world news

બિરલા પરિવાર સાથે વિદેશમાં દુર્વ્યવહાર, અનન્યાએ ટ્વીટ કરીને કહ્યું- 'અમને રેસ્ટોરન્ટમાંથી બહાર કાઢી મૂક્યા'

બિરલા પરિવાર સાથે આ ઘટના અમેરિકાના વોશિંગ્ટનમાં ઘટી. કુમાર મંગલમ બિરલાની પુત્રી અનન્ય બિરલાએ ટ્વીટ કરીને આ જાણકારી આપી.

Oct 26, 2020, 08:27 AM IST

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે આ દેશે 'શાંતિદૂત' બની કરાવ્યો સંઘર્ષ વિરામ

આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે 29 દિવસથી ચાલી રહેલા યુદ્ધનો અંત આવવાની આશા સેવાઈ રહી છે. બંને દેશોએ અડધી રાતથી યુદ્ધ વિરામ લાગુ કરવા પર સહમતિ વ્યક્ત કરી છે. પહેલા અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓ અને ત્યારબાદ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વિટર પર આ અંગે જાણકારી આપી. 

Oct 26, 2020, 07:40 AM IST

અમેરિકાના બે દિગ્ગજ નેતાનું આજે ભારતમાં આગમન, ચીનને પાઠ ભણાવવાની તૈયારી!

અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી અગાઉ નવી દિલ્હીમાં વિદેશમંત્રી એસ જયશંકર અને રક્ષામંત્રી રાજનાથ સિંહ સાથે થનારી આ બેઠક અનેક રીતે મહત્વની છે.

Oct 26, 2020, 07:06 AM IST
Top 10 World News Today 25 October 2020 PT3M43S

જુઓ ટોપ 10 દુનિયાના સમાચાર

Top 10 World News Today 25 October 2020

Oct 25, 2020, 09:20 PM IST

ભારતને જૂના નક્શા સાથે શુભેચ્છા સંદેશ પાઠવ્યો, વિરોધ થતા નેપાળી PM ઓલીનો યુ ટર્ન 

નેપાળના પ્રધાનમંત્રી કે પી શર્મા ઓલીએ હવે વિજયાદશમીના શુભેચ્છા સંદેશમાં નેપાળનો જૂનો નક્શો વાપર્યો. આ નક્શામાં નેપાળના માનચિત્રમાંથી લિપુલેખ, કાલાપાની અને લિંપિયાધુરાની જગ્યાએ રાષ્ટ્રીય પ્રતિક પર ઓલીનું ચિત્ર છપાયેલું છે. ત્યારબાદ તેઓ પોતાના જ દેશમાં નવા વિવાદમાં ઘેરાઈ ગયા. હવે નેપાળી પ્રધાનમંત્રી કાર્યાલય સ્પષ્ટતા કરે છે કે સંશોધિત માનચિત્રનો આકાર નાનો છે. આથી કેટલાક વિસ્તારો દેખાતા નથી. 

Oct 25, 2020, 02:36 PM IST

ટ્રમ્પે કર્યો બફાટ, ભારત માટે આપ્યું એવું નિવેદન...હવે મત મેળવવામાં પડશે મુશ્કેલી!

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીના છેલ્લા તબક્કાની પ્રેસિડેન્શિયલ ડિબેટમાં રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનના એક સવાલના જવાબમાં એકવાર  ફરીથી ભારતનો ઉલ્લેખ કર્યો.

Oct 23, 2020, 12:58 PM IST

US Presidential Debate: કોરોનાની રસી પર ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યો એવો જવાબ, બધા સ્તબ્ધ થઈ ગયા

અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણી પર આખી દુનિયાની નજર ટકેલી છે. ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે એ પહેલા યુએસ પ્રેસિડેન્શિયલ ડિબેટ(US President Election 2020) નો છેલ્લો રાઉન્ડ ચાલુ છે. રાષ્ટ્રપતિ તથા રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ (President Donald Trump)તથા ડેમોક્રેટિક હરિફ જો  બાઈડેન(Joe Biden) છેલ્લા રાઉન્ડમાં આમને સામને છે. 

Oct 23, 2020, 08:56 AM IST

ભારતનો પાકિસ્તાન પર આકરો પ્રહાર, આજે FATF માં બ્લેકલિસ્ટ કરાવવાની પૂરેપૂરી તૈયારી

આતંકવાદના પ્રસાર માટે ઉપલબ્ધ કરાવવામાં આવતા ફંડની નિગરાણી કરનારી આંતરરાષ્ટ્રીય નિગરાણી સંસ્થા ફાઈનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ(FATF) દ્વારા પાકિસ્તાન (Pakistan)ના ગ્રેડિંગ પર આજે આવનારા નિર્ણય પહેલા જ ભારતે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. ભારતે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરતું નથી તે આતંકવાદીઓ માટે સુરક્ષિત પનાહગાહ (સેફ હેવન) બની બેઠું છે. 

Oct 23, 2020, 08:02 AM IST

નૂડલ્સના શોખીન હોવ તો ખાસ વાંચો....એક જ પરિવારના 9 લોકોના મૃત્યુથી હાહાકાર 

જો તમે પણ નૂડલ્સ (Noodles) ના શોખીન હોવ તો સાવધાન થઈ જજો. કારણ કે જીવ જોખમમાં મૂકાઈ શકે છે. આ કોઈ વાર્તા નથી પરંતુ સચ્ચાઈ છે. આવો જ એક મામલો ચીનથી સામે આવ્યો છે. જ્યાં નૂડલ સૂપ(Noodle Soup) પીવાથી એક જ પરિવારના 9 લોકોના મૃત્યુ થયા.

Oct 23, 2020, 06:02 AM IST

મોટો આંચકો, આ દેશમાં  Covid-19 ની રસીના પરીક્ષણ દરમિયાન Volunteer નું મોત થતા હડકંપ

એસ્ટ્રાજેનેકા અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી (AstraZeneca and Oxford University) દ્વારા વિક્સિત થઈ રહેલી કોરોના વાયરસ રસીના ક્લિનિકલ પરીક્ષણ દરમિયાન એક વોલેન્ટિયરનું મૃત્યુ થઈ ગયું. બ્રાઝિલની સ્વાસ્થ્ય એજન્સી એનવિસાએ પરીક્ષણ ચાલુ રાખવાની જાહેરાત કરી છે. જો કે હજુ એ સ્પષ્ટ થયું નથી કે પરીક્ષણ દરમિયાન વોલેન્ટિયરને રસી અપાઈ હતી કે નહીં. 

Oct 22, 2020, 09:40 AM IST

પાકિસ્તાન: કરાચીના મસ્કાન ચૌરંગી વિસ્તારમાં વિસ્ફોટ, 3 લોકોના મૃત્યુ, અનેક ઘાયલ

પાકિસ્તાનના કરાચીમાં મસ્કાન ચૌરંગી વિસ્તારમાં એક બે માળની ઈમારતમાં જોરદાર વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં 3 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આસપાસની ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાની અધિકારીઓના જણાવ્યાં મુજબ તમામ ઘાયલોને પટેલ હોસ્પિટલ ખસેડાયા છે. વિસ્ફોટના કારણ વિશે હજુ જાણવા મળ્યું નથી. 

Oct 21, 2020, 11:23 AM IST

બ્લાઈન્ડ ડેટ પર જતા પ્રેમીઓ સાવધાન...પ્રેમીને થયો એવો ખતરનાક અનુભવ, ઊભી પૂંછડીએ ભાગી ગયો

ચીન (China) માં એક પ્રેમિકાએ તેના પ્રેમીની ઉદારતાની ચકાસણી કરવા માટે બ્લાઈન્ડ ડિનર ડેટ (Blind Date) ના દિવસે એવું કામ કર્યું કે પ્રેમી ભાગી ગયો. તે 23 મિત્રોને લઈને ડિનર માટે પહોંચી ગઈ. શરૂઆતમાં તો બધું ઠીકઠાક રહ્યું. પરંતુ જ્યારે પ્રેમિકાના મિત્રોએ ઓર્ડર આપવાનું શરૂ કર્યું તો પ્રેમીએ ત્યાંથી રફૂચક્કર થવામાં જ શાણપણ સમજ્યું. ડિનર ખતમ થયા બાદ જ્યારે બિલ ચૂકવવાનો વારો આવ્યો તો પ્રેમી ગાયબ હતો. ત્યારબાદ પ્રેમિકાએ જ રેસ્ટોરન્ટનું 19,800 યુઆન ( લગભગ 217828 રૂપિયા)નું બિલ ચૂકવવું પડ્યું. 

Oct 21, 2020, 08:41 AM IST
Top 10 World News Today 20 October 2020 PT4M17S

જુઓ દુનિયાના મહત્વના ટોપ 10 સમાચાર

Top 10 World News Today 20 October 2020

Oct 20, 2020, 04:55 PM IST

મરઘી સાથે યુવકે બનાવ્યો શારીરિક સંબંધ, પત્નીએ બનાવી લીધો VIDEO

એક યુવકને મરઘી સાથે શારીરિક સંબંધ બનાવવાના આરોપમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. આ સાથે જ યુવકને ત્રણ વર્ષની જેલની સજા પણ થઈ છે. તેની પત્નીએ મરઘી સાથે સંબંધ બનાવવાનો વીડિયો પણ બનાવ્યો હતો. 

Oct 20, 2020, 03:23 PM IST

ચીનની ભયંકર દહેશત: માત્ર 10 દિવસમાં પાકિસ્તાનમાં TikTok પરના પ્રતિબંધનું સૂરસૂરિયું

ચીન (China) ના ફેંકેલા ટુકડાં પર જીવી રહેલા પાકિસ્તાને (Pakistan) ચીની સોશિયલ મીડિયા એપ ટિકટોક (TikTok)  પર લગાવેલો પ્રતિબંધ તાબડતોબ હટાવી દીધો છે. માત્ર 10 દિવસમાં જ પાકિસ્તાનની ઈમરાન ખાન સરકારે થૂંકેલું ચાટવાનો વારો આવ્યો છે. આ અગાઉ પાકિસ્તાને અશ્લિલતા ફેલાવવાના આરોપમાં ટિકટોક પર પ્રતિબંધ લગાવ્યો હતો. 

Oct 20, 2020, 08:22 AM IST

વર્ષે 40 લાખ રૂપિયા પગારવાળી નોકરી, કામ જાણીને તમે પણ અરજી કરવા દોડશો

સ્કોટલેન્ડની એક બિસ્કિટ બનાવનારી કંપની બોર્ડર બિસ્કિટે માસ્ટર બિસ્કિટિયરના પદ માટે એપ્લિકેશન ફોર્મ કાઢ્યું છે. જેમાં બિસ્કિટ ચાખવા માટે નોકરી ઓફર કરાશે. વાર્ષિક પેકેજ 40 હજાર પાઉન્ડ એટલે કે લગભગ 40 લાખ રૂપિયા મળશે. 

Oct 19, 2020, 11:15 AM IST

મોટો ઝટકો! Covid-19 ની સારવારમાં આ ચાર દવાઓ સાવ નિષ્ફળ, WHOનું નિવેદન

કોવિડ-19 (Covid 19) ને હરાવવામાં દુનિયાભરમાં ચાલી રહેલી કોશિશોને એક મોટો ઝટકો મળ્યો છે. આ મહામારીની સારવાર માટે બનાવવામાં આવેલી દવાઓમાં ચાર દવાઓ બેકાર સાબિત થઈ છે.

Oct 18, 2020, 01:57 PM IST

પેરિસ: શિક્ષકનું માથું વાઢી નાખનારા હુમલાખોર વિશે થયો ચોંકાવનારો ખુલાસો

ફ્રાન્સ(France) ના પેરિસ (Paris) શહેરમાં શાળામાં એક શિક્ષકની હત્યા બાદ પોલીસ ફાયરિંગમાં માર્યા ગયેલા શંકાસ્પદ વ્યક્તિ અંગે ચોંકાવનારો ખુલાસો થયો છે. 

Oct 18, 2020, 01:27 PM IST

ગ્લોબલ ટાઈમ્સની પોકળ ધમકી, ભારતને કહ્યું-તાઈવાનથી દૂર રહો, નહીં તો....

ચીની સરકારના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સ(Global Times)એ ફરી એકવાર ભારતને પોકળ ધમકી આપી અને કહ્યું કે ભારત તાઈવાનથી અંતર જાળવે. આ બધા વચ્ચે તેણે પોતાના ટ્વિટર હેન્ડલ પર સૈન્ય અભ્યાસ અને હથિયારોનું પ્રદર્શન પણ કર્યું. આ બધુ તે ભારત-ચીન વચ્ચે પ્રસ્તાવિત આઠમા તબક્કાની સૈન્ય વાર્તા પહેલા એટલા માટે કરી રહ્યું છે કારણ કે ભારત તેની સાથે નરમાશથી વર્તાવ કરે. જો કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે (Home Minister Amit Shah)ચોખ્ખા શબ્દોમાં સંભળાવી દીધુ છે કે તેનાથી અમને કોઈ ફકત પડતો નથી. 

Oct 18, 2020, 07:27 AM IST

આ હોટ ડોક્ટર પાસે સારવાર કરાવવા લોકો ખોટા ખોટા બીમાર પડે છે, તસવીરો જોતા જ રહી જશો

32 વર્ષીય ડોક્ટર જેસેનિયા દુનિયાની સૌથી સુદર અને હોટ ડોક્ટર હોવાનું દુનિયાભરમાં કહેવાય છે

Oct 17, 2020, 10:26 AM IST