unsc

ભારત 8મી વાર UNSCનો અસ્થાયી સભ્ય બન્યું, અમેરિકાએ કર્યું ઉષ્માભર્યુ સ્વાગત, પાકિસ્તાન હેરાન પરેશાન 

બુધવારે ભારત (India) 8મી વાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ના અસ્થાયી સભ્ય (India member of UNSC) તરીકે ચૂંટાઈ આવ્યું છે. નિર્વિરોધ ચૂંટાઈ આવ્યાં બાદ હવે ભારત 2021-2022ના કાર્યકાળ માટે સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ સંસ્થાનો અસ્થાયી સભ્ય બન્યું. 193 સભ્યની સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ પોતાના 75મા સત્ર માટે અધ્યક્ષ, સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્યો અને આર્થિક તથા સામાજિક પરિષદના સભ્યો માટે ચૂંટણી યોજી હતી. ભારતની સાથે સાથે આયરલેન્ડ, મેક્સિકો અને નોર્વેને પણ સુરક્ષા પરિષદમાં એન્ટ્રી મળી છે. જ્યારે કેનેડાએ બહાર રહેવું પડશે. 

Jun 18, 2020, 06:37 AM IST

UNSC સીટ માટે ભારતે શરૂ કર્યું અભિયાન, આંતરરાષ્ટ્રીય આતંકવાદને લઇને કહી આ વાત

વિદેશમંત્રી એસ જયશંકરએ કહ્યું કે ભારત જવાબદાર અને સમાવેશ સમાધાનની શોધ કરશે. તેમણે કહ્યું કે આ સાથે જ આંતરરાષ્ટ્રીય આતંકવાદ પર પ્રભાવી પ્રતિક્રિયા માટે યૂએનએસસીમાં શાંતિ અને સુરક્ષા માટે એક વ્યાપક દ્વષ્ટિકોણ પણ રાખવામાં આવશે. 

Jun 6, 2020, 09:39 AM IST

UNSC ની 5 અસ્થ્યાયી સીટો માટે આગામી મહિને થશે મતદાન, ભારતને સીટ મળવી ફાઇનલ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)એ કોરોના વાયરસ સંક્રમણને જોતા પોતાની પાંચ અસ્થાયી સીટો માટે આગામી મહિને નવી ચૂંટણી પ્રક્રિયા હેઠળ ચૂંટણી કરવાનો નિર્ણય કર્યો છે અને એશિયા પ્રશાંત સીટ માટે એકમાત્ર દાવેદાર હોવાના કારણે ભારતને આ સીટ મળવાની ફાઇનલ છે. 

May 30, 2020, 08:10 PM IST

UNમાં કાશ્મીર મુદ્દે ઉપરાછાપરી ફટકા પડ્યા બાદ પાકિસ્તાનની સાન ઠેકાણે આવી, આપ્યું આ નિવેદન

ચીન (China) ને હાથો બનાવીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને કાશ્મીર મુદ્દામાં હસ્તક્ષેપ કરાવવાની તમામ કોશિશો નિષ્ફળ ગયા બાદ લાગે છે કે પાકિસ્તાન (Pakistan) ની સાન ઠેકાણે આવી છે.

Jan 17, 2020, 01:26 PM IST

UNમાં કાશ્મીર મુદ્દે પાકિસ્તાનને પડી મોટી લપડાક, 10 તાકાતવાર દેશોએ આપ્યો ભારતનો સાથ

કાશ્મીર મુદ્દા (Kashmir Issue) પર એકવાર ફરીથી પાકિસ્તાનની (Pakistan) દુનિયાના ટોચના સ્ટેજ સંયુક્ત રાષ્ટ્રમાં કારમી હાર થઈ છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)  માં આ મુદ્દો ઉઠાવવા ચીન તરફથી રાખવામાં આવેલ પ્રસ્તાવને દુનિયાના 10 તાકાતવાર દેશોએ નકારી કાઢ્યું છે. એટલુ જ નહિ, આ દેશોએ સ્પષ્ટ કહ્યું કે, હવે આ મામલાને ઉઠાવવાની કોઈ જરૂર નથી. ચીને યુએનએસીમાં એની અધર બિઝનેસ (AOB) અંતર્ગત પાકિસ્તાનની અપીલ પર કાશ્મીર મુદ્દા પર ક્લોઝ ડોર મીટિંગનો પ્રસ્તાવ રાખ્યો હતો. 

Jan 16, 2020, 09:37 AM IST

ચીને પાછો UNSCમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતના આ શક્તિશાળી મિત્ર દેશે કર્યો વિરોધ 

ચીન (China)  પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. હવે ચીને ફરીથી એકવાર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે કાશ્મીર (Kashmir) મુદ્દે ચર્ચા કરાવવાની માગણી કરી છે.

Jan 15, 2020, 10:27 PM IST

UNSCમાં ચીનને કાશ્મીર મુદ્દે જબરદસ્ત પછડાટ, ભારતના 4 મિત્ર દેશોએ ડ્રેગનને ધૂળ ચટાડી

UNSCમાં આ મુદ્દે બ્રિટન પહેલીવાર ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું છે. જ્યારે UNSCના જ એક અન્ય સ્થાયી સભ્ય રશિયાએ કહ્યું કે ફોરમમાં આ મુદ્દે ચર્ચા થવી જોઈએ નહીં. રશિયાનું કહેવું હતું કે એજન્ડામાં બીજા મહત્વના વૈશ્વિક મુદ્દાઓ હોવા જોઈએ.

Dec 18, 2019, 09:15 AM IST

હવે અફઘાનિસ્તાને પણ પાકિસ્તાન વિરુદ્ધ UNSCમાં કરી ફરિયાદ, શું કહ્યું જાણો....

અફઘાનિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ(UNSC)ને એક પત્ર લખીને જણાવ્યું છે કે, પાકિસ્તાન પોતાના પડોશી દેશની સરહદ પર સતત ગોળીબાર કરી રહ્યું છે. પાકિસ્તાને 19 અને 20 ઓગસ્ટના રોજ અફઘાનિસ્તાનના ઉત્તરપૂર્વ કુનાર રાજ્યના શેલ્ટન જિલ્લામાં 200થી વધુ રોકેટ છોડ્યા હતા 

Aug 27, 2019, 09:55 PM IST
Pakistan To Take Kashmir Issue To ICJ PT6M30S

કાશ્મીર મુદ્દે પાકિસ્તાન ખખડાવશે આંતરરાષ્ટ્રીય કોર્ટના દ્વાર, જુઓ વિગત

UNSCમાં મળેલા ઝટકા બાદ પાકિસ્તાનના હવાતિયા,કાશ્મીર મુદ્દાને ICJમાં લઈ જશે પાકિસ્તાન.

Aug 20, 2019, 08:30 PM IST

UNમાં કારમી હારથી ધૂંધવાયેલા પાકિસ્તાને J&Kના નૌશેરામાં મોર્ટાર છોડ્યા, જવાન શહીદ 

પાકિસ્તાન પોતાની નાપાક હરકતો કરવાનું બંધ કરતું નથી. પાકિસ્તાન તરફથી આજે જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લાના નૌશેરા સેક્ટરમાં આજે સવારે યુદ્ધવિરામનો ભંગ કરતા ખુબ ફાયરિંગ કરાયું.

Aug 17, 2019, 01:34 PM IST

સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતનો સણસણતો જવાબઃ પહેલા પાકિસ્તાન આતંકવાદ બંધ કરે

સંયુક્ત રાષ્ટ્રોમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને જણાવ્યું કે, "ભારતીય બંધારણની કલમ-370ની બાબત છે ત્યાં સુધી તે ભારતની એક આંતરિક બાબત છે અને અમારો દેશ તેના અંગે નિર્ણય લેવા માટે સ્વતંત્ર છે." 
 

Aug 16, 2019, 10:57 PM IST

UNSC બેઠક સમાપ્તઃ ચીન સિવાય બધા જ દેશોએ ભારતને આપ્યો સાથ

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે સાંજે મળેલી અનૌપચારિક બેઠકમાં પાંચ કાયમી સભ્ય દેશમાંથી ચાર સભ્ય દેશ ભારતના સમર્થનમાં રહ્યા હતા અને આ મુદ્દે ચીનને લપડાક પડી હતી. આ મુદ્દે સંયુક્ત રાષ્ટ્રમાં 73 મિનિટ સુધી ચર્ચા થઈ હતી 

Aug 16, 2019, 10:25 PM IST

UNSC Meet : ઈમરાન ખાને બેઠક પહલા ડોનાલ્ડ ટ્રમ્પને કર્યો ફોન

બંને નેતાઓ વચ્ચે લગભગ 12 મિનિટ સુધી વાતચીત થઈ છે, ઉલ્લેખનીય છે કે ચીન દ્વારા જમ્મુ-કાશ્મીરના મુદ્દે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની અનૌપચારિક બેઠક બોલાવાઈ છે 
 

Aug 16, 2019, 08:42 PM IST

સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનને મોટો ફટકો, કાશ્મીર પર ખુલ્લી ચર્ચાની માગણી ફગાવી

કલમ-370 દૂર કરાયા પછી જમ્મુ-કાશ્મીરના મુદ્દે આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવાના પાકિસ્તાનના પ્રયાસોને મોટો ફટકો લાગ્યો છે 
 

Aug 16, 2019, 04:42 PM IST

કલમ 370: UNની 'બંધ બારણે' બેઠકનો શું છે આશય, તેનાથી કાશ્મીર મુદ્દે કોઈ ફરક પડશે ખરો? 

કાશ્મીરમાંથી કલમ 370 હટ્યા બાદ આ મુદ્દે પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખ્યો છે. પાકિસ્તાનનું 'મિત્ર' ગણાતા ચીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને આ અંગે અનૌપચારિક  બેઠક (ક્લોઝ્ડ કન્સલ્ટેશન)નો આગ્રહ કર્યો છે.

Aug 16, 2019, 12:22 PM IST

કાશ્મીર મુદ્દે UNSCની આજે 'બંધ બારણે' ચર્ચા, મોટા ભાગના દેશો ભારતના પક્ષમાં

કાશ્મીરમાં હાલની સ્થિતિ અને ઘટનાક્રમને લઈને ચીનના આગ્રહ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ની આજે એક અનૌપચારિક બેઠક યોજાશે.

Aug 16, 2019, 07:34 AM IST

J&Kમાંથી કલમ 370 હટાવાતા ધૂંધવાયેલું પાકિસ્તાન ફરી UNSCમાં જશે, આ દેશ આપશે સાથ

જમ્મુ અને કાશ્મીરમાંથી ભારત સરકારે કલમ 370 હટાવતા પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. પાકિસ્તાને ફરીથી સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) જવાની ધમકી આપી છે. ચીન પ્રવાસેથી પાછા ફરેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ શનિવારે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કુરેશીએ કહ્યું કે તેઓ જમ્મુ કાશ્મીરમાંથી ભારત દ્વારા કલમ 370 હટાવવાના નિર્ણય વિરુદ્ધ UNSCમાં ફરીથી પ્રસ્તાવ લાવશે. કુરેશીએ પાકિસ્તાનના આ પ્રસ્તાવ પર ચીન તરફથી સમર્થન મળવાની વાત પણ કરી. જો કે ચીન તરફથી હજુ સુધી આ અંગે કોઈ અધિકૃત નિવેદન આવ્યું નથી. 

Aug 11, 2019, 10:23 AM IST

બદલાઈ રહ્યું છે આપણું કાશ્મીર!, આ તસવીરો જોઈને તમે પણ ખુશ થઈ જશો

જમ્મુ અને કાશ્મીરમાં છેલ્લા પાંચ દિવસથી લાગેલા કરફ્યુ બાદ હવે ધીરે ધીરે જીવન પાટે ચડી રહ્યું છે. આજે પ્રશાસને કરફ્યુમાં થોડી ઢીલ આપી અને ફોન તથા ઈન્ટરનેટ સર્વિસ પણ આંશિક રીતે બહાલ કરી છે.  ત્યારબાદ જમ્મુ અને શ્રીનગરના બજારોમાં હળવી હલચલ જોવા મળી. લોકો જુમ્માની નમાજ અદા કર્યા બાદ મસ્જિદોમાંથી બહાર નીકળતા જોવા મળ્યાં. અનેક જગ્યાએ લોકો પોતાની જરૂરિયાતનો સામાન ખરીદતા જોવા મળ્યાં. પ્રશાસનની કોશિશ છે કે ઈદના તહેવાર નિમિત્તે લોકોને કોઈ પણ પ્રકારની પરેશાનીનો સામનો ન કરવો પડે. આ બધા વચ્ચે રાજ્યની કેટલીક તસવીરો બધાનું ધ્યાન  ખેંચે છે અને દર્શાવે છે કે જમ્મુ અને કાશ્મીરના લોકો હવે ખુશનુમા જીવન તરફ પાછા ફરી રહ્યાં છે. 

Aug 9, 2019, 03:00 PM IST

વિશ્વ પટલ પર એકલું પડ્યું પાકિસ્તાન, ચીને પણ લગાવી ફટકાર, કહ્યું- 'ભારત સાથે સંબંધ વધુ ખરાબ ન કરો' 

જમ્મુ અને કાશ્મીરમાંથી ભારત સરકારે કલમ 370 હટાવી લેતા પાકિસ્તાન ખુબ ધૂંધવાયું છે. પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય પાસે સતત ભારતના આ પગલાં વિરુદ્ધ મદદ માંગી રહ્યું છે. પરંતુ તેને દરેક જગ્યાએથી વીલા મોઢે પાછા ફરવાનો વારો આવ્યો છે. આ મુદ્દે વિચાર વિમર્શ કરવા માટે તે શુક્રવારે ચીન પહોંચ્યું. વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી આ સમગ્ર મામલે ચીન પાસે મદદ માંગવા માટે ચીન ગયા છે. અહીં પણ ચીને પાકિસ્તાનને આંખ ફેરવીને કહી દીધુ કે પાકિસ્તાન કાશ્મીર પર તણાવને વધારવાથી બચે અને તે ભારત સાથે પોતાના સંબંધો વધુ ખરાબ ન કરે. 

Aug 9, 2019, 02:40 PM IST

કલમ 370 પર PAKને બેવડો ફટકો, UNSCએ 'ભાવ' ન આપ્યો, અમેરિકાએ પણ કરી દીધી સ્પષ્ટતા

જમ્મુ અને કાશ્મીરમાથી ભારત સરકાર દ્વારા કલમ 370 હટાવાયા બાદ પાકિસ્તાન બરાબર ધૂંધવાયું છે. પાકિસ્તાને આ મામલે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)ને એક પત્ર પણ લખ્યો છે. પરંતુ પાકિસ્તાનને આ મામલે યુએનએસસી દ્વારા બરાબર ફટકો પડ્યો છે. UNSCએ પાકિસ્તાનના આ પત્ર પર હજુ સુધી  કોઈ કોમેન્ટ કરી નથી. UNSCના અધ્યક્ષ જોઆના રોનેકાએ ભારતના આ ઐતિહાસિક નિર્ણયને UNSCના પ્રસ્તાવનો ભંગ બતાવનારા પાકિસ્તાનના દાવા પર કોમેન્ટ કરવાનો ઈન્કાર કર્યો છે. 

Aug 9, 2019, 10:19 AM IST