AUTO TECH: કઈ છે સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર? કેમ આ 5 ઈલેક્ટ્રીક કાર સૌને આવી રહી છે પસંદ?

BEST SELLING ELECTRIC CAR: જો તમે પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતમાં રાહત મેળવવા માગો છો, તો તમે ઈલેક્ટ્રીક કાર ખરીદી શકો છો. ઈલેક્ટ્રીક કાર પર સરકાર સબસિડી આપે છે જેના કારણે ઈલેક્ટ્રીક કારની માગમાં વધારો થયો છે. ભારતમાં ઘણી કંપનીઓ ઈલેક્ટ્રીક કાર લઈને બજારમાં ઉતરી છે. વધુ કંપનીઓ બજારમાં ઈલેક્ટ્રીક કાર માર્કેટમાં લોન્ચ કરશે.  તમને ભારતમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રિક કાર બતાવીશું, જાણો કઈ ઈલેક્ટ્રીક કાર બેસ્ટ ઓપ્શન છે.

AUTO TECH: કઈ છે સૌથી સસ્તી ઈલેક્ટ્રીક કાર? કેમ આ 5 ઈલેક્ટ્રીક કાર સૌને આવી રહી છે પસંદ?

નવી દિલ્હીઃ જો તમે પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતમાં રાહત મેળવવા માગો છો, તો તમે ઈલેક્ટ્રીક કાર ખરીદી શકો છો. ઈલેક્ટ્રીક કાર પર સરકાર સબસિડી આપે છે જેના કારણે ઈલેક્ટ્રીક કારની માગમાં વધારો થયો છે. ભારતમાં ઘણી કંપનીઓ ઈલેક્ટ્રીક કાર લઈને બજારમાં ઉતરી છે. વધુ કંપનીઓ બજારમાં ઈલેક્ટ્રીક કાર માર્કેટમાં લોન્ચ કરશે.  તમને ભારતમાં ઉપલબ્ધ ઈલેક્ટ્રિક કાર બતાવીશું, જાણો કઈ ઈલેક્ટ્રીક કાર બેસ્ટ ઓપ્શન છે.

No description available.

ટાટા નેક્સોન ઈલેક્ટ્રિક (TATA NEXON EV):
ભારતીય બજારમાં હાલ સૌથી વધારે ટાટા નેક્સોન ઈલેક્ટ્રીક કારની ડિમાન્ડ છે. ઓગસ્ટ-2021માં Nexon EVના ફુલ 1,022 યુનિટ્સ વેચાયા, જે અત્યાર સુધીની સૌથી સારા આંકડા છે. ગત વર્ષે ટાટા નેક્સોન EVના ફુલ 2,529 યુનિટ્સ વેચાયા હતા. ટાટા મોટર્સની સૌથી સુરક્ષિત SUV નેક્સોન EVની શોરૂમ કિંમત 13.99 લાખ રૂપિયાથી 16.25 લાખ રૂપિયા વચ્ચેની છે. આ કાર ત્રણ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. TATA NEXON EVને સુરક્ષિત કાર મનાઈ રહી છે. એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ ટાટા નેક્સોન 312 કિલોમીટર ચાલી શકે છે. આ કારમાં 8 વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી અને IP67 વોટરપ્રુફ બેટરી પેક પણ સામેલ છે. ટાટા નેક્સોનની બેટરીને એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે.

No description available.

ટાટા ટિગોર(TATA TIGOR):
ટાટા મોટર્સનો ઈલેક્ટ્રીક કાર પર સૌથી વધારે ફોકસ છે. ગયા મહિને જ TATAએ ઈલેક્ટ્રીક ટિગોર(TIGOR EV) લોન્ચ કરી. કંપનીના દાવા મુજબ નવી ટિગોર એક વખતના ચાર્જિંગમાં 250 કિલોમીટર ફરે છે. નવી TIGOR EVની કિંમત 11.99 લાખ રૂપિયાથી શરૂ થાય છે. કંપનીના મુજબ આ ભારતની સૌથી સસ્તી ELECTRONIC CAR છે. આ કારની બેટરીને એક કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. બેટરીમાં 8 વર્ષ સુધીની વોરંટી મળે છે.

Image preview

MG ZS EV:
તમે MG મોટરની ઈલેક્ટ્રિક કાર MG ZS EV પણ ખરીદી શકો છો. આ કારની પણ ભારતમાં સારી ડિમાન્ડ છે. MG મોટરએ જાન્યુઆરી-2020માં MG ZS EV લોન્ચ કરી હતી.  વર્ષ 2021માં ઓગસ્ટ સુધીમાં MG ZS EV કારની ફુલ 700 બુકિંગ મળી. ગત વર્ષે 1,142 યુનિટ્સનું વેચાણ થયું. આ કારની કિંમત 20.88 લાખ રૂપિયાથી 23.58 લાખ રૂપિયાની વચ્ચે છે. આ કાર બે વેરિઅન્ટ EXCITE અને EXCLUSIVEમાં ઉપલબ્ધ છે. કંપનીનો દાવો છે કે આ કાર સિંગલ ચાર્જમાં 350 કિલોમીટર સુધીની એવરેજ આપી શકશે. આ કારના 7.4KW ચાર્જરની મદદથી 6-8 કલાકમાં 100 ટકા ચાર્જ કરી શકાય છે. જોકે 50KW ડીસા ફાસ્ટ ચાર્જરથી આ કારને ચાર્જ થવામાં 50 મિનિટ જેટલો સમય લાગશે.

No description available.

હ્યુન્ડાઈ કોના (HYUNDAI KONA):
જો તમે લકઝરીયસ ઈલેક્ટ્રિક કાર ખરીદવા માગો છો, તો તમારા માટે હ્યુન્ડાઈ કોના બેસ્ટ ઓપ્શન છે. વર્ષ 2020માં આ કારનું માર્કેટમાં 5.6 ટકા માર્કેટ શેર રહ્યુ હતું.  હ્યુન્ડાઈ કોનાની દિલ્લીમાં એક્સ શો-રૂમ કિંમત 23.75 લાખ રૂપિયાથી 23.94 લાખ રૂપિયાની વચ્ચે છે.  હ્યુન્ડાઈ કોના કારને ભારતીય બજારમાં વર્ષ 2019માં લોન્ચ કરવામાં આવી હતી. કોનામાં 39.3Kwhની બેટરી લાગેલી છે જે 136 hp પાવર આપે છે. ફુલ ચાર્જ પર આ કાર 452 કિલોમીટર સુધી ચાલે છે. આ કારમાં લીથીમમ પોલીમર બેટરી એસી ચાર્જર પર 6 કલાકમાં ફુલ ચાર્જ થાય છે. કોના 0થી 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ પકડવામાં 9.7 સેકન્ડનો સમય લે છે. આ કારની ટોપ સ્પીડ 165 કિલોમીટર પ્રતિ કલાકની છે.

No description available.

Mahindra e-Verito:
જો તમે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાની ઈલેક્ટ્રિક કાર લેવા માગો છો, Mahindra e-Verito ખરીદી શકો છો. ભારતમાં આ કારની કિંમત 9.13 લાખ રૂપિયાથી 11.6 લાખ રૂપિયા વચ્ચે છે. આ કારને ફુલ ચાર્જ કરવા પર 181 કિલોમીટર સુધીની એવરેજ રહે છે. મહિન્દ્રાની ઈલેક્ટ્રિક કારમાં 21.2 Kwh લીથીયમ આયન બેટરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news