west bengal

'સુપર સાયક્લોન'માં બદલાયું અમ્ફાન, NDRFની 41 ટીમ ઓડિશા-પશ્ચિમ બંગાળમાં તૈનાત

એનડીઆરએફ (NDRF)ના પ્રમુખ એસ.એન.પ્રધાને મંગળવારે કહ્યું કે, ચક્રવાત અમ્ફાનથી ઉત્પન્ન કોઈ પણ આફતની સ્થિતિથી લડવા માટે પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં દળની કુલ 41 ટીમોને તૈનાત કરવામાં આવી છે.

May 19, 2020, 11:51 PM IST

'અમ્ફાન' : PM પોતે રાખી રહ્યા છે સમગ્ર ઘટના પર નજર, ગૃહમંત્રાલયે NDMAની બેઠક બોલાવી

ચક્રવાતી તોફાન અમ્ફાન સોમવારે સાંજ સુધીમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરે અને તેની ખુબ જ વિકરાળ અસર ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનાં કિનારાના વિસ્તારો પર પડવાની શક્યતા છે. ખાસ કરીને ગંગા નદીના કિનારાના વિસ્તારોમાં તોફાની વરસાદ પડે તેવી શક્યતા છે. જેના પગલે વડાપ્રધાન મોદી અમ્ફાનના કારણે પેદા થનારી સ્થિતીની સમીક્ષા કરવા માટે આજે સાંજે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. ગૃહમંત્રાલય અને રાષ્ટ્રીય આપદા પ્રબંધન પ્રાધિકરણ સાથે વડાપ્રધાને બેઠક યોજી હતી. ગૃહમંત્રાલયે પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સા સરકારને આપેલી ગાઇડ લાઇનમાં કહ્યું કે, અમ્ફાન સોમવારે સવારે દક્ષિણી બંગાળની ઘઆડીનાં મધ્ય હિસ્સાઓ અને બાજુની મધ્ય બંગાળની ખાડી પર હાજર છે.

May 18, 2020, 06:39 PM IST

COVID-19: પશ્ચિમ બંગાળ મૃત્યઆંક વધીને 160 પહોંચ્યો, આ રાજ્યમાં 55 હજાર લોકો નિરીક્ષણ હેઠળ

પશ્ચિમ બંગાળમાં કોવિડ -19થી વધુ 7 લોકોના મોત થવાની સાથે રાજ્યમાં અત્યારસુધીમાં આ મહામારીથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 160 સુધી પહોંચી ગઈ છે. ત્યારે સક્રમણના નવા 115 કેસ સામે આવવાની સાથે કુલ સંખ્યા વધીને 2,576 થઈ ગઈ છે. ગૃહ સચિવ અલ્પન બંદોપાધ્યાયે શનિવારે આ માહિતી આપી.

May 16, 2020, 10:52 PM IST

ફસાયેલા શ્રમીકોને ઘરે પહોંચાડવા મોટો પડકાર, રેલમંત્રી પીયૂષ ગોયલે રાજ્યોને કરી અપીલ

રેલવે મંત્ર પીયૂષ ગોયલે (Piyush Goyal) તમામ રાજ્યોને અપીલ કરી છે કે, પ્રવાસી શ્રમીકો માટે ચલાવવામાં આવનારી સ્પેશ્યલ ટ્રેનનાં સંચાલનને પરવાનગી આપે. જેથી ફસાયેલા લોકો ત્રણ ચાર દિવસમાં પોતાનાં ઘરે પહોંચી શકે. ગૃહમંત્રી અમિત શાહ દ્વારા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને આ પ્રકારની રેલગાડીઓ ચલાવવા માટે પત્ર લખવામાં આવ્યા બાદ મંત્રીએ આ અપીલ કરી છે. ગોયલે રવિવારે ટ્વીટ કર્યું, વડાપ્રધાન મોદીનાં નિર્દેશો અનુસાર રેલ ખુબ જ ઓછા સમયનાં નોટિસ પર પ્રતિદિવસ 300 શ્રમીક વિશેષ રેલગાડીઓ ચલાવવા માટે ગત્ત 6 દિવસથી તૈયાર છે.

May 10, 2020, 07:37 PM IST

આ રાજ્યનો વિદ્યાર્થીઓ માટે અનોખો પ્રયાસ, ધો. 9-12 સુધી બાળક આ રીતે કરશે અભ્યાસ

પશ્ચિમ બંગાળ સરકારે 7 દિવસ માટે શરૂ કરી વર્ચુઅલ વર્ગને રાજ્ય બોર્ડના વિદ્યાર્થીઓનો શાનદાર પ્રતિક્રિયા મળ્યા બાદ તેને 10 જૂન સુધી ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી પાર્થ ચેટર્જીએ કહ્યું કે, સરકારી સ્કૂલો તેમજ સરકાર દ્વારા સહાય પ્રાપ્ત સ્કૂોમાં 9થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓનો અભ્યાસ બંધ થવાના કારણે થયેલા નુકસાનને પહોંચી વળવા સરકાર દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

Apr 12, 2020, 06:46 PM IST

મમતાના ગઢ કોલકત્તામાં અમિત શાહની રેલી, વાંચો ગૃહપ્રધાનના ભાષણની 10 મોટી વાતો

અમિત શાહે ભાષણમાં જ્યાં ટીએમસી પર હુમલો કર્યો તો એકવાર ફરી સીસીએને યોગ્ય ગણાવ્યું છે. 

Mar 1, 2020, 04:31 PM IST

પશ્વિમ બંગાળના મદરેસાઓમાં વધી રહી છે હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા, જાણો શું છે કારણ

પશ્વિમ બંગાળમાં મદરેસાઓમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓને લઇને આશ્વર્યજનક આંકડા સામે આવ્યા છે. સમાચાર છે કે પશ્વિમ બંગાળના મદરેસાઓમાં હિંદુ વિદ્યાર્થીઓની સંખ્યા સતત વધી રહી છે. પશ્વિમ બંગાળ મદરેસા બોર્ડના અધ્યક્ષ અબૂ તાહેર કમરૂદ્દીનનું કહેવું છે કે ગત વખતે 10મા ધોરણના મદરેસા બોર્ડ એક્ઝામમાં 11.9 ટકા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

Feb 20, 2020, 05:38 PM IST

મુર્શિદાબાદ: CAA-NRC વિરુદ્ધ પ્રદર્શન દરમિયાન જૂથ અથડામણમાં 2 લોકોના મોત

પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં બે લોકોના મોતના અહેવાલ સામે આવી રહ્યાં છે. આ પ્રદર્શનમાં દેસી બોમ્બ પણ ફેકાયા અને ગોળીઓ પણ ચાલી. રિપોર્ટ્સ મુજબ મુર્શિદાબાદમાં આજે નાગરિકતા કાયદાના સમર્થકો અને વિરોધ કરનારાઓ વચ્ચે ઝડપ થઈ. જેમાં બે લોકોના મોત થયા. 

Jan 29, 2020, 03:58 PM IST

CAAને પશ્ચિમ બંગાળમાંથી જડમૂળથી નાબૂદ કરવા મોદી સરકાર વિરુદ્ઘ મમતા આજે ભરશે મોટું પગલું

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરુદ્ધ ટીએમસી આજે વિધાનસભામાં પ્રસ્તાવ રજૂ કરશે. પશ્ચિમ બંગાળ વિધાનસભામાં આજે વિશેષ સેશન બોલાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, આ કાયદાની વિરુદ્ધ કેરળ, પંજાબ અને રાજસ્થાન વિધાનસભામાં પ્રસ્તાવ પાસ થઈ ચૂક્યું છે.

Jan 27, 2020, 08:15 AM IST

CAA લાગુ થયા બાદ ગુપ્ત રસ્તે પલાયન કરી રહ્યાં છે બાંગ્લાદેશી ઘૂસણખોરો, BSFએ પકડ્યા

દેશમાં CAA લાગુ થયા બાદ દેશમાં રહેતા ગેરકાયદેસર અપ્રવાસી બાંગ્લાદેશી ઘૂસણખોરો હવે ભારત છોડીને ગુપ્ત રસ્તે પલાયન કરવાની ફિરાકમાં છે. હાલ અત્યાર સુધી લગભગ હજારોની સંખ્યામાં પકડાયેલા આ અપ્રવાસી બાંગ્લાદેશી, પશ્ચિમ બંગાળના જિલ્લા ઉત્તર 24 પરગણાના બોનગાવ સાથે જોડાયેલી પેટ્રાપોલ બોર્ડરથી પલાયન કરી રહ્યાં હતાં.

Jan 23, 2020, 07:51 AM IST

PM મોદીએ કહ્યું, 'કલકત્તા પોર્ટ હવે શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે'

પીએમ નરેંદ્ર મોદી (Narendra Modi) કલકત્તા પોર્ટ ટ્રસ્ટ (Kolkata Port Trust)ની 150મી વર્ષગાંઠના કાર્યક્રમમાં પહોંચેલા પીએમ નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી છે કે કલકત્તા પોર્ટ ટ્રસ્ટ હવેથી શ્યામા પ્રસાદ મુખર્જીના નામથી ઓળખાશે. વડાપ્રધાને કહ્યું કે 'કલકત્તાનું આ પોર્ટ ભારતની ઓદ્યોગિક અને આત્મનિર્ભરતાની આકાંક્ષાનું જીવતું પ્રતિક છે.'

Jan 12, 2020, 01:18 PM IST

બનાસકાંઠા: શહીદ જવાન સરદારભાઇ ચૌધરીની અંતિમ યાત્રામાં લાખો લોકો ઉમટી પડ્યાં

પાલનપુરનાં ખોડલા ગામનાં જવાન સરદારભાઇ ભેમજીભાઇ ચૌધરી પશ્ચિમ બંગાળ ખાતે શહીદ થયા હતા. તેમનાં વતનમાં માનભેર ગાર્ડ ઓફ ઓનર આપીને તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. દાંતીવાડા બીએસએફ અને ગાંધીનગર બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. જો કે શહીદને વિદાય આપવા માટે ન માત્ર ગામના લોકો પરંતુ આસપાસનાં સેંકડો લોકો આવી પહોંચ્યા હતા. ભારત માતા કી જય અને વીર જવાન અમર રહોનાં નારા સાથે આખુ ગામ ગુંજી ઉઠ્યું હતું. 

Jan 2, 2020, 07:10 PM IST

પ.બંગાળમાં ઉપદ્રવીઓએ બોમ્બ ઝીંક્યો, DCP ઈજાગ્રસ્ત, CM મમતાએ કહ્યું- 'આ તો છૂટીછવાઈ ઘટનાઓ'

નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં મંગળવારે થઈ રહેલા પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓને વેરવિખેર કરવા ગયેલી પોલીસ (Police)  પર બોમ્બ ઝીંકાયો. આ હુમલામાં હાવડા પોલીસના ડીસીપી અજીત સિંહ યાદવ ઘાયલ થયાં.

Dec 18, 2019, 07:50 AM IST

કોઈ પણ રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે-MHA સૂત્ર

નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે. 

Dec 13, 2019, 07:17 PM IST

Citizenship Amendment Bill: મહારાષ્ટ્રમાં પણ લાગુ નહીં થાય, ઉદ્ધવ સરકારના મંત્રીએ આપ્યા સંકેત 

મહારાષ્ટ્ર (Maharashtra)  સરકારમાં મંત્રી અને પ્રદેશ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ બાળાસાહેબ થોરાટે (Balasaheb Thorat)  નાગરિકતા સંશોધન બિલ 2019 (Citizenship Amendment Bill 2019) ને રાજ્યમાં લાગુ ન કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ (Congress)  પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વની આ બિલના વિરોધમાં જે ભૂમિકા છે, તે જ  અમારી ભૂમિકા છે. 

Dec 13, 2019, 03:12 PM IST

ડુંગળીના વધતા જતા ભાવથી મોદી સરકાર ચિંતિત, સાંજે અમિત શાહે બોલાવી હાઇલેવલ મીટિંગ

દેશભરમાં ડુંગળીના ભાવમાં અતિશય વધારો થતાં મોદી સરકાર પણ ચિંતિત છે. આ સંદર્ભમાં આજે સાંજે ગૃહ મંત્રી અમિત શાહના નેતૃત્વમાં એક હાઇલેવલ મીટિંગ બોલાવવામાં આવી છે. મંત્રીઓના સમૂહની આ મહત્વપૂર્ણ બેઠકમાં અમિત શાહ ઉપરાંત કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ પટેલ, કેન્દ્રીય ખાદ્ય મંત્રી રામ વિલાસ પાસવાન, કૃષિ મંત્રી નરેંદ્ર તોમર હાજર રહેશે.

Dec 5, 2019, 04:05 PM IST

160 રૂપિયે પ્રતિ કિલોના ભાવે વેચાઇ રહી છે ડુંગળી, જાણો અન્ય રાજ્યોમાં શું છે ભાવ

ડુંગળી (Onion)ની કિંમત આકાશને આંબી રહી છે. સરકારના લાખો પ્રયત્નો છતાં ડુંગળીના ભાવમાં કોઇ ઘટાડો થઇ રહ્યો નથી. પરંતુ તેમાં સતત વધારો થઇ રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે સામાન્ય જનતા હવે ડુંગળીના નામથી ડરવા લાગી છે. કલકત્તા (Kolkata)માં તો ડુંગળીના ભાવમાં આગ લાગી ગઇ છે.

Dec 5, 2019, 01:01 PM IST

પ.બંગાળ: પેટાચૂંટણીમાં 2016 કરતા ત્રણ ગણા મતો મળ્યા, છતાં BJPની કારમી હાર, જાણો કારણ

ભાજપે (BJP) પશ્ચિમ બંગાળ (West Bengal) માં 3 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો છે. વર્ષ 2016માં ભાજપની ટિકિટ પર ખડગપુર વિધાનસભા સીટ જીતેલા દિલીપ ઘોષ અને કરીમપુરથી તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના ધારાસભ્ય મહુઆ મિત્રા 2019માં સંસદ બની જતા આ બંને બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ. કોંગ્રેસ ધારાસભ્ય પ્રમથનાથ રાયના નિધનના કારણે કાલિયાગંજ બેઠક ઉપર પણ પેટાચૂંટણી યોજાઈ. 

Nov 28, 2019, 11:15 PM IST

પશ્ચિમ બંગાળઃ વધતી કિંમતોની અસર, ચોર દુકાનમાંથી ચોરી ગયા ડુંગળીની 10 બોરી

સોમવારે મોડી રાત્રે પૂર્વ મિદનાપુર જિલ્લાના હલ્દિયામાં આવેલા બાસુદેવપુરના શાહ બજારમાં અક્ષય દાસ નામના ડૂંગળી-બટાકાના વેપારીની દુકાનનું તાળું તોડવામાં આવ્યું હતું. આ દુકાનમાંથી ચોરો ડુંગળીની 10 બોરી ચોરીને ભાગી ગયા છે.

Nov 26, 2019, 03:49 PM IST

શાળાના પ્રિન્સિપાલને અચાનક શું સુઝ્યું કે બાળકોને લાઇનમાં ઉભા રાખીને વાળ કાપી નાખ્યા !

પશ્ચિમ બંગાળના (West Bengal) બીરભુમમાં (Birbhum) એક અનોકો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે. અહીં એક શાળાના પ્રિન્સિપાલે વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રાખીને તેમના વાળ કાપવા લાગ્યા હતા. આ સમગ્ર ઘટનાક્રમ પાછળનું રહસ્ય ખુબ જ ચોંકાવનારુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રિન્સિપલ સાહેબ શાળાના બાળકોના વાળ કલર કરવા મુદ્દે ખફા હતા. જેના કારણે કલર કરેલા વાળવાળા તમામ વિદ્યાર્થીઓને લાઇનમાં ઉભા રાખી તેમના વાળ કાપી નાખ્યા હતા. 

Nov 20, 2019, 10:38 AM IST