Maruti Hike Car Price: જો તમારું વેગનઆર, અલ્ટો, બલેનો....ખરીદવાનું પ્લાનિંગ હશે તો તમને લાગશે મોટો ઝટકો, વિગતો જાણો
Maruti Car Price Hike in India: મારુતિ દેશમાં બજેટ કારોના માર્કેટમાં મસમોટો હિસ્સો ધરાવે છે. આવામાં જો તમે પણ મારુતિની કોઈ પણ કાર ખરીદવાનું વિચારતા હશો તો તમને મોટો ઝટકો લાગી શકે છે. જાણો વિગતો.
Trending Photos
દેશની દિગ્ગજ ઓટો કંપની મારુતિ સુઝૂકીએ પોતાના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાના તમામ મોડલ્સના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લીધો છે. મારુતિ સુઝૂકીની કારો હવે 4 ટકા મોંઘી થઈ જશે. કંપનીએ પોતાના તમામ મોડલ્સની કિંમતોમાં 4 ટકાનો વધારો ઝીંક્યો છે. આ નવા ભાવ એપ્રિલ 2025થી લાગૂ થઈ જશે. કંપનીએ 17 માર્ચના રોજ માર્કેટ એક્સચેન્જમાં ફાઈલિંગ દરમિયાન આ જાણકારી આપી. કંપનીએ રેગ્યુલેટરી ફાઈલિંગમાં એ વાતની જાહેરાત કરી અને જણાવ્યું કે મારુતિ સુઝૂકીના અલગ અલગ મોડલના ભાવમાં વધારો કરાયો છે.
મારુતિની કારો થઈ મોંઘી
કંપનીએ નેશનલ સ્ટોક એક્સચેન્જ ફાઈલિંગને જાણકારી આપી છે. કંપનીએ જણાવ્યું કે મારુતિ સુઝૂકી અલગ અલગ મોડલો પર કિંમત વધારો કરવાની છે. કંપનીએ નિર્માણ ખર્ચ અને ઓપરેશનલ ખર્ચ વધવાના કારણે કારની કિંમત વધારવાનો નિર્ણય લીધો છે. કંપનીએ જણાવ્યું કે ઈનપુટ કોસ્ટ અને કાચામાલના ભાવોમાં વધારાના કારણે આ નિર્ણય લેવાયો છે.
કંપની તરફથી જાણકારી અપાઈ છે કે અલગ અલગ મોડલો પર ભાવને 4 ટકા સુધી વધારવામાં આવ્યા છે. બ્રેઝાથી લઈને જિમ્ની અને અન્ય મોડલ સુધી દરેક કારની કિંમત પર 4 ટકાનો વધારો કરાયો છે. આ નવા ભાવ એપ્રિલ 2025થી લાગૂ થઈ જશે.
2 મહિનાની અંદર ફરી ભાવ વધારો
કંપનીએ આ અગાઉ વર્ષની શરૂઆતમાં એટલે કે જાન્યુઆરી મહિનામાં જ કારના ભાવમાં વધારાનો નિર્ણય લીધો હતો. તે વખતે કંપનીએ કારના ભાવમાં 4 ટકાનો વધારો કર્યો હતો. હવે કંપનીએ માર્ચમાં ફરીથી ભાવ વધારવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદ હવે મારુતિ સુઝૂકીની કાર ખરીદવાનું ગ્રાહકો માટે મોંઘુ બની જશે.
સેલ્સના આંકડા જોઈએ તો મારુતિએ ફેબ્રુઆરી 2025માં 1,60,791 યુનિટ્સ વેચ્યા છે. જો કે કંપનીએ માર્ચ 2024માં 1,60,272 યુનિટ્સ વેચ્યા હતા. વાર્ષિક આધારે કંપનીના સેલ્સમાં 0.32 ટકાનો વધારો જોવા મળ્યો છે. જો કે મંથલી બેસિસ પર કંપનીના સેલ્સમાં 7 ટકાનો ઘટાડો નોંધાયો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે