Womens T20 World cup 2026 : હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપ હેઠળ ટીમ ઈન્ડિયાનું 2026 T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતવાનું સપનું અધૂરું રહ્યું ગયું છે. ભારત ક્યારેય T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી શક્યું નથી અને હવે વધુ રાહ જોવી પડશે.
Womens T20 World Cup 2026 : T20 વર્લ્ડ કપ 2026 ગ્રુપ Aમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે આજે સાંજે 7:00 વાગ્યે બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર મેચ રમાશે. ત્યારે આ મેચમાં ભારત પાકિસ્તાન સાથે હાથ મિલાવશે કે નહીં, આ સવાલનો કેપ્ટન હરમનપ્રીત કૌરે શાનદાર જવાબ આપ્યો છે.
T20 World Cup 2026 : મહિલા T20 વર્લ્ડ કપ 2026 12 જૂનથી શરૂ થવાનો છે. બધી ટીમોએ ટુર્નામેન્ટ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓપનિંગ મેચ ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાશે. આ દરમિયાન BCCIએ આ ટુર્નામેન્ટ માટે ભારતીય ટીમ ક્યારે જાહેર કરવામાં આવશે તે અંગે અપડેટ આપ્યું છે.
Suryakumar Yadav : સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં કોણે મહત્વનો ભાગ ભજવ્યો ? તમે વિચારી રહ્યા હશો કે ગૌતમ ગંભીરે તેને કેપ્ટન બનાવવામાં મદદ કરી હતી, પરંતુ હકીકતમાં સૂર્યાના નામનો ઉલ્લેખ ગંભીરે નહીં પણ આ ચાર લોકોએ કર્યો હતો. ત્યારે આ 4 લોકો કોણ છે અને હાર્દિકના બદલે સૂર્યાને કેમ કેપ્ટન બનાવાયો, તેના વિશે આ લેખમાં જાણીશું.
Gautam Gambhir : વિરાટ અને રોહિત સાથેના અણબનાવના અહેવાલો વચ્ચે મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે તેઓ પણ માણસ છે અને ભૂલો કરી શકે છે. તેમણે સ્પષ્ટતા કરી હતી કે ફક્ત સાચા ઇરાદા સાથે લેવામાં આવેલા નિર્ણયો જ ખરેખર મહત્વ ધરાવે છે અને તેઓ હંમેશા ડ્રેસિંગ રૂમ પ્રત્યે પ્રામાણિક રહ્યા છે.
Sanju Samson: સંજૂ સેમસન T20 વર્લ્ડ કપ 2026માં એક કે બે નહીં પણ ત્રણ-ત્રણ વાર સદી ફટકારવામાંથી ચૂકી ગયો હતો. સેમસને આ ટૂર્નામેન્ટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. ખિતાબ જીત્યા બાદ વિકેટકીપર સેમસને એક મોટી કબૂલાત કરી છે.
સંજુ સેમસને મજાકમાં કહ્યું કે ટીમના ખેલાડીઓ અભિષેક શર્માની લોકપ્રિયતાની ઈર્ષ્યા કરે છે. અભિષેકે પોતાની સફળતાનો શ્રેય યુવરાજ સિંહને આપ્યો અને ભવિષ્યમાં ભારત માટે વનડે અને ટેસ્ટ રમવાની ઇચ્છા વ્યક્ત કરી. તે આગામી 2026ની IPLમાં જોવા મળશે.
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમ માટે આગામી 12 મહિના ખૂબ જ વ્યસ્ત રહેશે. ટીમ ઈંગ્લેન્ડ, શ્રીલંકા, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડના પ્રવાસે જશે. સપ્ટેમ્બરમાં જાપાનમાં યોજાનારી એશિયન ગેમ્સમાં ભારત ગોલ્ડ મેડલ જાળવી રાખવા ઉતરશે. આ ઉપરાંત ઘરઆંગણે અફઘાનિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ સામે સિરીઝ રમાવાની છે.
Complaint Against Hardik Pandya: ટી20 વર્લ્ડ કપ જીત્યાની ઉજવણી દરમિયાન શું હાર્દિક પંડ્યાએ ભૂલ કરી નાખી? પુણેના એક પોલિસ સ્ટેશનમાં તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જાણો સમગ્ર મામલે વિગતવાર માહિતી.
Suryakumar Yadav : સંજુ સેમસનને શરૂઆતમાં T20 વર્લ્ડ કપ 2026માં ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો હતો, પરંતુ તેણે કેપ્ટન સૂર્યકુમાર યાદવને કહ્યું કે તે ટીમ માટે જરૂરી બધું કરવા તૈયાર છે. બાદમાં તે ટીમમાં પાછો ફર્યો અને ભારતની ટાઇટલ જીતના અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી, પાંચ ઇનિંગ્સમાં 321 રન બનાવ્યા અને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ બન્યો.
ICC T20 Rankings : T20 વર્લ્ડ કપ 2026માં જીત બાદ ભારતીય ખેલાડીઓનો ICCના નવા T20 રેન્કિંગમાં દબદબો જોવા મળ્યો છે. અભિષેક શર્મા નંબર-1 બેટ્સમેન તરીકે યથાવત છે અને ઇશાન કિશન બીજા સ્થાને પહોંચી ગયો છે. બોલરોમાં રાશિદ ખાન નંબર-1 બોલર બની ગયો છે.
Shivam Dube : T20 વર્લ્ડ કપ જીત્યા પછી શિવમ દુબે ફ્લાઇટ ના બદલે ટ્રેન દ્વારા મુંબઈ પહોંચ્યો. આ ઓલરાઉન્ડર થર્ડ એસીમાં મુસાફરી કરીને તાત્કાલિક મુંબઈ પહોંચ્યો હતો, ત્યારે લોકોના મનમાં સવાલ છે કે દુબેએ ફ્લાઈના બદલે ટ્રેનમાં કેમ મુસાફરી કરી.
New Zealand Cricket : ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકા સામેની T20 શ્રેણી માટે 18 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મિશેલ સેન્ટનર પ્રથમ ત્રણ મેચમાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે ટોમ લાથમ અંતિમ બે મેચમાં કમાન સંભાળશે. ઘણા અનુભવી ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે અને ત્રણ નવા ખેલાડીઓને ડેબ્યૂ કરવાની તક આપવામાં આવી છે.
T20 World Cup 2026 : સૂર્યકુમાર યાદવની કેપ્ટનશીપ હેઠળ ભારતે ન્યુઝીલેન્ડને 95 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ ફાઇનલ જીતી હતી. આ ટુર્નામેન્ટ સાથે કેટલાક ખેલાડીઓની કારકિર્દીનો અંત આવી શકે છે.
Ishan Kishan Viral Video: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી જેમાં ટીમ ઈન્ડિયાએ 96 રનથી જીત મેળવી. ભવ્ય જીત મેળવ્યા બાદ ખેલાડીઓ મંદિર ગયા હતા જેને લઈને ટીએમસીના સાંસદ કિર્તી આઝાદે વિવાદિત નિવેદન આપ્યું હતું. હવે ઈશાન કિશને શું કહ્યું તેનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે. ખાસ જાણો.
Prize Money for Team India : ન્યૂઝીલેન્ડને હરાવીને ત્રીજી વખત T20 વર્લ્ડ ચેમ્પિયન બનેલી ટીમ ઈન્ડિયા પર BCCIએ રૂપિયાનો વરસાદ કર્યો છે. મંગળવારે BCCIએ ટીમ ઈન્ડિયા માટે 131 કરોડરૂપિયાના ઈનામની જાહેરાત કરી છે.
India Wins T20 World Cup: ભારતે ત્રીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ટીમ ઈન્ડિયાએ ફાઇનલ મેચમાં ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને ઇતિહાસ રચ્યો. ભારત T20 વર્લ્ડ કપ ટ્રોફીને ડિફેન્ડ કરનાર પ્રથમ દેશ બન્યો છે. અમદાવાદમાં રમાયેલી ફાઇનલ મેચમાં ભારતે પ્રથમ ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા, જ્યારે કિવી ટીમ જવાબમાં ફક્ત 159 રન જ બનાવી શકી હતી.
ટી20 વર્લ્ડ કપ 2026 ટુર્નામેન્ટ ખાસ કરીને સંજુ સેમસન માટે ખુબ સારી રહી. ટીમને ફરીથી વર્લ્ડ કપ જીતાડવામાં તેનો સિંહફાળો રહ્યો જેને પગલે તે પ્લેયર ઓફ ધ સિરીઝ પણ બન્યો. સંજુના પિતા આ વાતથી ખુબ ખુશ પણ છે પરંતુ આમ છતાં તેમણે ભૂતકાળની કડવી યાદો યાદ કરીને બળાપો કાઢ્યો. જાણો તેમણે શું કહ્યું.
Suryakumar Yadav : T20 વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં ભારત ન્યુઝીલેન્ડને 96 રનથી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યું. ભારતની ઐતિહાસિક જીત બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે આગામી યોજનાઓ પર નિવેદન આપ્યું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે કેપ્ટને શું જાહેરાત કરી છે.
ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સંજુ સેમસન, જસપ્રીત બુમરાહ, ઈશાન કિશન, શિવમ દુબે જેવા ખેલાડીઓનો હાથ રહ્યો. કોચ ગોતમ ગંભીરની ભૂમિકા મહત્વની રહી પરંતુ ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ પડદા પાછળ યોગદાન આપ્યું છે જેને ભૂલી શકાય નહીં.
Ishan Kishan :ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઇશાન કિશને ભારતીય ટીમની જીતમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેણે ટાઇટલ મેચમાં અડધી સદી ફટકારી હતી. આ મેચના બે દિવસ પહેલા પિતરાઇ બહેનનું નિધન થયું હતું છતાં ઇશાને પોતાના દેશ પ્રત્યેની પોતાની ફરજને પ્રથમ રાખી દેશને વર્લ્ડ કપ જીતાડવામાં મુખ્ય ભૂમિકા ભજવી.
T20 World Cup 2026: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટી20 વર્લ્ડ કપ 2026ની ફાઈનલ ન્યૂઝીલેન્ડ અને ભારત વચ્ચે રમાઈ જેમાં ભારતે શાનદાર જીત મેળવી બેક ટુ બેક ટ્રોફી જીતી. આ જીતમાં ફેન્સની સાથે કેટલાક રાજ્યોની પોલીસ પણ ઉત્સાહિત જોવા મળી અને મજા પણ લીધી. દિલ્હી પોલીસે શરૂઆત કરી ત્યારબાદ અમદાવાદ પોલીસે પણ રસપ્રદ જવાબ આપ્યો અને યુપી પોલીસ પણ પછી તો જોડાઈ.