)
iPhone 17 Series ને લોન્ચ કરી દેવામાં આવી છે. આ સિરીઝમાં iPhone 17, iPhone 17 Pro, iPhone 17 Air અને iPhone 17 Pro Max ને ઉતારવામાં આવ્યા છે. જો તમે પણ તેમાંથી કોઈ નવો ફોન ખરીદવાનો પ્લાન બનાવી રહ્યાં છો તો પહેલા તે જાણી લેવું જોઈએ કે આખરે કયા દેશમાં આઈફોન 17 સિરીઝ સૌથી ઓછી કિંમતે મળી રહી છે?
જો તમને લાગે છે કે ભારતમાં આ સિરીઝની કિંમત સૌથી ઓછી છે તો એવું નથી. આજે અમે તમને જણાવીએ કે ભારત સિવાય અન્ય કયા દેશ છે જ્યાં આ સિરીઝના ફોનને ઓછી કિંમતે ખરીદી શકાય છે.
iPhone 17 Price
ભારતીય બજારમાં iPhone 17 ની શરૂઆતની કિંમત 82,900 રૂપિયા છે, પરંતુ અહીં નોંધનીય વાત એ છે કે આ ફોન USA માં ભારત કરતા ઓછી કિંમતે વેચાશે, USA માં iPhone 17 ની કિંમત $799 (લગભગ 70500 રૂપિયા) થી શરૂ થશે.
આ ફોન ચીનમાં ભારત કરતા સસ્તા ભાવે ઉપલબ્ધ થશે, એપલના આ નવીનતમ મોડેલની કિંમત 5999 ચીની યુઆન (અંદાજે રૂ. 74235) થી શરૂ થાય છે. આ ફોન જાપાનમાં ભારત કરતા ઓછી કિંમતે વેચાશે, જાપાનમાં આ ફોનની કિંમત JPY 129,800 (અંદાજે રૂ. 77594) થી શરૂ થાય છે.
iPhone 17 Air Price
ભારતીય બજારમાં, આ એર વેરિઅન્ટની કિંમત 1 લાખ 19 હજાર 900 રૂપિયાથી શરૂ થાય છે. યુએસમાં એર વેરિઅન્ટની શરૂઆતની કિંમત $999 (આશરે રૂ. 88400) છે, ચીનમાં શરૂઆતની કિંમત 7999 ચીની યુઆન (આશરે રૂ. 98,985) છે અને જાપાનમાં આ ફોનની શરૂઆતની કિંમત JPY 159,800 (આશરે રૂ. 95,528) છે.
iPhone 17 Pro Price
ભારતમાં આ પ્રો મોડલની શરૂઆતી કિંમત 1 લાખ 34 હજાર 900 રૂપિયા, ચીનમાં આ ફોનની શરૂઆતી કિંમત 8999 ચીની યુઆન (લગભગ 1,11,359 રૂપિયા) જાપાનમાં આ ફોનની શરૂઆતી કિંમત JPY 1,79,800 (લગભગ 1,07,483 રૂપિયા) અને યુએસમાં આ ફોનની શરૂઆતી કિંમત 1099 ડોલર (લગભગ 96853 રૂપિયા) રાખવામાં આવી છે.
iPhone 17 Pro Max Price
ભારતમાં પ્રો મેક્સ મોડેલની શરૂઆતની કિંમત ₹1,49,900 છે, ચીનમાં આ ફોનની શરૂઆતની કિંમત 9999 ચીની યુઆન (આશરે ₹1,23,734) છે, જાપાનમાં આ ફોનની શરૂઆતની કિંમત JPY 194,800 (આશરે ₹1,16,450) છે અને અમેરિકામાં આ ફોનની શરૂઆતની કિંમત $1199 (આશરે ₹1,05,666) છે.