surat fire tragedy

અમદાવાદ : સુરત આગકાંડ બાદ ટ્યુશન ક્લાસીસના સંચાલકોની NOC લેવા પડાપડી

સુરતમાં બનેલી આગની ઘટનાના પડઘા રાજ્યભરમાં પડ્યા છે. જે બાદ અમદાવાદમાં પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફાયરસેફ્ટી અને તેની એનઓસી વગરના એકમો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અત્યાર સુધી અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા 350 ટ્યુશન ક્લાસીસને ફાયરની નવી એનઓસી આપવામાં આવી છે. અને આ પ્રક્રિયા હજીપણ ચાલુ જ છે. 

Jun 1, 2019, 09:11 AM IST

ફાયર સેફ્ટીના સાધનો હોવાથી અમદાવાદમાં સુરત આગ જેવી ઘટના બનતા રહી ગઈ

સુરત આગકાંડનો બનાવ હજી પણ તાજો છે. લોકો હજી પણ એ 22 માસુમોના મોતનો મલાજો પણ સંભાળાયો નથી, ત્યાં અમદાવાદની એક સ્કૂલમાં આગની બનાવ બન્યો હતો. જોકે, ફાયર બ્રિગેડની મદદથી તરત આગને કાબૂમાં લઈ લેવાઈ હતી. 

May 31, 2019, 10:33 AM IST

સુરત આગકાંડમાં સૌથી મોટો ખુલાસો : બિલ્ડરે બંધ કર્યો હતો ચોથા માળે જતો દાદરો

સુરતના તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો હાલ થયો છે. જેમાં ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હોવાનું સામે આવ્યું છે. આ તસવીરમાં સ્પષ્ટ દેખાય છે કે, ત્રીજા અને ચોથા માળ વચ્ચે એક સીડી હતી, જે બિલ્ડર દ્વારા બંધ કરવામાં આવી હતી. 

May 30, 2019, 02:37 PM IST
PIL Filed For  Safety of Student Rights after Surat Fire Tragedy PT1M51S

સુરત આગકાંડને લઇને સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી અરજી

વકીલ પવન પાઠકે આ મામલે સુપ્રીમ કોર્ટમાં PIL દાખલ કરી છે, અને માગ કરી છે કે, દેશભરમાં ખાનગી ક્લાસિસને નિયમબદ્ધ કરવામાં આવે.તેમજ વિદ્યાર્થીઓના મૂળ અધિકારોની સુરક્ષા માટે વહેલી તકે નિર્દેશ આપવાની અને ક્લાસિસના માપદંડો નક્કી કરવા માટે સુપ્રીમ કોર્ટ જરૂરી સુચના આપે, તેવી પણ પવન પાઠકે માગ કરી છે.

May 29, 2019, 04:00 PM IST
Surat: Demolition of Illegal Constructions PT5M43S

સુરત આગકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, હાથ ધરી ડિમોલિશન કાર્યવાહી

સુરતમાં સતત ત્રીજા દિવસે પણ ડિમોલિશન કાર્યવાહી કરવામાં આવી રહી છે.શાળા સહિતના 30 સ્થળો પર ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે.કાર્યવાહી દરમિયાન 28 શાળામાં ગેરકાયદે બાંધકામ મનપાની મંજૂરી વિના કર્યું હોવાનું સામે આવતા, તમામ શાળાના ગેરકાયદે બાંધકામને તોડવામાં આવ્યા.સુરતના ચાર ઝોનમાં તંત્ર ડિમોલિશન કાર્યવાહી કરી રહ્યું છે.

May 28, 2019, 01:20 PM IST
Vadodra: People Queue Up at Fire Dept. Office for NOC PT5M48S

વડોદરામાં ફાયર વિભાગની ઓફિસમાં કેમ લાગી લાંબી લાઈન?

વડોદરા: ટ્યુશન ક્લાસિસ પર પ્રતિબંધને લઈ સંચાલકોની દોડ. બદામડી બાગ ફાયર વિભાગની ઓફિસમાં લાંબી લાઈન. ફાયર વિભાગ પાસેથી NOC લેવા સંચાલકોની પડાપડી.

May 28, 2019, 01:15 PM IST
Surat: Authorities in Action PT4M28S

સુરત આગકાંડ બાદ તંત્ર એક્શન મોડમાં, સીલિંગ અભિયાન યથાવત

સુરત તક્ષશિલા આર્કેડમાં અગ્નિકાંડ મામલે તંત્ર હરકતમાં.મનપાના ફાયર વિભાગનું ત્રીજા દિવસે પણ સીલિંગ અભિયાન. ફાયર સેફટી ન હોય તેવા તમામ કોમ્પ્લેક્ષ સીલ કરાશે .કલાસીસ, હોસ્પિટલ સહિતના એકમો પર બોલાવાશે તવાઈ.

May 28, 2019, 11:10 AM IST
Surat: Fire Safety Ladder PT5M46S

જર્મનીથી આવી ગયેલી ફાયર સેફ્ટી લેડર તંત્રની બેદરકારીના કારણે કેમ ખાઈ રહી હતી ધૂળ

આગકાંડ બાદ હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. સુરત ફાયર વિભાગને નવી લેડર મળી છે. પણ મહત્વની વાત તો એ છે કે,આ લેડર છેલ્લાં સાત-આઠ દિવસથી મુંબઈ પોર્ટ પર જર્મનીથી આવી ગઈ હતી, પણ ધૂળ ખાતી પડી હતી. સુરત આગકાંડ બન્યા બાદ તેને મુંબઈથી તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવી હતી.

May 27, 2019, 10:25 PM IST
Surat: Municipal Police Commissioner Suspends Junior Engineer PT4M57S

તક્ષશિલા આર્કેડ આગકાંડ મામલે વધુ એક સસ્પેન્ડ,જાણો વિગત

સુરત : જુનીયર ઈજનેર હરેરામ દુર્યોધન સિંધ સસ્પેન્ડ.મ્યુનિસિપલ કમિશ્નર એમ થેન્નારસને સસ્પેન્ડ કર્યા.

May 27, 2019, 10:20 PM IST
Surat Municipal Commissioner in Conversation With Zee 24 Kalak PT6M4S

સુરત મ્યુનિ. કમિશનરની ઝી 24 કલાક સાથે ખાસ વાતચીત

સુરત આગની ઘટના બાદ મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસને કરી સમિતિની રચના, આગની ઘટનાઓનો અભ્યાસ કરશે સમિતિ, આધુનિક ફાયર સર્વિસ,ઈન્ફ્રાસ્ટ્રકચર, શહેરની કટોકટી, જટિલતા અને જોખમો પણ તપાસશે, મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સમિતિને આપી મંજૂરી.

May 27, 2019, 08:00 PM IST
Surat: Hardik Patel Sits Out on Dharna in Front of Police Station PT2M28S

સુરતમાં હાર્દિક પટેલ પોલીસ સ્ટેશનની બહાર કેમ બેઠો ધરણા પર?

સુરતમાં હાર્દિક પટેલ પોલીસ સ્ટેશન બહાર બેઠો ધરણા પર,સાત કલાક થવા છત્તા પણ હજુ સુધી હાર્દિકને મુક્ત કરાયો નથી. ત્યારે વહેલી તકે છોડવાની હાર્દિકે માગ કરી છે.નોંધનીય છે કે, સુરતના સરથાણા જકાત નાકા પાસે હાર્કિદ પટેલની કાર રોકી પોલીસે તેની અટકાયત કરી છે. હાર્દિક પટેલ ઉપવાસ પર બેસે તેવી પોલીસને શંકા હોવાથી સુરત પોલીસે હાર્દિક પટેલની અટકાયત કરાઇ, પરંતુ સાત કલાક થવા છતાં મુક્ત ન કરતાં હાર્દિક પટેલ સુરત પોલીસ મથક બહાર જ ઉપવાસ પર બેસી ગયો છે.

May 27, 2019, 07:15 PM IST
Surat Fire Tragedy : City Development Officer Holds Press Conference PT39M36S

સુરત અગ્નિકાંડ મુદ્દે થયા અનેક ખુલાસા,શહેર વિકાસ વિભાગના અગ્રસચિવે યોજી પત્રકાર પરિષદ

સુરત અગ્નિકાંડને લઇને શહેર વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશ પુરીએ અહેવાલ સોંપ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને પ્રાથમિક તપાસ અહેવાલ સુપરત કર્યો છે.મુકેશ પુરીએ જણાવ્યું કે એસીના આઉટડોર યુનિટમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગ હતી.તેમજ વધમાં જણાવ્યું કે ઇમારતમાં બીજી સીડી હતી પરંતુ તેનો દરવાજો બંધ હોવાના કારણે મોટી હોનારત સર્જાઇ છે.

May 27, 2019, 06:20 PM IST
Hardik Patel Taken to Police Station in Surat PT3M12S

હાર્દિક પટેલની અટકાયત મામલો: હાર્દિક પટેલને લઇ જવાયો પોલીસ મથક

હાર્દિક પટેલની અટકાયત મામલો: હાર્દિક પટેલને ઇચ્છાપોર પોલીસ મથક રખાયો છે. હાર્દિક આગ દુર્ઘટના સ્થળે ધરણા પર બેસવાનો હતો. પોલોસે સરથાણા પાસેથી અટકાયત કરી.

May 27, 2019, 06:00 PM IST
CM Rupani Reacts on Surat Fire Tragedy Report PT4M16S

CM વિજય રૂપાણીને આપવામાં આવ્યો સુરત આગકાંડ મામલે રિપોર્ટ

સુરતની ઘટનાનો રિપોર્ટ શહેરી વિભાગના અગ્ર સચિવ મુકેશ પૂરી એ આપ્યો છે.સુરત જેવી ઘટના રાજ્યમાં ક્યાંય ન બને તે પ્રકારની જોગવાઇ રાજ્ય સરકાર કરશે.સુરતની ઘટનાને ગંભીરતાથી લીધી છે અને જરૂર પડે કાયદામાં સુધારો કરીને પણ કાયદો કડક કરાશે : CM વિજય રૂપાણી

May 27, 2019, 05:25 PM IST
Surat: People Queue Up to Get NOC for Tution Classes PT1M30S

સુરત આગકાંડ બાદ એન.ઓ.સી મેળવવા લાગી લાંબી કતારો

સુરત આગકાંડ બાદ પાલીકા ફાયર વિભાગની કાર્યવાહી પગલે એન.ઓ.સી મેળવવા લાગી લાંબી કતારો.ફાયર વિભાગ દ્વારા શહેરના 2100 થી વધુ ટ્યૂશન વર્ગો કરાવ્યા છે બંધ. એન.ઓ.સી મેળવ્યા બાદ ટ્યૂશન કલાસીસ શરૂ કરવાના આપ્યા છે આદેશ.

May 27, 2019, 05:10 PM IST

આગકાંડ બાદ રાજ્યભરમાં મેગા ડિમોલિશન, અમદાવાદની એક બિલ્ડીંગમાં આખેઆખો ફ્લોર ગેરકાયેદસર

સુરતમાં તક્ષશિલા આગ દુર્ઘટના બાદ તંત્ર જાગ્યું છે. ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આપી જાહેર નોટિસ આપવામાં આવી છે. તંત્ર દ્વારા ટેરેસ પર બનાવાયેલા ડોમ અને શેડ દૂર કરવા ચેતવણી આપવામાં આવી છે. રાજ્યભરમાં શોપિંગ મોલ, શૈક્ષણિક સંકુલ, ધાર્મિક સંસ્થાઓને તાકીદ કરવામાં આવી છે, અને આ અંગે અખબારોમાં નોટીસ આપી લોકોને ચેતવણી પણ આપી દેવાઈ છે. લોકોને જાતે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા આદેશ અપાયો છે, તો લોકો નહીં તોડે તો પાલિકા ડિમોલિશન કરશે તેવું તંત્ર દ્વારા કહી દેવાયું છે. ત્યારે ગુજરાતમાં સતત બીજા દિવસે વિવિધ શહેરોમાં આ કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે.

May 27, 2019, 03:58 PM IST

આગકાંડ : હાર્દિક પટેલ સુરત પહોંચતા જ પોલીસે કરી તેની અટકાયત

સુરતમાં અલ્પેશ કથીરિયાના ઘરે જઈ રહેલા કોંગ્રેસી નેતા હાર્દિક પટેલની કાર સુરત પોલીસ દ્વારા રોકવામાં આવી હતી. સુરતના સરથાણા જકાતનાકા પાસે પોલીસ દ્વારા કારને રોકવામાં આવી હતી. પોલીસને એમ શંકા છે કે, હાર્દિક ઉપવાસ પર બેસવા જાય છે તેથી પોલીસ દ્વારા તેની અટકાયત કરવામાં આવી છે. 

May 27, 2019, 11:52 AM IST

જર્મનીથી આવેલી લેડર મુંબઈ પોર્ટ પર ધૂળ ખાતી હતી, ત્યારે ફાયર બ્રિગેડને જલ્દી મંગાવવુ કેમ ન સૂઝ્યુ

આગકાંડ બાદ હવે સુરતનું તંત્ર સફાળુ જાગ્યું છે. સુરત ફાયર વિભાગને નવી લેડર મળી છે. પણ મહત્વની વાત તો એ છે કે, આ લેડર છેલ્લાં સાત-આઠ દિવસથી મુંબઈ પોર્ટ પર જર્મનીથી આવી ગઈ હતી, પણ ધૂળ ખાતી પડી હતી. સુરત આગકાંડ બન્યા બાદ તેને મુંબઈથી તાત્કાલિક ધોરણે મંગાવવામાં આવી હતી.

May 27, 2019, 11:17 AM IST

સુરત આગકાંડ : કોચિંગ ક્લાસનો માલિક વિદ્યાર્થીઓને ટાયર પર બેસાડતો, જેથી આગ વધુ ભડકી

જ્વલનશીલ પદાર્થ, ફ્લેક્સ તેમજ ટાયરની હાજરીમાં, એવું કંઈક કારણ હતું, જેને કારણે સુરતના તક્ષશિલા આર્કેડમાં આગ લાગી અને આ બધી વસ્તુઓએ આગને ભડકાવવાનું કામ કર્યું. તથા ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળથી બહુ જ  દૂર હોવાને કારણે આગ બૂઝવવાના અભિયાનમાં તકલીફો પડી હતી. ગુજરાતના મુખ્ય સચિવ જે.એન સિંહે રવિવારે આ માહિતી આપી હતી.

May 27, 2019, 08:19 AM IST
Video of Attack on Hardik Patel in Surat PT4M54S

સુરતમાં હાર્દિક પટેલ પર હુમલાનો પ્રયાસ, વીડિયો આવ્યો આમે

કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ હાલ સુરતના ઘટનાસ્થળે પહોંચ્યા. જો કે હાર્દિકનો ત્યાં વિરોધ પણ થયો. ચંદ્રેશ નામનો વ્યક્તિ હાર્દિક પટેલનો વિરોધ કરવા આવ્યો હતો જેની સાથે મારામારી થઈ અને ત્યારબાદ પોલીસે તેની અટકાયત કરી.

May 26, 2019, 05:05 PM IST