tauktae

વાવાઝોડાના પગલે વલસાડના 84 ગામોમાં એલર્ટ જાહેર, 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ

જિલ્લાની 48 કોવીડ હોસ્પિટલો (Covid Hospital) માં પાવર બેક અપની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈમરજન્સીમાં જરૂર પડે તો હોસ્પિટલોને વધારે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવા પણ તંત્ર એ તાકીદ કરી છે

May 17, 2021, 10:03 AM IST

Cyclone Tauktae Live Updates: મુંબઈના અનેક વિસ્તારોમાં પાણી ભરાવવાનું જોખમ, ગોવામાં તબાહી, ગુજરાતમાં હાઈ અલર્ટ

: કોરોના વિરુદ્ધ જંગ વચ્ચે દેશ હાલ એક નવા પડકારનો સામનો કરી રહ્યો છે. વાવાઝોડા તૌકતેએ ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ વળી ચૂક્યું છે અને હવામાન ખાતાના જણાવ્યાં મુજબ વિનાશકારી વાવાઝોડામાં ફેરવાયેલું આ તૌકતે આજે રાત્રે ગુજરાતના કાંઠા વિસ્તારમાં ટકરાય તેવી પૂરેપૂરી શક્યતા છે.

May 17, 2021, 09:10 AM IST

તૌકતે વાવાઝોડાના પગલે 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો, 6 તાલુકામાં એક ઇંચ જેટલો વરસાદ

તૌકતે વાવાઝોડુ (Cyclone Tauktae) જેમ જેમ ગુજરાત (Gujarat) ની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યમાં 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 6 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.

May 17, 2021, 08:33 AM IST

કેરલ-કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવ્યા બાદ હવે ગુજરાત તરફ આગળ વધ્યું તૌકતે, 260 KM દૂર

સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે. અત્યારે તૌકતે વાવાઝોડું 260 કિમી દૂર છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. 

May 17, 2021, 06:55 AM IST

Cyclone Tauktae Live Updates: વાવાઝોડા 'તોકતે'એ ગોવામાં બતાવ્યું જોર, ગુજરાત હાઈ અલર્ટ પર, કર્ણાટકમાં 4 લોકોના મોત

અરબ સાગરમાં ઉઠેલા વાવાઝોડા તોકતે અંગે અનેક રાજ્યોમાં અલર્ટ જારી છે. તોફાન તોકતે હવે વધુ મજબૂત બન્યું છે  અને તે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરા નાગર હવેલી તટ તરફ આગળ વધી રહ્યું છે.

May 16, 2021, 09:48 AM IST

વાવાઝોડું વેરાવળથી 670 કિમી દૂર, પણ ગુજરાતમાં તેની અસર શરૂ થઈ ગઈ

  • ગુજરાતમાં સંભવિત આવનાર તૌકતે વાવાઝોડાના પગલે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાં હલચલ વધી
  • એનડીઆરએફની ટીમોને ક્યાં રવાના કરવી, કયા વિસ્તારમાં કામગીરી લગાડવી એ તમામ એક્શન આ કંટ્રોલ રૂમમાંથી લેવાશે

May 16, 2021, 08:41 AM IST

Cyclone Tauktae: ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, પ્રધાનમંત્રીએ તૈયારીની કરી સમીક્ષા, અધિકારીઓને આપ્યા ખાસ નિર્દેશ

પીએમ મોદીએ સંબંધિત અધિકારીઓને લોકોને સુરક્ષિત સ્થાનો પર પહોંચાડવા, લાઇટ, દૂરસંચાર, સ્વાસ્થ્ય, પેયજલ જેવી જરૂરી સુવિધાઓની ખાતરી કરવાના નિર્દેશ આપ્યા છે. 

May 15, 2021, 09:48 PM IST

વાવાઝોડાના લેટેસ્ટ અપડેટ : જાણો કેટલા કલાકમાં ગુજરાતનો દરિયો પાર કરીને ટકરાશે

ગુજરાતમાં 18 મેના રોજ વાવાઝોડું ટકરાવાનું છે. હાલ વાવાઝોડું વેરાવળથી 930 કિમી દૂર છે. સાયક્લોન અરબ સાગરમાં સ્થિતિ 6 કલાકમાં સિવિયર સાયક્લોનમાં પરિવર્તિત થઈ જશે. તેના બાદ તે ગુજરાતના દરિયા કિનારાને ક્રોસ કરશે. 18 તારીખે બપોર પછી પોરબંદર અને નલિયા વચ્ચેથી વાવાઝોડું (Cyclone Tauktae) પસાર થશે. આગામી 12 કલાકમાં વેરી સીવિયર સાયક્લોન બનશે. ત્યારે આજથી જ સૌરાષ્ટ્રના દરિયા કિનારે વરસાદની શરૂઆત થઇ જશે. 

May 15, 2021, 05:07 PM IST

ગુજરાત તરફ આવતા તોફાન સામે NDRF એ સુકાન સંભાળ્યું, સ્પેશિયલ સ્યુટ સાથે ટીમ નીકળી

  • કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને એનડીઆરએફની ટીમ પીપીઈ કીટ અને રેસ્ક્યૂ માટેના સ્પેયિશિલ સ્યુટ પણ સાથે લઈ નીકળી
  • કચ્છના જખૌમાં નુકસાનીની સંભાવના વધારે હોવાથી પ્રાંત અધિકારીએ પોલીસ અને ટીડીઓને સ્થળાંતરની જવાબદારી સોંપી

May 15, 2021, 10:01 AM IST

વાવાઝોડાની દિશા બદલાઈ, સૌરાષ્ટ્ર-કચ્છ નહિ પણ ગુજરાતના આ વિસ્તારોમાં ટકરાવાની સંભાવના

  • 18 મેના સૌરાષ્ટ્ર-કચ્છમાં રોજ ટકરાવાનું હતું. તેને બદલે દક્ષણ ગુજરાતથી ખંભાતના અખાતમા પ્રેવશ કરશે તેવુ વેબસાઈટના આધારે જણાવાયું
  • 17 તારીખે ગુજરાતમાં 70 થી 75 પ્રતિ કલાકની સ્પીડે પવન ફૂંકાશે, જે 18 મેના રોજ તેની ગતિ વધીને 100 કિમી થઈ જશે

May 15, 2021, 08:15 AM IST

Cyclone Tauktae: કોરોના સંકટ વચ્ચે વાવાઝોડાનો ખતરો, નામ છે 'તૌકતે', જાણો તમામ માહિતી

હવામાન વિભાગ અનુસાર દેશના પશ્ચિમી કિનારા પર રવિવારે વર્ષનું પ્રથમ ચક્રવાતી તોફાન આવશે. લક્ષદ્વીપ, કેરલ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને ગુજરાતને તેની અસર થઈ શકે છે.
 

May 13, 2021, 04:48 PM IST