sports

રમત ગમત વિકાસ યોજના હેઠળ ૫૦૦ ગામડાઓમાં રમત-ગમત મેદાનો વિકસિત કરાશે

રાજ્યના યુવાનો રમતગમત ખેલકૂદમાં કૌશલ્ય દાખવી ગુજરાતનું નામ ઉજાળે સાથોસાથ તેમણે સરકારી નોકરીઓની તકો માટે યોગ્ય માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લાઓમાં રમત વીરો માટે રોજગાર માર્ગદર્શન કેન્દ્ર શરૂ કર્યા છે.

Oct 1, 2020, 02:35 PM IST

કુંવારા બાપ બનવા જઈ રહેલા હાર્દિક પંડ્યાએ કર્યો વધુ એક ધડાકો

ભારતીય ટીમના વિસ્ફોટક બોલર હાર્દિક પંડ્યા (Hardik Pandya) પિતા બનવા જઈ રહ્યાં છે. હાલમાં જ તેણે આ વાતની માહિતી ફેન્સને આપી હતી. પંડ્યાનું કહેવુ છે કે, તેના માતાપિતાને પણ આ વાતની જાણકારી ન હતી કે તે મોડલ નતાશા સ્ટેનકોવિક (Natasha Stankvoic) સાથે સગાઈ કરવા જઈ રહ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં હાર્દિક પંડ્યાએ નતાશા સાથે સગાઈ કરી હોવાની માહિતી આપી હતી. દૂબઈમાં આયોજિત એક નાનાકડા સમારોહમાં કૃણાલ પંડ્યા (Krunal Pandya) અને તેની પત્ની હાજર રહ્યા હતા. 

Jun 5, 2020, 09:05 AM IST

રોહિત શર્માએ જણાવ્યુ, કોરોના વાયરસમા પણ છુપાયો છે ધરતી માતાનો સકારાત્મક સંદેશ

કોવિડ-19 મહામારીને કારણે જ્યાં લોકોને પોત-પોતાના ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે તો તેના કારણે પ્રકૃતિ પર પણ ઘણી અસર પડી છે. 

May 14, 2020, 08:37 PM IST

ઋષિ કપૂરના નિધનથી ખેલજગત પણ શોકાતુર, સચિન-કોહલી સહિતની હસ્તીઓએ આ રીતે કર્યા યાદ

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન થયું છે. તેમણે સવારે 8:45 કલાકે હોસ્પિટલમાં છેલ્લા શ્વાસ લીધા.  ઋષિ કપૂરના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર વ્યાપી ગઈ છે. રાજકીય હસ્તીઓની સાથે સાથે ખેલજગતની દિગ્ગજ હસ્તીઓએ પણ તેમને ઋદ્ધાંજલિ આપી છે. 

Apr 30, 2020, 02:14 PM IST

બંગાળને હરાવીને સૌરાષ્ટ્રનો શાનદાર વિજય, Ranji Trophy જીતી ઈતિહાસ સર્જ્યો

રણજી ટ્રોફી (ranji trophy) ફાઇનલમાં સૌરાષ્ટ્રની ટીમનો પ્રથમ વખત વિજય થયો છે. બંગાળ અને સૌરાષ્ટ્ર (#SAUvsBEN) વચ્ચે ફાઇનલ મેચમાં સૌરાષ્ટ્રએ શાનદાર જીત મેળવી છે. પ્રથમ ઇનિંગમાં સૌરાષ્ટ્રની ટીમે 10 વિકેટ ગુમાવી 425 રન બનાવ્યા હતા. જેની સામે બંગાળની ટીમે 10 વિકેટ ગુમાવી 381 રન કર્યા હતા. પ્રથમ ઇનિંગમાં અર્પિત વસાવડાની સદી અને ચેતેશ્વર પૂજારા સહિત 3 ખેલાડીઓની અર્ધ સદીથી સૌરાષ્ટ્ર (saurastra) ને જીત મળી છે. તો ફાસ્ટ બોલર જયદેવ ઉનડકટની કેપ્ટનશિપ અંતર્ગત  સૌરાષ્ટ્રની ટીમે આ જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, છેલ્લા 8 વર્ષમાં સૌરાષ્ટ્રની ટીમ ચાર વખત ફાઇનલ સુધી પહોંચી હતી. સતત ત્રણવાર ફાઇનલમાં હાર બાદ આજે સૌરાષ્ટ્રની ટીમ ચોથી ફાઇનલ મેચમાં શાનદાર જીત મેળવી શકી હતી. 

Mar 13, 2020, 02:49 PM IST
today saurastra and bengal ranji trophy final 2020 PT4M1S

સૌરાષ્ટ્ર-બંગાળની રણજી ટ્રોફી મેચ માટે રવિન્દ્ર જાડેજાએ પાઠવી શુભેચ્છા....

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં આજે સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજી ટ્રોફીની ફાઈનલ રમાનાર છે. ત્યારે સૌરાષ્ટ્રની ટીમને જીત માટે રવીન્દ્ર જાડેજાએ શુભેચ્છા પાઠવી છે. સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચે રણજીની ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચેતેશ્વર પુજારા, શેલ્ડન જેક્સન અને જયદેવ ઉનડકટ આ મેચમાં આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. તો ઘરેલુ મેદાન પર ટીમને જીતવાનો વિશ્વાસ છે.

Mar 9, 2020, 12:00 PM IST

ઘરેલુ ક્રિકેટના બાદશાહ કહેવાતા આ ઈન્ડિયન ક્રિકેટરે જાહેર કરી પોતાની રિટાયરમેન્ટ

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટ્સમેન વસીમ ઝાફરે (Wasim Jaffer) શનિવારે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે. 42 વર્ષીય જાફરે 31 ટેસ્ટ મેચમાં 34.11ના અંદાજથી કુલ 1944 રન બનાવ્યા, જેમાં 5 સદી અને 11 અર્ધસદી ફટકારી હતી. તેમનો સર્વોચ્ચ સ્કોર 212 રન રહ્યો છે. આ રીતે 2 દાયકાથી સતત રમી રહેલ જાફરના શાનદાર કરિયરનો અંત થઈ ગયો છે.

Mar 7, 2020, 04:53 PM IST

ભેંસોને દોડાવીને પોપ્યુલર બની જનાર શ્રીનિવાસે ઠુકરાવી દીધી ખેલ મંત્રીની ઓફર...

કર્ણાટકમાં ભેંસોને દોડાવીને રેકોર્ડ બનાવનાર શ્રીનિવાસ ગૌડા (Srinivasa Gowda) હાલ ફરીથી ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર હવે તેમનો વીડિયો વાયરલ થવા લાગ્યો છે. લોકો તેને ભારતનો ઉસૈન બોલ્ટ કહી રહ્યા છે. જેના બાદ ખેલ મંત્રી કિરણ રિજીજુ (Kiren Rijiju) એ આ બાબતની નોઁધ લીધી હતી અને સ્પોર્ટસ ઓથોરિટી ઈન્ડિયાના ટ્રાયલમાં તેને આમંત્રણઆ આપ્યું હતું. પરંતુ ગૌડાએ આ ટ્રાયલમાં ભાગ લેવાની સ્પષ્ટ ના પાડી હતી. 

Feb 18, 2020, 10:40 AM IST
green marathon held at Ahmedabad riverfront by SBI group PT52S

SBI ગ્રુપ દ્વારા અમદાવાદના રિવરફ્રન્ટ પર ગ્રીન મેરેથોન યોજાઈ

SBI ગ્રુપે શહેરના રિવરફ્રન્ટ પર ગ્રીન મેરેથોનનું આયોજન કર્યું હતું. આ મેરેથોન 1 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર એમ ત્રણ ભાગમાં યોજાઈ હતી. જેને લીલી ઝંડી આપવા માટે પૂર્વ વિકેટ કીપર અને બેટ્સમેન નયન મોંગિયા હાજર રહ્યા હતા. આ ઉપરાંત SBI અમદાવાદ સર્કલના CGM દુઃખબંધુ રથ તેમજ SBI ગ્લોબલ માર્કેટસના DMD એચ.કે. જીના ઉપસ્થિત રહ્યા હતા. આ ગ્રીન મેરેથોનમાં 9 હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો.

Feb 9, 2020, 06:25 PM IST

Shocking સમાચાર: મહાન બાસ્કેટબોલ પ્લેયરનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં મોત, 13 વર્ષની દીકરી પણ હતી સાથે

અમેરિકા (America) ના કેલિફોર્નિયા (California)માં થયેલ હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે. મૃતકોમાં અમેરિકાના ફેમસ બાસ્કેટબોલ પ્લેયર કોબે બ્રાયન્ટ (Kobe Bryant) અને તેમની દીકરી પણ સામેલ હતી. બ્રાયન્ટના મોતથી દુનિયાભરના તેમના બાસ્કેટબોલ પ્રેમીઓમાં નિરાશા વ્યાપી ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ શોકિંગ ન્યૂઝ પર દુખ વ્યક્ત કર્યું છે. તો હોલિવુડ એક્ટ્રેસ બનેલી પ્રિયંકા ચોપરાએ પણ તેઓને ઈન્સ્ટાગ્રામ પર શ્રદ્ધાંજલિ આપી છે. ઉલ્લેખનીય છે કે, બ્રાયન્ટ અમેરિકાના સૌથી પોપ્યુલર બાસ્કેટબોલ પ્લેયરમાંથી એક હતા.

Jan 27, 2020, 09:54 AM IST

India vs New Zealand: અમ્પાયરની નજરમાં ન ચઢી મનીષ પાંડેની આ મોટી મૂર્ખામી, નહિ તો ચિત્ર કંઈક જ હોત....

ઓકલેન્ડ ટી20 (Auckland T20I) કોમ્પિટિશનમાં ભલે ભારત 6 વિકેટથી જીત મેળવવામાં સફળ રહ્યું હોય, પરંતુ ન્યૂઝીલેન્ડ (India vs New Zealand)ની વિરુદ્ધ મેચ દરમિયાન એક એવી ઘટના બની, જે ભારત માટે નુકસાનદાયક સાબિત થઈ શક્તી હતી. ઓન ફિલ્ડ અમ્પાયર મનીષ પાંડેની ભૂલ પર ધ્યાન ન આપી શક્યા. નહિ તો ભારતને પાંચ રનની પેનલ્ટી પણ લાગી શક્તી હતી. 

Jan 25, 2020, 09:23 AM IST

Photos : સ્ટાઈલમાં તો ધોનીની પત્નીની પણ બાપ છે આ ક્રિકેટરની પત્ની

ભારતીય ટીમના ક્રિકેટર્સ વિશે તો દરેક કોઈ જાણે છે, પરંતુ તેમની પત્નીઓ વિશે તેમના ફેન્સ બહુ ઓછુ જાણતા હોય છે. તેમાં પણ હાલ વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોનીની પત્ની સૌથી વધુ ચર્ચામાં રહે છે. પરંતુ ક્રિકેટની વાત હોય અને વિરેન્દ્ર સહેવાગનું નામ ન આવે તેવુ કેવી રીતે બને. ક્રિકેટરના પત્નીઓની વાત કરીએ તો વિરેન્દ્ર સહેવાગની લવ સ્ટોરી પણ મજેદાર છે. પરંતુ તેમની પત્ની આરતી સિંહ કોઈ મોડેલથી ઓછી લાગતી નથી. આરતી સિંહ પણ હંમેશા ચર્ચામાં રહે છે.

Jan 19, 2020, 12:46 PM IST

એક વાર જે આ Video જોઈ લે, તે ઝીવા ધોનીના વખાણ કરતા થાકતા નથી... ચબરાક છે ધોનીની દીકરી

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની (Mahendra Singh Dhoni) ભલે હાલ ક્રિકેટના મેદાનથી દૂર રહ્યા હોય, પરંતુ કોઈને કોઈ કારણે તેઓ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહે છે. તેમજ હંમેશા ચર્ચામાં રહે છે. ત્યારે તેમની દીકરી ઝીવા (Ziva Dhoni) હંમેશા સોશિયલ મીડિયામાં ચમકતી રહે છે. ઝીવા ધોની કોઈ સ્ટારથી ઓછી નથી. તેની તસવીરો અને વીડિયો હંમેશા લોકોને પસંદ આવે છે. આવામાં ઝીવાનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media) પર ધૂમ મચાવી રહ્યો છે અને તેજીથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં મહેન્દ્ર સિંહ ધોની અને સાક્ષી ધોનીની લાડલી દીકરી ભજન ગાતી દેખાઈ રહી છે.

Jan 4, 2020, 11:37 AM IST

‘કમજોર છે, તારાથી નહિ થાય....’ સાંભળીને મોટી થયેલી ગુજરાતની રોમાએ એ સ્પર્ધા જીતી, જે દેશમાં કોઈ મહિલાએ નથી જીતી

"મારી છોરી કોઈ છોરો સે કમ હે કે..." સુરતના શાહ પરિવાર માટે આ કહેવત એકદમ સાચી પડી છે. કારણ કે તેમની દીકરી રોમા શાહ (Roma Shah) ભારતની પ્રથમ એવી મહિલા ખેલાડી બની છે કે જેણે દેશ માટે રશિયાના મોસ્કોમાં યોજાયેલી વર્લ્ડ રો પાવર લિફ્ટીંગ ચેમ્પિયનશિપ (world raw powerlifting) માં બે ગોલ્ડ અને સિલ્વર મેડલ મેળવ્યા છે. રોમાએ માઈનસ 10 ડિગ્રીમાં ત્રણ કેટેગરીમાં 330 કિલો વજન ઉંચકી વિશ્વના 2000 ખેલાડીઓને આશ્ચર્યમાં મૂકી દીધા હતા.

Dec 29, 2019, 08:49 AM IST

Photos: સાળીના લગ્નમા ક્યાંય ન દેખાયો ક્રિકેટર શોએબ મલિક, સાનિયા દીકરાને લઈને એકલી ફરતી રહી

સાનિયા મિર્ઝા (Sania Mirza) ની બહેન અનમ મિર્ઝા (Anam Mirza) અને મોહમંદ અસુદ્દીને (Mohammad Asaduddin) તાજેતરમાં જ લગ્ન કર્યાં, ત્યારે હવે તેમના લગ્ન બાદ રિસેપ્શનની તસવીરો પણ સામે આવી છે. બંને એકબીજાની હાથમાં હાથ નાંખીને રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતા નજરે ચઢ્યા હતા. આ તસવીરો અનમ મિર્ઝા અને સાનિયા મિર્ઝાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે. જોકે, આ સમગ્ર લગ્નમાં સાનિયા મિર્ઝાનો પાકિસ્તાની પતિ અને ક્રિકેટર શોએબ મલિક ગાયબ દેખાયો હતો. જેની પણ મીડિયામાં બહુ ચર્ચા ચાલી છે. 

Dec 16, 2019, 09:52 AM IST

સૌરવ ગાંગુલીએ ટીમ ઈન્ડિયાના સિલેક્શન મામલે મોટો નિર્ણય લીધો

એમએસકે પ્રસાદની અધ્યક્ષતાવાળી સીનિયર સિલેક્શન સમિતિ હવે ભારતીય ટીમનું સિલેક્શન નહિ કરે. હવે આ સિલેક્શન સમિતિનો કાર્યકાળ પૂરો થઈ ગયો છે. બીસીસીઆઈની 88મી વાર્ષિક સામાન્ય બેઠક (AGM) બાદ સૌરવ ગાંગુલી (Sourav Ganguly) એ આ વાતની માહિતી આપી હતી. બીસીસીઆઈ (BCCI) ની એજીએમ રવિવારે મુંબઈમાં થઈ હતી. તેમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. એજીએમએ બીસીસીઆઈના સંવિધાન સંશોધનને પણ મંજૂરી આપી દીધી છે, જેથી સૌરવ ગાંગુલી અને અન્ય પદાધિકારીઓનો કાર્યકાળ વધારી શકાય.

Dec 2, 2019, 10:08 AM IST

Pics : આમિર ખાનથી ચાર ચાસણી ચઢે તેવા છે વડોદરાના આ પિતા, દીકરીને ફૂટપાથ પર શીખવાડે છે કુશ્તી

ગુજરાત સરકાર દ્વારા ‘ખેલે ગુજરાત’નો જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરા (Vadodara) ની દંગલ ગર્લ વિદ્યા ઠાકુર ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરવા મજબૂર બની છે. વિદ્યાના પિતા તેને ફૂટપાથ પર કુશ્તીની પ્રેક્ટિસ કરાવે છે. ત્યારે કેમ વિદ્યા કુશ્તી રમવા એકેડમીમાં નથી જઈ શકતી અને શું છે તેની મજબૂરી તે જુવો વિશેષ અહેવાલમાં. આ અહેવાલ જોઈને તમને આમીર ખાનની ‘દંગલ’ (Dangal) ફિલ્મ યાદ આવશે, જેમાં એક પિતા પોતાની દીકરીઓને ખેતરમાં કુશ્તી રમતા શીખવાડે છે.  

Nov 26, 2019, 03:23 PM IST

Ind vs Bang. 2nd T20 : રાજકોટમાં ભારતનો 8 વિકેટે ભવ્ય વિજય

રોહિત શર્મા મેદાન પર ઉતરવાની સાથે 100 ટી20 મેચ રમનારો ભારતનો પ્રથમ ખેલાડી બની ગયો છે. 43 બોલમાં 85 રન ફટકારનાર રોહિત શર્માને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. 

Nov 7, 2019, 07:08 PM IST

કર્ણાટક બન્યું વિજય હજારે ચેમ્પિયન, અભિમન્યુ મિથુનની બર્થડેના દિવસે હેટ્રીક

કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં હેટ્રીક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હેટ્રીક લેનારો તે કર્ણાટકનો પ્રથમ બોલર બન્યો છે. મિથને અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે સળંગ 3 વિકેટ ઝડપી હતી.

Oct 26, 2019, 09:23 PM IST

IND vs SA Ranchi day 2: રોહિતની તોફાની બેટિંગ, ડબલ સદી ફટકારી

ઓપનર રોહિત શર્માએ રાંચીમાં પોતાના ટેસ્ટ કરિયરનો બેસ્ટ સ્કોર બનાવ્યો છે. તેમણે રાંચીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 249 બોલમાં બીજી સદી પૂરી કરી છે. આ દરમિયાન હિટમેનએ 28 ચોગ્યા અને 6 સિક્સ ફટકારી છે. તેઓએ 255 બોલમાં 212 રન બનાવ્યા. આ પહેલી એવી તક હતી, જ્યાં રોહિતે ટેસ્ટમાં બીજી સદી ફટકારી છે. જ્યારે કે ત્રીજીવાર તે 150થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. આ પહેલા તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 177 રન હતો. જે તેઓએ પોતાના ડેબ્યુ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની સામે કોલકાત્તામાં નવેમ્બર, 2013માં બનાવ્યો હતો. 

Oct 20, 2019, 01:20 PM IST