Tourists News

હવે અંબાજીનો વારો! મા અંબાનું ધામ 3 વર્ષમા એવું બદલાશે કે અ'વાદ- સુરતને ટક્કર મારશે!
Gujarat Tourism: બે હજાર કરોડ રૂપિયાના ખર્ચે અંબાજી ધામનો વિકાસ થશે. આવનારા ત્રણ વર્ષમાં વિશ્વનું સૌથી મોટું શક્તિપીઠ અદભુત બનશે. અમદાવાદ અને સુરતનો જે રીતે વિકાસ થયો છે તે રીતે અંબાજીનો વિકાસ થશે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અંબાજી મુખ્ય મંદિરથી લઈને અંબાજી આસપાસના વિસ્તારનો વિકાસ કરશે. અંબાજીનો ઐતિહાસિક ધરોહર સાથે પૌરાણિક પ્રવાસનની થીમ પર પણ વિકાસ કરાશે. બીજા કોરિડોરની માફક "જય માં કોરીડોર" પણ અંબાજી ખાતે બનાવાશે. અંબાજીનું મુખ્ય મંદિર ,ગબ્બર, 51 શક્તિપીઠ, રેલવે સ્ટેશન અને તેની સાથે સાથે અંબાજીમાં પાણી વ્યવસ્થા પર ટૂંક સમયમાં કામગીરી શરુ કરાશે. અંબાજીનું ડેવલપ પ્લાન પણ તૈયાર થઈ ગયું છે જે હાલ મંજૂરી હેઠળ છે.
Dec 15,2023, 19:09 PM IST

Trending news