એરટેલના ગ્રાહકો માટે આવી છે જોરદાર ઓફર, પરંતુ છે 'આ' એક શરત

રિલાયન્સ જીયો  (Reliance Jio)એ જ્યારથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે ત્યારથી કંપનીઓ વચ્ચે સસ્તા ટેરિફ પ્લાન લોન્ચ કરવાની હોડ લાગી છે.

Viral Raval Viral Raval | Updated: Apr 13, 2018, 08:42 PM IST
એરટેલના ગ્રાહકો માટે આવી છે જોરદાર ઓફર, પરંતુ છે 'આ' એક શરત

નવી દિલ્હી: રિલાયન્સ જીયો  (Reliance Jio)એ જ્યારથી ટેલિકોમ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો છે ત્યારથી કંપનીઓ વચ્ચે સસ્તા ટેરિફ પ્લાન લોન્ચ કરવાની હોડ લાગી છે. તાજેતરમાં જિયોને પડકાર ફેંકવા અને ગ્રાહકોને આકર્ષિત કરવા માટે એરટેલ, વોડાફોન અને બીએસએનએલ તરફથી અનેક સસ્તા ટેરિફ પ્લાન લોન્ચ કરવામાં આવ્યાં હતાં. એરટેલ તરફથી હવે ફરીથી ગ્રાહકો માટે એક ધમાકેદાર ઓફર રજુ કરાઈ છે. નવા પ્લાન મુજબ એરટેલના યૂઝર્સને 30જીબી ડેટા ફ્રીમાં મળશે. એટલે કે કંપની દરરોજ એક જીબી ડેટા ફ્રી આપશે.

એરટેલે આ ઓફરનું નામ મેરા પહેલા સ્માર્ટફોન રાખ્યું છે. આ ઓફરમાં જે ગ્રાહક પોતાનો મોબાઈલ 4જી સીમકાર્ડ પર અપગ્રેડ કરશે તેને કંપની તરફથી 30જીબી ડેટા આપવામાં આવશે. આ ઓફરમાં જણાવવામાં આવ્યું છે કે એરટેલના જે ગ્રાહકો 2જી કે 3જી મોબાઈલનો ઉપયોગ કરી રહ્યાં છે તેમણે મફતમાં ડેટા મેળવવા માટે 4જી ફોન પર સીમકાર્ડ અપગ્રેડ કરવું પડશે. ત્યારબાદ કંપની તરફથી રોજ યૂઝરને એક જીબી ડેટા મળશે.

શું કરવું?
જો તમે એરટેલના યૂઝર હોવ અને તમારી પાસે 3જી હેન્ડસેટ હોય તો આ ઓફરનો તમને ફાયદો મળી શકે છે. 30જીબી ડેટા ફ્રી મેળવવા માટે તમારે સૌથી પહેલા 51111 પર કોલ કરવાનો રહેશે. એરટેલનો આ નંબર ટોલફ્રી છે. કોલ કર્યા બાદ આગામી 24 કલાકની અંદર યૂઝરને ડેટા ફ્રી મળવા લાગશે.

આ કંપનીઓ છે એરટેલની ભાગીદાર
એરટેલના યૂઝર્સ માટે રજુ કરાયેલી આ ઓફરમાં અનેક સ્માર્ટફોન કંપનીઓ પાર્ટનર છે. આ કંપનીઓમાં સેમસંગ, ઈન્ટેક્સ, કાર્બન, લાવા, સેલ્કોન, મોટોરોલા, લીનોવો, નોકિયા વગેરે સામેલ છે. આ અગાઉ પણ એરટેલ તરફથી આવો પ્લાન લોન્ચ કરવામાં આવ્યો હતો.

થોડા દિવસ પહેલા એરટેલે પોતાના યૂઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખતા સુપર ફાસ્ટ હોમ બ્રોડબેન્ડ પ્લાન લોન્ચ કર્યો હતો. કંપનીની આ પ્લાનથી જે યૂઝર્સ હાઈ સ્પીડ ઈન્ટરનેટ ઈચ્છે છે તેમને આકર્ષિત કરવા માંગે છે. એરટેલના જણાવ્યાં મુજબ આ પ્લાન મુજબ કસ્ટમર્સને 300mbps સુધીની અલ્ટ્રા હાઈસ્પીડ મળશે.

એરટેલનો આ પ્લાન ફાઈબર ટુ ધી હોમ (FTTH) પર આધારિત છે. જેના માટે ગ્રાહકે દર મહિને 2199 રૂપિયા ભાડું આપવું પડશે. જેમાં 1200જીબી અલ્ટ્રા હાઈ સ્પીડ ડેટા મળશે. આ સાથે જ અનલિમિટેડ લોકલ અને નેશનલ કોલિંગની સુવિધા પણ રહેશે.