sports

કર્ણાટક બન્યું વિજય હજારે ચેમ્પિયન, અભિમન્યુ મિથુનની બર્થડેના દિવસે હેટ્રીક

કર્ણાટકના ફાસ્ટ બોલર અભિમન્યુ મિથુને આ મેચમાં હેટ્રીક લઈને ઈતિહાસ રચ્યો હતો. આ ટૂર્નામેન્ટમાં હેટ્રીક લેનારો તે કર્ણાટકનો પ્રથમ બોલર બન્યો છે. મિથને અંતિમ ઓવરના ત્રીજા, ચોથા અને પાંચમા બોલે સળંગ 3 વિકેટ ઝડપી હતી.

Oct 26, 2019, 09:23 PM IST

IND vs SA Ranchi day 2: રોહિતની તોફાની બેટિંગ, ડબલ સદી ફટકારી

ઓપનર રોહિત શર્માએ રાંચીમાં પોતાના ટેસ્ટ કરિયરનો બેસ્ટ સ્કોર બનાવ્યો છે. તેમણે રાંચીમાં રમાઈ રહેલ ત્રીજી ટેસ્ટના બીજા દિવસે 249 બોલમાં બીજી સદી પૂરી કરી છે. આ દરમિયાન હિટમેનએ 28 ચોગ્યા અને 6 સિક્સ ફટકારી છે. તેઓએ 255 બોલમાં 212 રન બનાવ્યા. આ પહેલી એવી તક હતી, જ્યાં રોહિતે ટેસ્ટમાં બીજી સદી ફટકારી છે. જ્યારે કે ત્રીજીવાર તે 150થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો છે. આ પહેલા તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર 177 રન હતો. જે તેઓએ પોતાના ડેબ્યુ ટેસ્ટમાં વેસ્ટ ઈન્ડીઝની સામે કોલકાત્તામાં નવેમ્બર, 2013માં બનાવ્યો હતો. 

Oct 20, 2019, 01:20 PM IST

World Boxing Championship : મંજુએ હારવા છતાં પણ બનાવ્યો ઈતિહાસ, તોડ્યો મેરિકોમનો રેકોર્ડ

બીજી સીડ પાલ્ટસેવા સામે મળેલા આ પરાજય સાથે મંજુને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો છે. પાંચ ન્યાયાધિશે યજમાન રશિયાની ખેલાડીના તરફેણમાં 29-28, 29-28, 30-27, 30-27, 28-29 પોઈન્ટ આપ્યા હતા. આ મુકાબલા સાથે જ વિશ્વ ચેમ્પિયનશિપમાં ભારતીય અભિયાન સમાપ્ત થઈ ગયું છે. 

Oct 13, 2019, 06:21 PM IST

INDvsSA: સાઉથ આફ્રિકા પર ભારે પડી ટીમ ઈન્ડિયા, બીજી ટેસ્ટ મેચ સાથે સીરિઝ પણ જીતી

ભારતે (India) સાઉથ આફ્રિકા (South Africa) સામે શાનદાર પ્રદર્શન કરીને બીજી ટેસ્ટ મેચ 137 રનથી જીતી લીધી છે. ભારતીય ટીમે (Team India) ત્રણ મેચની સીરિઝની પહેલી ટેસ્ટમાં મહેમાન ટીમને 203 રનથી હરાવ્યું હતું. હવે ટીમે પૂણેમાં રમાયેલ બીજી ટેસ્ટ પણ ઐતિહાસિક અંતરથી જીતી લીધી છે. આ જીત સાથે જ તેણે ટેસ્ટ સીરિઝમાં 2-0થી ગ્રોથ મેળવ્યો છે. એટલું જ નહિ, કોહલી એન્ડ કંપનીએ દક્ષિણ આફ્રિકીની ટીમથી ફ્રીડમ ટ્રોફી એટલે કે ગાંધી-મંડેલા ટ્રોફી (Gandhi-Mandela Trophy) પણ મેળવી લીધી છે. 

Oct 13, 2019, 03:21 PM IST

ICC World Test Championshipમાં ભારતીય ટીમના નામે વધુ એક સિદ્ધી થશે

હોસ્ટ ભારત અને સાઉથ આફ્રિકા (India vs South Africa) ની ટીમ ગુરુવારે વધુ એક મેચમાં આમને-સામને આવશે. આ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (ICC World Test Championship) માં ભારતની ચોથી અને સાઉથ આફ્રિકાની આ બીજી મેચ હશે. નવ ટીમની આ ચેમ્પિયનશિપમાં ભારતીય ટીમ  (Team India)  ત્રણ મેચ જીતીને પહેલા સ્થાન પર જતી રહી છે. સાઉથ આફ્રિકાને હજી પણ આ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ખાતુ ખોલવાનું બાકી છે.

Oct 9, 2019, 10:09 AM IST

જીત માટે 11 ઓવરમાં 5 રનની જરૂર હતી, તેમ છતા હારી ગઈ ટીમ, જુઓ રોમાંચક મેચનો VIDEO

ક્રિકેટની દુનિયામાં અનેક રોમાંચક મેચ બની છે, જેમાં અંતિમ સમયે ટીમ જીતતા-જીતતા હારી જાય છે. તો ક્યારેક હારતા-હારતા જીતી જાય છે. આ પ્રકારના ટાઈમિંગવાળી સ્પર્ધામાં કેટલીક મેચ એવી પણ હોય છે, જ્યાં ટીમની જીત નક્કી થઈ જાય, તેમ છતા તેને હારનો સામનો કરવો પડે છે. આવી જ એક મેચ ઓસ્ટ્રેલિયામાં જોવા મળી. ઓસ્ટ્રેલિયાની ઘરેલુ ટુર્નામેન્ટ માર્શ કપ 2019માં તસ્માનિયા અને વિક્ટોરીયાની વચ્ચે મેચ રમાઈ રહી હતી. તસ્માનિયાને જીત માટે 11 ઓવરમાં 5 રનની જરૂર હતી. જ્યારે કે હાથમાં 5 વિકેટ હતી. પરંતુ કેવલ 8 બોલમાં મેચ પલટાઈ ગઈ.

Sep 24, 2019, 11:27 AM IST

Pro Kabaddi League 2019 : ગુજરાત અને જયપુરની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી ટાઈ

દિપક હુડા અને વિશાલની શાનદાર લડાયક રમત છતાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-7 (Pro Kabaddi League 2019) ની એક મેચમાં યજમાન જયપુર પિંક પેન્થર્સ અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી ટાઈમાં પરિણમી હતી. દિપક હુડાએ 18 રેઈડમાં ચાર પોઈન્ટ, જ્યારે કે વિશાલે સાત ટેકલમાં નવ પોઈન્ટ મેળવીને ટીમ માટેની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં રેફરીના કેટલાક નિર્ણયો ગુજરાતની તરફેણમાં રહ્યા ન હતા.

Sep 22, 2019, 03:06 PM IST

ઈંગ્લેન્ડના આ ક્રિકેટરે ટેસ્ટ ક્રિકેટમાં બ્રેકની જાહેરાત કરી, લીધું સ્માર્ટ ડિસીઝન

કેટલાક ક્રિકેટર્સે (Cricket) રિટાયર્ટ થવાની જાહેરાત કરતા કંઈક અલગ રીત અપનાવી છે. બ્રેક લેવાની. માનવામાં આવી રહ્યું છે કે, પ્લેયર્સ પોતાના દેશની ટીમમાં સિલેક્શન ન થવા પર પોતાની નારાજગી માટે આ રીતનો ઉપયોગ કરી રહ્યા છે. હાલમાં જ પાકિસ્તાન (Pakistqan) ના પેસર વહાબ રિયાઝે ટેસ્ટ ક્રિકેટ (Test Cricket) માંથી બ્રેક લીધો હતો. હવે આ મામલામાં ઈંગ્લેન્ડ (England)ના મોઈન અલી (moin Ali)નું નામ પણ સામેલ થયું છે. સંયોગ એ પણ છે કે, હાલમાં જ ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે (ECB)પોતાના પ્લેયર્સ (Cricketers) માટે કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. તેમાં ટેસ્ટ કોન્ટ્રાક્ટમાં મોઈન અલીનું નામ નથી.

Sep 21, 2019, 01:58 PM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદીઓને મળી મોટી ગિફ્ટ

આજે પીએમ મોદી(Narendra Modi) નો જન્મદિવસ (Happy Birthday PM) છે, અને તેમણે ગુજરાતમાં નર્મદા નદી (Narmada Dam)ના વધામણા કરીને પોતાનો જન્મદિવસ ઉજવ્યો છે. ત્યારે આ પ્રસંગે અમદાવાદીઓને મોટી ગિફ્ટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે અમદાવાદ (Ahmedabad)ની સાબરમતી નદી (Sabarmati River)માં વોટર રાઈડ (Water Sports) શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રીના 69માં જન્મદિવસે (PM Modi Live) અમદાવાદના નાગરિકોને વોટર રાઈડ (water Rides) એક્ટિવિટીની ભેટ મળી છે.  

Sep 17, 2019, 03:58 PM IST

Video: પતિની વધુ એક સફળતા પર જાહેરમાં ઈમોશનલ થઈ અનુષ્કા

દેશના સૌથી જૂના સ્ટેડિયમમાંથી એક ઐતિહાસિક ફિરોઝ શાહ કોટલા સ્ટેડિયમ (firoz shah kotla stadium) નું નામ અરુણ જેટલી (Arun Jaitley) સ્ટેડિયમ હશે. દિલ્હી તેમજ જિલ્લા ક્રિકેટ સંઘ (DDCA) એ ગુરુવારે જવાહર લાલ નહેરુ સ્ટેડિયમમાં એક ભવ્ય કાર્યક્રમ આયોજિત કરીને પોતાના દિવંગત પૂર્વ અધ્યક્ષ અરુણ જેટલી (Arun Jaitley) ને સન્માનિત કર્યું. સાથે જ ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat kohli) પણ હાજર રહ્યા.

Sep 13, 2019, 11:17 AM IST

ક્રિકેટ સિવાય અન્ય ગેમમાં ગુજરાતને પહેલીવાર અર્જુન એવોર્ડ અપાવનાર હરમિત દેસાઇ

કોઇપણ ખેલાડી માટે અર્જુન એવોર્ડ મેળવવાનું લક્ષ્ય ત્યારથી હોય છે. જ્યારથી તે રમવાનું શરૂ કરે છે. ભારતના અનેક ખેલાડીઓને તેમના ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ દર વર્ષે અર્જુન એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે પણ ગુજરાતના બે ખેલાડીઓને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે જો કે, મહત્વની વાત એ છે કે ક્રિકેટ સિવાય અન્ય કોઇ સ્પોર્ટસના ખેલાડીને અર્જુન એવોર્ડ અપાયો હોય તેવી પહેલી ઘટના છે. મૂળ સુરતના એવા હરમિત દેસાઇને ટેબલટેનિસની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઇને અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે. 

Aug 18, 2019, 05:25 PM IST

Photos : ડરને હંફાવી સુરતની ઋષિતાએ બાઈક રેસિંગમાં કાઠું કાઢ્યું

‘ધૂમ... ધૂમ...’ અવાજ આવે એટલે સ્વાભાવિક છે કે આપણે બાઈકની જ વાત કરી રહ્યા હોઈએ. રેસિંગ ટ્રેક પર જ્યારે 100થી વધુની ઝડપે જ્યારે બાઈક ચાલતી હોય છે, રાઈડરની એક નાની ભૂલ તેને ભારે પડે છે, એક સેકન્ડથી પણ ઓછા સમયમાં તેની જીતની આશા પર પાણી ફરી વળે છે. આમ તો આ સ્પોર્ટ્સમાં એક સમયે પુરુષોનો એકાધિકાર હતો, પરતું સમય જતા મહિલાઓએ પણ પોતાનું સાહસ બતાવી સુપર સ્પીડ બાઈક રેસમાં બતાવ્યું છે, પરંતુ બાઈક રેસિંગ સ્પોર્ટ્સમાં ગુજરાતી મહિલાઓ ભાગ લેતી જ નથી. જોકે સુરતની ઋષિતા ભાલાળા ગુજરાતની પહેલી મહિલા બાઈક રાઈડર બની છે. 

Jul 24, 2019, 03:10 PM IST

અમિત શાહના ટ્વિટ પર પાક સેનાનું રિએક્શન, કહ્યું- સ્ટ્રાઇક અને મેચની સરખામણી ના કરો

પાકિસ્તાની આર્મીના મીડિયા વિંગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સ (આઇએસપીઆર)ના ડિરેક્ટર જનરલ આસિફ ગફૂરે સોમવારે ભારતના ગૃહમંત્રી અમિત શાહને ક્રિકેટમાં ભારત સામે પાકિસ્તાનની હાર અને દેશની બોર્ડર પર થયેલા અથડામણની સરખામણી ના કરવાનો આગ્રહ કર્યો છે.

Jun 18, 2019, 10:25 AM IST

શુટિંગ ચેમ્પિયનશિપમાં ભરૂચની વિદ્યાર્થીની ઝળકી, મેળવ્યું મેડલ

ભરૂચ જિલ્લા રાઇફલ એસોસિએશનમાં તાલીમ મેળવતા શુટરો રાજ્યકક્ષાની સ્પર્ધામાં મેડલ મેળવ્યા છે. 

May 13, 2019, 04:03 PM IST

VIDEO: પુરીમાં 'ફાની'નું તાંડવ, 200 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ રહ્યો છે પવન

ચક્રવાત ફાની આજે સવારે લગભગ 8 કલાકે ઓડિશાના તટ પર ટકરાયું છે. પુરી સહિત અન્ય દરિયાકાંઠાના વિસ્તારોમાં તેના કારણે 200 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

May 3, 2019, 11:34 AM IST

ICC : અમેરિકાને 15 વર્ષ બાદ મળ્યો વન ડે ટીમનો દરજ્જો, ઓમાન પણ 'એલીટ ક્લબ'માં

આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન-2માં અમેરિકાની શરૂઆત ખરાબ રહી હતી, પરંતુ ત્યાર પછી તેણે સતત ત્રણ મેચ જીતી હતી અને આંતરરાષ્ટ્રી વન ડે ટીમનો દરજ્જો મેળવ્યો હતો 
 

Apr 25, 2019, 07:50 PM IST

વિશ્વકપ પહેલા અફગાનિસ્તાન બોર્ડે કેપ્ટનને હટાવ્યો, ખેલાડીઓએ રાષ્ટ્રપતિ ગનીને કરી ફરિયાદ

એક દિવસ પહેલા બોર્ડે અસગરને ત્રણેય ફોર્મેટમાંથી કેપ્ટન પદે હટાવવાનો નિર્ણય કર્યો છે. જ્યાં વનડેના કેપ્ટન માટે ગુલબદીન નાઇબનું નામ નક્કી કરવામાં આવ્યું તો, ટેસ્ટ માટે રહમત શાહ અને ટી20 માટે રાશિદ ખાનને સુકાન સોંપવાનો નિર્ણય લેવાયો છે.

Apr 6, 2019, 04:31 PM IST

IPL 2019, CSKvsRCB: ચેન્નઈએ ઉદઘાટન મેચમાં બેંગલોરને સાત વિકેટે આપ્યો પરાજય

આઈપીએલની 12મી સિઝનનો પ્રારંભ થઈ ગયો છે. મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નઈ સુપર કિંગ્સે વિરાટ કોહલીની બેંગલુરૂને હરાવીને ટૂર્નામેન્ટમાં વિજય સાથે પ્રારંભ કર્યો છે. 
 

Mar 23, 2019, 11:07 PM IST

IPL 2019: મુંબઈ ઈન્ડિયન્સને લાગ્યો બીજો ઝટકો, મિલ્ને થયો બહાર

મુંબઈ ઈન્ડિયન્સના ફાસ્ટ બોલર એડમ મિલ્ને એડીમાં ઈજાને કારણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી સિઝનમાંથી બહાર થઈ ગયો છે. 
 

Mar 23, 2019, 03:13 PM IST

પ્લેઓફ દરમિયાન યોજાઇ શકે છે મહિલા આઈપીએલ પ્રદર્શની મેચઃ BCCI અધિકારી

આઈપીએલના પ્લેઓફ દરમિયાન મહિલા ટી20 પ્રદર્શની મેચનું આયોજન કરાવી શકાય છે. 

Feb 25, 2019, 06:30 PM IST