની શકે છે મહારાષ્ટ્રના હવે પછીના મુખ્યમંત્રી, અજિત પવાર નાયબ મુખ્યમંત્રીઃ સૂત્ર

આ સરકારને ટેકો આપવાના બદલામાં કોંગ્રેસને વિધાનસભા અધ્યક્ષનું પદ આપી શકે છે. સૂત્રો અનુસાર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર વચ્ચે થયેલી વાટાઘાટોમાં મંત્રીમંડળનું સ્વરૂપ પણ ફાઈનલ થઈ ચૂક્યું છે. 

Nov 10, 2019, 11:40 PM IST
Arvin savant will resign PT1M11S

કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંત આપી શકે છે રાજીનામુ...

કેન્દ્રીય મંત્રી અરવિંદ સાવંત આપી શકે છે રાજીનામુ. શિવસેના અને ભાજપ વચ્ચેનો ડખો હવે છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. જેથી શિવસેના ક્વોટાના મંત્રી અરવિંદ સાવંત આપી શકે છે રાજીનામું.

Nov 10, 2019, 11:15 PM IST

મહારાષ્ટ્રઃ શિવસેના આવતીકાલે સરકાર બનાવવાનો દાવો રજુ કરી શકે, NCP આપશે ટેકો- સૂત્ર

શિવસેનાના રાજ્યસભાના સાંસદ સંજય રાઉતે રવિવારે સાંજે જણાવ્યું કે, પાર્ટીના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું છે કે મહારાષ્ટ્રમાં હવે પછીનો મુખ્યમંત્રી શિવસેનાનો હશે. તેમણે કહી દીધું એટલે સમજી લો કે તે જ થશે, પછી તે કોઈ પણ કિંમતે કેમ ન હોય. 
 

Nov 10, 2019, 09:03 PM IST

મહારાષ્ટ્રઃ BJP એકલા હાથે સરકાર બનાવવા અસમર્થ, રાજ્યપાલ કોશ્યારીને આપી માહિતી

કાર્યવાહક મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં ભાજપની કોર કમિટીની બેઠક મળી હતી, જેમાં રાજ્યપાલના આમંત્રણને પગલે નવી સરકાર નહીં રચવાનો સર્વસંમતિથી નિર્ણય લેવાયો હતો.

Nov 10, 2019, 06:55 PM IST

મહારાષ્ટ્રઃ BJPની કોર કમિટીની બેઠક અનિર્ણિત, હવે કેન્દ્રીય નેતૃત્વ પર મદાર

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો પક્ષ હોવાના ધોરણે રાજ્યપાલ દ્વારા તેને સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાજ્યપાલે ભાજપને 11 નવેમ્બર સુધીમાં સરકારની રચના અંગે જવાબ આપવાનો સમય આપ્યો છે.

Nov 10, 2019, 05:40 PM IST

શિવસેના સાથે સત્તામાં ભાગીદાર બનવું વિનાશકારી પગલું સાબિત થશેઃ સંજય નિરૂપમ

સંજયે પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, "મહારાષ્ટ્રમાં વર્તમાન રાજકીય અંકગણિતમાં કોંગ્રેસ-એનસીપીની સરકાર બનવી અશક્ય છે. કોંગ્રેસે કોઈ પણ પરિસ્થિતિમાં શિવસેના સાથે સત્તામાં ભાગીદારી કરવા અંગે ન વિચારવું જોઈએ."

Nov 10, 2019, 04:05 PM IST

મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે શિવસેનાને સમર્થન આપવા તૈયાર NCP: સૂત્ર

શરદ પવાર (Sharad Pawar)ના નેતૃત્વવાળી રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી (NCP) મહારાષ્ટ્રમાં સરકાર બનાવાઅ માટે શિવસેના (Shivsena) ને સમર્થન આપવા માટે તૈયાર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એનસીપી અને શિવસેના ગઠબંધનની સરકાર બનાવશે. જ્યારે કોંગ્રેસ બહારથી સમર્થનનો વિસ્તાર કરશે.

Nov 10, 2019, 08:21 AM IST

મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ BJPને આપ્યું સરકાર બનાવવા આમંત્રણ

રાજ્યપાલે ભાજપને 11 નવેમ્બર સુધીમાં સરકારની રચના અંગે જવાબ આપવાનો સમય આપ્યો છે. જોકે, સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ભાજપ લઘુમત સાથે સરકાર બનાવવાના પક્ષમાં નથી. રાજ્યપાલનું આમંત્રણ મળ્યા પછી ભાજપ સરકાર બનાવવાનો ઈનકાર કરી શકે છે.

Nov 9, 2019, 10:59 PM IST
udhav thakre press conference PT2M42S

મહારાષ્ટ્રની માથાકુટ: ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર કર્યા પ્રહાર

મહારાષ્ટ્રની માથાકુટ: ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર કર્યા પ્રહાર. ઉદ્ધવએ જણાવ્યું કે, અમે કોઇ સાથે વિશ્વાસઘાત નથી કર્યો. અમે જે બોલ્યા છીએ તે પાળ્યું છે.

Nov 8, 2019, 08:00 PM IST

શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે અમારે ફડણવીસ અને શાહની જરૂર નથીઃ ઉદ્ધવ ઠાકરે

ઉદ્ધવ ઠાકરેએ આગળ કહ્યું કે, "બાલા સાહેબને વચન આપ્યું હતું કે, હું શિવસેનાનો મુખ્યમંત્રી બનાવીશ. શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માટે મારે ફડણવીસ અને અમિશ શાહના આશિર્વાદની જરૂર નથી. તેમના સાચા-ખોટાના પ્રમાણપત્રની જરૂર નથી."

Nov 8, 2019, 07:40 PM IST

ફડણવીસના વાર પર શિવસેનાનો પલટવાર, 'અમે ઈચ્છીએ તો સરકાર બનાવી શકીએ છીએ'

રાઉતે જણાવ્યું કે, "50-50 ફોર્મ્યુના નક્કી થઈ છે કે નહીં એ હું જાણતો નથી, પરંતુ ઉદ્ધવ ઠાકરે સાહેબ કહી રહ્યા છે કે નક્કી થયું હતું. નિતિન ગડકરી એ સમયે હાજર ન હતા. જો મુખ્યમંત્રી કહે છે કે ભાજપની સરકાર ફરી આવશે તો અમે શુભેચ્છા પાઠવીએ છીએ. અમે ઈચ્છીએ તો સરકાર બનાવી શકીએ છીએ અને શિવસેનાનો મુખ્યમંત્રી પણ બની શકે છે."
 

Nov 8, 2019, 06:30 PM IST

મહારાષ્ટ્રમાં હાલ નહીં લાગે રાષ્ટ્રપતિ શાસન, વર્તમાન સરકારનો વધી શકે છે કાર્યકાળ

રાજભવનના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, 9 નવેમ્બરના રોજ કાર્યકાળ સમાપ્ત થયા પછી રાજ્યમાં તાત્કાલિક રાષ્ટ્રપતિ શાસન નહીં લાગે. એવું કહેવાય છે કે, વર્તમાન સરકારનો કાર્યકાળ વધુ એક સપ્તાહ કે તેનાથી વધુ સમય માટે લંબાવી શકાય છે. 
 

Nov 7, 2019, 07:39 PM IST
Mahabharata for power Maharashtra PT6M23S

મહારાષ્ટ્રમાં સત્તા માટે ‘મહાભારત’ ઉદ્ધવ ઠાકરે લેશે મહત્વનો નિર્ણય

મહારાષ્ટ્રમાં સત્તા માટે ‘મહાભારત’ ઉદ્ધવ ઠાકરે લેશે મહત્વનો નિર્ણય

Nov 7, 2019, 06:05 PM IST