Airtel ગ્રાહકો માટે મોટા ખુશખબર: આ છે 84 દિવસનું એકદમ સસ્તું રિચાર્જ પ્લાન,જાણો શું છે ખાસ?

Airtel Cheapest Recharge Plan: લાંબી વેલિડિટી સાથે સસ્તા રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો? જો હા, તો ચાલો એરટેલના સસ્તા 84 દિવસના પ્લાન વિશે જાણીએ.
 

 Airtel ગ્રાહકો માટે મોટા ખુશખબર: આ છે 84 દિવસનું એકદમ સસ્તું રિચાર્જ પ્લાન,જાણો શું છે ખાસ?

Airtel Cheapest Recharge Plan: આજના સમયમાં દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે અને તેના માટે રિચાર્જ કરાવવું પણ જરૂરી છે. ખાસ કરીને તે લોકો માટે જે ફોનમાં રિચાર્જ માત્ર કોલિંગ માટે નહીં પરંતુ ડેટા બેનિફિટ્સની સાથે ભરપૂર મનોરંજન માટે કરે છે. ટેલીકોમ કંપનીઓ દ્વારા અલગ અલગ સમય મર્યાદા અને સર્વિસની સાથે પ્લાન રજૂ કરે છે. ટેલીકોમ કંપનીઓમાં બીજા નંબર પર આવનાર એરટેલની વાત કરીએ તો પોતાના ગ્રાહકોને અલગ અલગ કિંમત અને સુવિધાઓની સાથે રિચાર્જ પ્લાન રજૂ કરે છે.

જો આપણે લાંબી વેલિડિટી પ્લાન વિશે વાત કરીએ તો આ કિસ્સામાં ગ્રાહકોની પ્રથમ પસંદગી 84 દિવસની વેલિડિટીવાળા રિચાર્જ પ્લાન છે, જેની કિંમત સામાન્ય રીતે 1000 રૂપિયાથી ઓછી હોય છે. જો કે, આજે અમે તમને એરટેલના 84 દિવસના સસ્તું રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે વધુ ડેટા અને મફત OTT સબસ્ક્રિપ્શન સાથે આવે છે. ચાલો જાણીએ એરટેલના 84 દિવસના સસ્તા રિચાર્જ પ્લાન વિશે.

એરટેલ સસ્તો રિચાર્જ પ્લાન
એરટેલનો 84 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન 1,199 રૂપિયામાં આવે છે. આમાં મળતા ફાયદા પ્લાનને સસ્તો બનાવે છે. કોઈપણ નેટવર્ક પર લોકલ અને એસટીડી કોલિંગ બિલકુલ ફ્રી છે. તમે 84 દિવસ માટે અનલિમિટેડ કૉલિંગનો આનંદ માણી શકો છો.

એરટેલનો 1199 રૂપિયાનો પ્લાન
અનલિમિટેડ કૉલિંગ ઉપરાંત એરટેલના રૂ. 1199ના પ્લાનમાં દરરોજ 100 SMS અને દરરોજ 2.5GB ડેટાનો લાભ પણ મળે છે. આ પ્લાન 210GB ના કુલ ડેટા લાભ સાથે આવે છે અને અનલિમિટેડ 5G ડેટાની સુવિધા પૂરી પાડે છે. એટલું જ નહીં, આ પ્લાન સાથે યુઝર્સને એમેઝોન પ્રાઇમ સબસ્ક્રિપ્શન ફ્રીમાં મળે છે. આ ઉપરાંત, 22 થી વધુ OTT એપ્સ, એરટેલ એક્સ્ટ્રીમ પ્લે પ્રીમિયમ, મફત કોલર ટ્યુન સેટ અને Apollo 24|7 સર્કલની સુવિધા ઉપલબ્ધ છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news