એસયુવી ગાડીઓની લોકપ્રિયતાના કારણે હવે લોકો ઊંચી અને વધુ સ્પેસવાળી ગાડીઓ  ખરીદવાનું પસંદ કરે છે. જો કે એસયુવી અને કોમ્પેક્ટ એસયુવી ગાડીઓની કિંમત વધુ છે. આવામાં આ બંને સેગમેન્ટના અંતરને ઘટાડવા માટે હવે માઈક્રો એસયુવી ગાડીઓ આવી ગઈ છે. એસયુવી  જેવી દેખાતી આ ગાડીઓ હવે હેચબેકને ટક્કર આપે છે. આ માઈક્રો એસયુવી કારોને લોકો ખુબ પસંદ કરે છે. આ સેગમેન્ટમાં હુંડઈ એક્સટર, નિસાન મેગ્નાઈટ, સિટ્રોન સી3 જેવી કારો વેચાઈ રહી છે. પરંતુ અમે જે કારની વાત કરીએ છીએતે તે વેચાણમાં નંબર વન છે અને મારુતિની કારોને પછાડી ચૂકી છે. આ સસ્તી કારને લોકો તેના સેફ્ટી ફીચર્સના કારણે પણ ખુબ પસંદ ક રે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સેલ્સમાં  બધાને પછાડ્યા
અમે જે કારની વાત કરીએ છીએ તે ટાટા પંચ એસયુવી છે. કંપની તેને દેશમાં માઈક્રો એસયુવી સેગમેન્ટમાં વેચી રહી છે. તેનો મુકાબલો હુંડઈ એક્સટર સાથે છે પરંતુ તે વેચાણમાં ખુબ આગળ છે. ગત મહિને એપ્રિલમાં ટાટા પંચના 19,158 યુનિટ્સ વેચાયા અને દેશમાં સૌથી વધુ વેચાયેલી કાર બની. તેણે મારુતિની ટોપ સેલિંગ વેગનઆર, બલેનો અને સ્વિફ્ટ જેવી હેચબેક કારોને પણ પછાડી. 


હેચબેક કરતા ઓછી કિંમતમાં એસયુવી
ટાટા પંચની સૌથી ખાસ વાત એ છે કે તેની કિંમત મારુતિ સ્વિફ્ટ કરતા પણ ઓછી છે. મારુતિ સ્વિફ્ટના બેસ મોડલની કિંમત 6.24 લાખ રૂપિયા (એક્સ શોરૂમ)થી શરૂ થાય છે. જ્યારે ટાટા પંચની શરૂઆતની કિંમત 6.13 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે. એટલે કે જો તમે પંચનું બેસ મોડલ ખરીદો તો તે સ્વિફ્ટ કરતા પણ 11000 રૂપિયા જેટલી સસ્તી પડે. આટલી ઓછી કિંમતમાં પણ પંચ એક 5 સ્ટાર સેફ્ટી રેટિંગવાળી કાર છે. અત્રે જણાવવાનું કે આટલી ઓછી કિંમતમાં આવનારી કોઈ અન્ય એસયુવીમાં 5 સ્ટાર સેફ્ટી રેટિંગ હોતા નથી. 


એન્જિન અને ફીચર્સ
પંચમાં 1.2 લીટરનું પેટ્રોલ એન્જિન મળે છે. જે 88 બીએચપીનો પાવર અને 115 એનએમનો ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ સાથે 5 સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સનો પણ વિકલ્પ છે. કંપનીએ હાલમાં જ તેના સીએનજી ઓપ્શનને પણ લોન્ચ કર્યું છે જે ટ્વીન સિલિન્ડર ટેક્નોલોજી સાથે આવે છે. ટાટા પંચ પેટ્રોલમાં 20.09kmpl અને સીએનજીમાં 26.99km/kg માઈલેજ ઓફર કરે છે. 


એપ્રિલ મહિનાની વેચાણમાં ટોપ 10 કાર
ગત મહિને કઈ કારોનું ધૂમ વેચાણ થયું છે તેના આંકડા આવી ગયા છે. એપ્રિલમાં લોકો આ ગાડી ખરીદવા માટે રીતસરના તૂટી પડ્યા એવું કહી શકાય. સૌથી રસપ્રદ વાત એ છે કે ગત મહિને એસયુવીના વેચાણે તો કમાલ કરી નાખ્યો. એસયુવી અને એમપીવી સેગમેન્ટની કુલ 6 ગાડીઓ ટોપ પર રહી. આંકડા પર ફેરવો નજર...


1. ટાટા મોટર્સની કોમ્પેક્ટ એસયુવી ટાટા પંચને સતત બીજા મહિને ગ્રાહકોનો ભરપૂર પ્રેમ મળ્યો. પંચને એપ્રિલ મહિનામાં 19,158 લોકોએ ખરીદી અને ગત વર્ષના આ જ સમયગાળા સાથે સરખામણી કરીએ તો વેચાણમાં 75 ટકાનો વધારો થયો છે.  


2. મારુતિ સુઝૂકીની વેગનઆર કારે સતત બીજા મહિને ભારતમાં સૌથી વધુ વેચાતી કારોની યાદીમાં બીજો નંબર મેળવ્યો. વેગનઆરના ગત મહિને 17,850 યુનિટ્સ વેચાયા. જો કે આ ફેમિલી હેચબેકનું વેચાણ વાર્ષિક રીતે (ગયા વર્ષે આ જ સમયગાળામાં) જોઈએ તો ઘટ્યું છે.   


3. મારુતિ સુઝૂકીની આ કારે ગત મહિને લાંબી છલાંગ ગગાવી અને ત્રીજી બેસ્ટ સેલિંગ કાર બની ગઈ. મારુતિ સુઝૂકીની આ કોમ્પેક્ટ એસયુવીને 45 ટકાના વાર્ષિક વધારા સાથે 17,113 ગ્રાહકોએ ખરીદી. 


4. મારુતિ સુઝૂકીની જબરદસ્ત સેડાન ડિઝાયરને એપ્રિલમાં 15,825 ગ્રાહકોએ ખરીદી. ડિઝાયરના વેચાણમાં 56 ટકાનો વાર્ષિક રીતે વધારો થયો છે. 


5. હુંડાઈ મોટર ઈન્ડિયાની ટોપ સેલિંગ કાર ક્રેટા ગત મહિને પાંચમી સૌથી વધુ વેચાયેલી કાર રહી. ક્રેટાને 9 ટકાના વાર્ષિક વધારા સાથે 15,447 ગ્રાહકોએ  ખરીદી.   


6. મહિન્દ્રા સ્કોર્પિયો સીરીઝમાં સ્કોર્પિયો-એન અને સ્કોર્પિયો ક્લાસિકના ગત મહિને સંયુક્ત રીતે 14,807 યુનિટ વેચાયા. જે વાર્ષિક રીતે 54 ટકાના વધારા સાથે છે. એપ્રિલ 2023માં સ્કોર્પિયો એસયુવીના 9,617 યુનિટ વેચાયા હતા. 


7. મારુતિ સુઝૂકી ફ્રોન્ક્સના વેચાણમાં ગત મહિને સારો એવો ઉછાળો જવા મળ્યો. આ કારનું ગત મહિને 14,286 યુનિટ્સ વેચાણ થયું. ગત વર્ષની સરખામણીમાં 63 ટકાનો વેચાણમાં ઉછાળો જોવા મળ્યો. 


8. મારુતિ સૂઝૂકીની જ પ્રીમિયમ હેચબેક કાર બલેનોના એપ્રિલ મહિનામાં 14,049 લોકોએ ખરીદ્યા. તેના વેચાણમાં વાર્ષિક રીતે 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. 


9. મારુતિ સુઝૂકીની અર્ટિગા એપ્રિલ મહિનામાં 13,544 યુનિટ વેચાઈ. જે વાર્ષિક રીતે 145 ટકાના વધારા સાથે છે. 


10.  મારુતિ સુઝૂકીની ઈકો ગાડી ગત મહિને (એપ્રિલ મહિનામાં) 12,060 યુનિટ વેચાઈ હતી. બરાબર એક વર્ષ પહેલા આ જ મહિનામાં આ ગાડીના 10,504 યુનિટ વેચાયા હતા. એટલે કે વેચાણમાં 15 ટકાનો વધારો  થયો.