એરટેલે લોન્ચ કરી IPTV સર્વિસ, 699 રૂપિયા મળશે સુપરફાસ્ટ ઈન્ટરનેટ; OTT એપ્સ અને 350 TV ચેનલ
Airtel IPTV Service: એરટેલે ભારતમાં એક નવી IPTV (ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન) સર્વિસને લોન્ચ કરી છે. આ સર્વિસ 2000છી વધુ શહેરોમાં ઉપલબ્ધ થશે, જેમાં મોટા શહેરો પણ સામેલ છે.
Trending Photos
Airtel IPTV: એરટેલે ભારતમાં નવી IPTV (ઇન્ટરનેટ પ્રોટોકોલ ટેલિવિઝન) સેવા શરૂ કરી છે. મોટા શહેરો સહિત 2,000થી વધુ શહેરોમાં આ સેવા ઉપલબ્ધ થશે. કંપનીનો ઉદ્દેશ્ય હોમ એન્ટરટેનમેન્ટ સેક્ટરમાં પોતાની પકડ મજબૂત કરવાનો છે. જો તમે Airtel IPTV સર્વિસ પસંદ કરો છો, તો તમે ઇન્ટરનેટ પર 29 સ્ટ્રીમિંગ એપ્સમાંથી ટીવી ચેનલો અને કન્ટેન્ટ જોઈ શકશો. આમાં Netflix, Apple TV+, Amazon Prime, SonyLIV અને ZEE5 સહિત 350થી વધુ ટીવી ચેનલો અને હાઇ-સ્પીડ Wi-Fi કનેક્ટિવિટી સહિત 29 મુખ્ય સ્ટ્રીમિંગ એપ્સનો સમાવેશ થાય છે. Airtel IPTV પ્લાન્સ દર મહિને રૂ. 699થી શરૂ થાય છે. ચાલો તમને Airtel IPTV સર્વિસ પ્લાનની કિંમત અને ફાયદાઓ વિશે વિગતવાર જણાવીએ.
એરટેલ IPTV સર્વિસની વિશેષતાઓ
Airtel IPTV ગ્રાહકો લગભગ 600 ટીવી ચેનલ અને નેટફ્લિક્સ, એપલ ટીવી+, એમેઝોન પ્રાઇમ વીડિયો, સોનીલીવ અને ZEE5 સહિત લોકપ્રિય સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ જોઈ શકશે. આ સિવાય એરટેલ શરૂઆતમાં ગ્રાહકોને 30 દિવસ માટે ફ્રી સર્વિસ પણ આપી રહી છે.
એરટેલ IPTV સેવા ક્યારે ઉપલબ્ધ થશે?
દેશમાં આ સર્વિસ ક્યારે શરૂ થશે તે અંગે કંપનીએ હજુ સુધી કોઈ માહિતી આપી નથી. જો કે, કંપનીએ એવું કહ્યું છે કે, આ સર્વિસ દિલ્હી, રાજસ્થાન, આસામ અને ઉત્તર-પૂર્વીય રાજ્યો સિવાય ભારતના મોટાભાગના ભાગોને આવરી લીધા છે. આ સ્થળો પર આગામી સપ્તાહોમાં સેવા શરૂ થવાની ધારણા છે.
એરટેલ આઇપીટીવી પ્લાન્સ અને કિંમત
એરટેલ IPTV સર્વિસ પ્લાન 699 રૂપિયાથી શરૂ થાય છે. આમાં તમને 40 Mbps થી 1 Gbps સુધીની WiFi સ્પીડ મળશે. આ ઉપરાંત કંપની આ પ્લાન સાથે 350 ટીવી ચેનલો અને 26 સ્ટ્રીમિંગ એપ્સને એક્સેસ પણ આપી રહી છે. ચાલો તમને પ્લાન્સ વિશે વિગતવાર જણાવીએ.
1. રૂ. 699 - આ બેઝ પ્લાન છે અને તે 350 ટીવી ચેનલો અને 26 સ્ટ્રીમિંગ એપ્સ સાથે 40 Mbps Wi-Fi સ્પીડ ઓફર કરે છે.
2. રૂ. 899 - આ પ્લાનમાં 350 ટીવી ચેનલો અને 26 સ્ટ્રીમિંગ એપ્સ સાથે 100 Mbps Wi-Fi સ્પીડ મળશે.
3. રૂ. 1,099 - આ પ્લાન 200 Mbps સ્પીડ સાથે 350 ટીવી ચેનલો ઓફર કરે છે. Apple TV+, Amazon Prime Video અને 26 વધુ સ્ટ્રીમિંગ એપ્સ પણ તેમાં ઉપલબ્ધ છે.
4. રૂ. 1,599 - આ પ્લાન Netflix, Apple TV+ અને Amazon Prime Video સહિત 29 સ્ટ્રીમિંગ એપ્સ સાથે 350 ટીવી ચેનલો સાથે 300 Mbps Wi-Fi સ્પીડ ઓફર કરે છે.
5. રૂ. 3,999 – આ ફ્લેગશિપ પ્લાન Netflix, Apple TV+ અને Amazon Prime Video સહિત 29 સ્ટ્રીમિંગ એપ્સ સાથે 350 ટીવી ચેનલો સાથે 1 Gbps Wi-Fi સ્પીડ ઓફર કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે