)
Top 5 Lowest Price Car in India: ભારતમાં કાર ખરીદવા સમયે ગ્રાહકો ઘણી વાતોનું ધ્યાન રાખે છે, પરંતુ માઇલેજ સૌથી મહત્વની હોય છે. પેટ્રોલ-ડીઝલના ભાવ સતત બદલાતા રહે છે, તેવામાં વધુ માઇલેજવાળી કાર ખિસ્સા પર ઓછો ભાર નાખે છે. તેને ધ્યાનમાં રાખતા આજે અમે તમને આ સમાચારના માધ્યમથી 6 લાખથી ઓછી કિંમતમાં સૌથી વધુ માઇલેજ આપતી કાર વિશે જણાવીશું.
ટાટા ટિયાગો
ટાટા ટિયાગોની કિંમત 4.57 લાખ રૂપિયા છે. જે એન્જિન-માઇલેજની સાથે સાથે સેફ્ટીને પણ પ્રાથમિકતા આપે થે, તેના માટે ટાટા ટિયાગો એક સારો વિકલ્પ છે. લગભગ 26.4 કિમી/લીટરની માઇલેજની સાથે તે દમદાર બોડી અને આરામદાયક ઈન્ટીરિયર સાથે આવે છે.
હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 નિઓસ
હ્યુન્ડાઈ ગ્રાન્ડ આઈ10 નિઓસ ભારતમાં દક્ષિણ કોરિયન ઓટોમોબાઇલ કંપનીની એન્ટ્રી લેવલ કાર છે. તેમાં છ એરબેગ અને સ્ટાન્ડર્ડ ફીચર આપવામાં આવ્યા છે. આઈ10 નિઓસની કિંમત 5.98 લાખ (એક્સ-શોરૂમ) થી શરૂ થાય છે. તે પેટ્રોલ મેનુઅલ માટે લગભગ 18 કિમી/લીટર, પેટ્રોલ ઓટોમેટિક (AMT) માટે 16 કિમી/લીટર અને સીએનજી વેરિએન્ટ માટે 27 કિમી/કિલોગ્રામ સુધી માઇલેજ આપે છે.
મારૂતિ સુઝુકી સેલેરિયો
સુઝુકીસેલેરિયોની કિંમત 4.70 લાખ રૂપિયા છે. મારૂતિની આ કાર બજેટ પ્રમાણે ચાલતા ગ્રાહકો માટે શાનદાર વિકલ્પ છે. આ હેચબેક વેરિએન્ટનું માઇલેજ 26 કિમી/લીટર (ARAI દ્વારા દાવો( આપે છે, જ્યારે સીએનજી મોડલ 34.4 કિમીની માઇલેજ આપે છે.
મારૂતિ સુઝુકી અલ્ટો K10
મારૂતિ સુઝુકી અલ્ટો K10 ની કિંમત માત્ર 3.70 લાખ રૂપિયા છે. અલ્ટી એક નાની અને શહેરમાં ચલાવવા માટે શાનદાર કાર છે. ARAI ના દાવા અનુસાર તે 24.90 કિમી/લીટરની માઇલેજ આપે છે. તેમાં 1.0 લીટરનું કે-સિરીઝ- એન્જિન આવે છે અને તે કંપનીના Heartect પ્લેટફોર્મ પર બેસ્ડ નવા મોડલોમાંથી એક છે.
મારૂતિ સુઝુકી વેગનઆર
મારૂતિ સુઝુકી વેગનઆરની કિંમત 4.99 લાખ રૂપિયા છે. પોતાના ફીચર અને આરામદાયક બેસવાની સ્થિતિ માટે જાણીતી વેગનઆર શહેરી અવરજવર માટે ઉપયોગ થનારી કારના સેગમેન્ટમાં નંબર વન છે. તેનું 1.0 લીટર પેટ્રોલ વેરિએન્ટ 25.19 કિમીની માઇલેજ આપે છે.