world news

India-Russia ના સંબંધોમાં ઝેર ઘોળવા ચીનના ધમપછાડા, ગ્લોબલ ટાઈમ્સે કરી નાપાક હરકત

ભારત અને રશિયાના મજબૂત સંબંધો ચીનને હંમેશા આંખમાં કણાની જેમ ખટક્યા કરે છે. તેણે અનેકવાર એવા પ્રયત્નો કર્યા છે કે બંને દેશો વચ્ચે કોઈ પણ રીતે અંતર પડે, પરંતુ સફળ થયું નથી. હવે એકવાર ફરીથી ચીન પોતાના આ ષડયંત્રને અંજામ આપવામાં લાગ્યું છે.

Dec 25, 2020, 08:29 AM IST

Ethiopia માં ભયંકર નરસંહાર, બંદૂકધારીઓએ ઊંઘતા લોકો પર ગોળીઓ વરસાવી, 100થી વધુ લોકોના મૃત્યુ

ઈથોપિયા (Ethiopia) ના તીગરય વિસ્તારમાં તણાવ વધ્યા બાદ બંદૂકધારીઓએ 100થી વધુ લોકોની હત્યા કરી નાખી છે. મેતેકેલ ઝોના પશ્ચિમ બેનિશાંગુલ-ગુમુઝ વિસ્તારમાં થયેલા આ નરસંહાર અંગે જાણકારી આપતા ઈથોપિયાના માનવાધિકાર આયોગે કહ્યું કે  દેશના પશ્ચિમ ભાગમાં બુધવારે થયેલા આ નરસંહારમાં 100થી વધુ લોકો માર્યા ગયા છે. 

Dec 24, 2020, 02:30 PM IST

ઈઝરાયેલમાં મોટું રાજકીય સંકટ, Benjamin Netanyahu પર આફત આવી પડી

ઈઝરાયેલ(Israel) માં રાજકીય સંકટ ઊભું થયું છે. પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ(Benjamin Netanyahu)ની ગઠબંધન સરકાર બજેટ રજુ કરવામાં નિષ્ફલ જતા સંસદને ભંગ કરવામાં આવી છે. આમ ઈઝરાયેલમાં માત્ર બે વર્ષમાં ચોથી ચૂંટણી યોજાય તેવી પ્રબળ શક્યતા ઊભી થઈ છે.

Dec 23, 2020, 09:23 AM IST

સાઉદી અરબે ભારતીય અર્થવ્યવસ્થા પર આપ્યું મોટું નિવેદન, ચીન-પાકિસ્તાનને લાગશે મરચા

કોરોના સંકટ (CoronaVirus) ના કારણે જ્યાં મોટાભાગના દેશોની અર્થવ્યવસ્થાની ગાડી પાટા પરથી ઉતરી ગઈ છે ત્યાં ભારતીય અર્થવ્યવસ્થા(Indian economy)  વધુ પ્રભાવિત થઈ નથી. આ જ કારણ છે કે સાઉદી અરબે(Saudi Arabia)  ભારતમાં રોકાણ કરવાની પોતાની યોજનાઓમાં કોઈ ફેરફાર કર્યો નથી. સાઉદી અરબે ભારતીય અર્થવ્યવસ્થાની તાકાત પર ભરોસો વ્યક્ત કરતા કહ્યું કે ભારતમાં રોકાણની તેની યોજનાઓ નિર્ધારિત સમય મુજબ જ આગળ વધશે. 

Dec 21, 2020, 09:03 AM IST

Nirav Modi ના ભાઈ નેહલે અમેરિકામાં ફ્રોડ આચર્યુ, કરોડોના હીરા ચાઉ કરી ગયો, New York માં કેસ

ભાગેડુ હીરા વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર દુનિયાની સૌથી મોટી હીરા કંપનીઓમાં જેની ગણના થાય છે તે કંપની સાથે મલ્ટીલેયર્ડ સ્કિમ દ્વારા 2.6 મિલિયન ડોલર એટલે કે લગભગ 19 કરોડ કરતા વધુ રૂપિયાનું ફ્રોડ કરવાનો આરોપ લાગ્યો છે. 

Dec 20, 2020, 03:25 PM IST

નેપાળ: ઓલી સરકારે બંધારણની વિરુદ્ધ જઈને સંસદ ભંગ કરવાની ભલામણ કરતા રાજકીય ભૂકંપ

નેપાળમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. પાર્ટીની અંદર જ વિરોધી ઝેલી રહેલા નેપાળી પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીએ રવિવારે અચાનક મંત્રીમંડળની બેઠકમાં સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. મંત્રીમંડળ તરફતી સદનને ભંગ કરવાની ઔપચારિક ભલામણ રાષ્ટ્રપતિ વિદ્યાદેવી ભંડારી પાસે કરવામાં આવી છે. 

Dec 20, 2020, 12:29 PM IST

ભારત પર વારંવાર પરમાણુ બોમ્બ ઝીંકવાની ધમકી આપતા પાકિસ્તાનના મંત્રી પર ફૂટ્યો 'સેક્સ બોમ્બ'

પાકિસ્તાન (Pakistan) ની સરકારના મૂળિયા હલી ગયા છે. ત્યાંના ગૃહમંત્રી શેખ રશીદ જે વાતવાત પર હિન્દુસ્તાનમાં પરમાણુ બોમ્બ ફોડવાની ધમકીઓ આપતા હતા તેમના ઉપર હવે સેક્સ બોમ્બ ફૂટ્યો છે જેના ધૂમડા આખા પાકિસ્તાનમાં જોવા મંળી રહ્યા છે. પ્રમોશન મળતા જ શેખ રશીદે(Sheikh Rasheed) પોતાની અસલિયત બતાવી દીધી છે. 

Dec 17, 2020, 07:12 AM IST

બ્રિટનમાં ફેલાઇ રહ્યો છે નવા પ્રકારનો કોરોના વાયરસ, UK માં ટિયર 3 લોકડાઉન લાગૂ

બ્રિટનમાં નવા કોરોના વાયરસના ઝડપથી ફેલાવવાથી ટીયર થ્રી લાગૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. કારણ કે કોરોનાના નવા વેરિએન્ટની ઓળખ થયા બાદ કોવિડ 19ના કેસ ઝડપથી વધી રહ્યા છે. 

Dec 16, 2020, 06:50 PM IST

S-400: અમેરિકાએ તુર્કી પર લગાવ્યા પ્રતિબંધ, ભારત માટે કડક સંદેશ? જાણો શું છે મામલો

વિદાય પહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયન S-400 એર ડિફેન્સ સિસ્ટમ ખરીદવા બદલ તુર્કી પર પ્રતિબંધ લગાવ્યા છે. આ સાથે જ અન્ય દેશોને પણ ચેતવ્યા છે કે રશિયા સાથે આવી ડીલ કરતા બચો. આ નવા વિવાદે હવે જો બાઈડેને ઉકેલવો પડશે. તેઓ 20 જાન્યુઆરીના રોજ શપથ લેવાના છે. અમેરિકાની આ કાર્યવાહીથી હવે એ સવાલ ઊભો થઈ ગયો છે કે ભારત પ્રત્યે તેનું શું વલણ હશે? કારણ કે રશિયાની મિસાઈલ સિસ્ટમની ઈચ્છા ધરાવનારાઓમાં ભારત પણ સામેલ છે. 

Dec 15, 2020, 01:54 PM IST

સાઉદી-UAE માં ભારતીય સેના પ્રમુખના ભવ્ય સ્વાગતથી Pakistan ચિંતાતૂર, પૂર્વ PMએ ઈમરાન પર સાધ્યું નિશાન

ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુન્દ નરવણેનું સાઉદી અરબ અને યુએઈમાં જે પ્રકારે ભવ્ય સ્વાગત થયું છે તેનાથી પાકિસ્તાનની ચિંતા તો વધી જ ગઈ છે પણ સાથે સાથે ઈમરાન ખાનની કાબેલિયત ઉપર પણ સવાલ ઉઠવા  લાગ્યા છે.

Dec 15, 2020, 09:18 AM IST

Joe Bidenની પત્ની વિશે અખબારે લખ્યો વિવાદાસ્પદ લેખ, શરૂ થયો હંગામો

ચર્ચિત અખબારના લેખક જોસેફ અપસ્ટીનના લેખની સોશિયલ મીડિયા પર ખુબ ટીકા કરવામાં આવી છે. બાઇડેનની પાસે બે માસ્ટર ડિગ્રીઓ છે અને તે એક ડોક્ટરેટ છે જેના કારણે તેમના નામની આગળ ડોક્ટર લાગે છે. 

Dec 14, 2020, 09:09 PM IST

આ દેશે જીતી લીધી કોરોના સામેની લડત, PM ખુશ થઈ નાચવા લાગ્યા, તમામ પ્રતિબંધો હટ્યા

પ્રધાનમંત્રી જેસિન્ડા અર્ડર્ને કોરોના સામે જંગમાં પોતાની જીત પર ખુશી વ્યક્ત કરી છે. અર્ડર્ને પત્રકારોને જણાવ્યું કે જ્યારે તેમને ખબર પડી કે દેશ કોરોના વાયરસથી સંપૂર્ણપણે મુક્ત થઈ ગયો છે ત્યારે તેઓ ખુશીથી નાચી ઉઠ્યા.

Dec 14, 2020, 03:21 PM IST

USA માં ખેડૂત આંદોલનની આડમાં ખાલિસ્તાનીઓનો ઉપદ્રવ, ગાંધીજીની પ્રતિમા તોડી ઝંડાથી ઢાંકી

વિદેશમાં પણ ખેડૂત આંદોલન(Farmers Protest)ની આડમાં ખાલિસ્તાન(Khalistan)  સમર્થકો સતત પોતાની માગણીઓ થોપવાનું કામ કરી રહ્યા છે. આ વખતે અમેરિકાના વોશિંગ્ટનથી આવેલી તસવીરો સાક્ષી પૂરે છે. અહીં ખેડૂત આંરિકા(USA) માં થયેલા આ પ્રદર્શનમાં ગ્રેટર વોશિંગ્ટન ડીસી, મેરિલેન્ડ, વર્જીનીયા, ન્યૂયોર્ક, ન્યૂજર્સી, પેન્સિલવેનિયા, ઈન્ડિયાના, નોર્થ કેરોલીના જેવા રાજ્યોથી ખાલિસ્તાન સમર્થકો ભેગા થયા. પ્રદર્શનકારીઓએ પોત પોતાના રાજ્યોથી વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસ સુધી કાર રેલી કાઢી. 

Dec 13, 2020, 09:56 AM IST

ફેસબુક વિરુદ્ધ અમેરિકાના બધા રાજ્યોમાં કેસ, નાની કંપનીઓને સમાપ્ત કરવાનો આરોપ

ન્યૂયોર્કના એટર્ની જનરલ લેટિટિયા જેમ્સે કહ્યુ કે, ફેસબુકે એકાધિકાર બનાવવા માટે એક વ્યૂહરચના ઘડીને કામ કર્યું છે. કંપનીએ એકાધિકાર સ્થાપિત કરવા અને નાની-નાની કંપનીઓને પોતાની ખોટી નીતિઓથી સમાપ્ત કરવાના આરોપ લગાવ્યા છે. 
 

Dec 10, 2020, 04:24 PM IST

પાકિસ્તાનને સતાવી રહ્યો છે વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકનો ડર, આર્મી અલર્ટ મોડ પર 

ઈમરાન ખાનનું નવું પાકિસ્તાન ભારતીય સેનાના પરાક્રમથી એ હદે દહેશતમાં છે કે તેણે પોતાના સૈનિકોને હાઈ અલર્ટ પર રાખ્યા છે. પાકિસ્તાનને સતત ડર સતાવી રહ્યો છે કે ભારત વધુ એક સર્જિકલ સ્ટ્રાઈકને અંજામ આપી શકે છે. આ ખુલાસો કોઈ અન્ય નહીં પરંતુ પાકિસ્તાની મીડિયાએ જ કર્યો છે. જિયો ન્યૂઝે પાકિસ્તાની અધિકારીઓના હવાલે લખ્યું છે કે ભારત એકવાર ફરીથી આંતરિક અને બહારના દબાણોથી ધ્યાન હટાવવા માટે પાકિસ્તાન વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઈક કરવાની તૈયારીમાં છે. 

Dec 10, 2020, 07:24 AM IST

યુવક ક્વોરન્ટાઈન દરમિયાન માત્ર 8 સેકન્ડ માટે રૂમની બહાર નીકળ્યો, થયો અઢી લાખનો દંડ

મૂળ રીતે ફિલિપાઈન્સનો વતની એક વ્યક્તિ તાઈવાનના ગાઉશુંગ શહેરની હોટલમાં ક્વોરન્ટાઈન (Quarantine) કરાયો હતો.

Dec 9, 2020, 02:46 PM IST

Taslima Nasrin નો આરોપ, કહ્યું- 'બાંગ્લાદેશની મસ્જિદોમાં બાળકો સાથે દરરોજ રેપ કરે છે ઈમામ'

ધર્મ પર કટાક્ષ, વિવાદિત ટિપ્પણી અને પોતાના લેખન માટે પ્રસિદ્ધ લેખિકા તસલીમા નસરીન(Taslima Nasrin) પોતાના એક નિવેદનને લઈને ફરીથી ચર્ચામાં છે.

Dec 9, 2020, 02:15 PM IST

Forbes: નાણામંત્રી Nirmala Sitharaman દુનિયાની 100 શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ

ભારતના નાણામંત્રી નિર્મલા સીતારમણ (Nirmala Sitharaman) ના નામે વધુ એક સિદ્ધિ જોડાઈ છે. ફોર્બ્સે સીતારમણનું નામ દુનિયાની સૌથી વધુ શક્તિશાળી એવી 100 મહિલાઓની યાદીમાં સામેલ કર્યું છે. 

Dec 9, 2020, 08:51 AM IST

Iran એ પરમાણુ વૈજ્ઞાનિકની હત્યાનો બદલો લીધો? મોસાદના કમાન્ડરની હત્યાનો VIDEO વાયરલ

શું ઈરાને પોતાના પરમાણુ વૈજ્ઞાનિક મોહસિન ફખરીજાદેહ (Mohsen Fakhrizadeh)ના મોતનો બદલો લઈ લીધો? આ સવાલ ઊભો થયો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોથી. જેમાં ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદના કમાન્ડરની હત્યાની વાત કરવામાં આવી છે. ઈરાને મોસાદ પર ફખરીજાદેહની હત્યાનો આરોપ લગાવ્યો હતો અને બદલો લેવાની ધમકી પણ આપી હતી. 

Dec 7, 2020, 01:46 PM IST

ભારતીયો માટે મોટા ખુશખબર!, H-1B Visa પરનો ટ્રમ્પનો નિર્ણય US Court એ પલટી નાખ્યો

નવા નિયમો એટલા કડક હતા કે લગભગ એક તૃતિયાંશ અરજીધારકોને H-1B Visa મળી શકે તેમ નહતા. હવે સત્તા બદલાયા બાદ ટ્રમ્પનો આ આદેશ પણ બદલાઈ ગયો છે. 

Dec 2, 2020, 02:36 PM IST