આવી ગયું Instagram પર WhatsApp વાળું ફીચર, તમારી બકુ-જાનું ક્યા ફરે છે? ચુટકીમાં મળશે જાણકારી
Instagram New Features: કરોડો ઈન્સ્ટાગ્રામ યૂઝર્સ માટે WhatsApp વાળું ધાંસૂ ફીચર આવી ગયું છે. પાર્ટનર કયા ફરી રહ્યું છે હવે તમારે તેની જાણકારી મિનિટોમાં મળશે.
Instagram New Features: શું તમે પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો તમારા માટે એક ગુડ ન્યૂઝ છે. જોકે, કંપની Instagram પણ WhatsApp વાળું ફીચર લઈને આવી ગઈ છે. જી હા... Instagram હવે યૂઝર્સને પોતાના લાઈવ લોકેશનને દોસ્તો સાથે શેર કરવાની સુવિધા આપી રહ્યું છે. જોકે, આ સુવિધા પહેલાથી જ અન્ય સોશિયલ મીડિયા ચેનલ્સ પર ઉપયોગ કરવામાં આવી રહી છે, પરંતુ આ ઈન્સ્ટાગ્રામ માટે નવું છે. આ સુવિધા ઈન્સ્ટાગ્રામના ડાયરેક્ટ મેસેજમાં કામ કરે છે, જેમાં સ્ટિકર પેક અને નિકનેમ સહિત અન્ય નવી સુવિધાઓ પણ સામેલ છે.
Instagram પર લાઈવ લોકેશન ફીચર કેવી રીતે કરશો ઉપયોગ?
હવે પોતાના DMમાં તમે પોતાના લાઈવ લોકેશનને 1 કલાક સુધી શેર કરી શકો છો. એટલું જ નહીં, તમે ભીડ ભાડવાળી જગ્યાઓ પર એક-બીજાને શોધવા માટે મેપ પર કોઈ એક પ્લેસને પિન કરી શકે છે. ઈન્સ્ટાગ્રામની લાઈવ લોકેશન સુવિધા તમને DM મારફતે ખાનગી રીતે પોતાના રિયલ ટાઈમ સ્પોટને શેર કરવા દે છે. આ ડિફોલ્ટ રીતે બંધ રહે છે અને ઓન કરશો તો એક કલાક સુધી લાઈવ રહે છે. તેણે માત્ર ચેટમાં પાર્ટિસિપેન્ટ્સ જોઈ શકે છે. તેણે બીજે ક્યાય ફોરવર્ડ કરી શકાતું નથી.
લોકેશન શેર કરવાની સુરક્ષિત રીત
ચેટના ટોપ પર એક વિજિબલ ઈન્ડિકેટર તમને યાદ અપાવે છે કે લાઈવ લોકેશન શેયરિંગ એક્ટિવ છે અને તમે કોઈ પણ સમય શેયરિંગ બંધ કરી શકો છો. આ સુવિધા પ્રાઈવેસીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે, જેનાથી તમે તમારા વિશ્વાસું અને પરિવારની સાથે તમારા લોકેશનને શેર કરવાનો એક સુરક્ષિત ટેકનિક બની જાય છે. તેણે હંમેશા જવાબદારીથી અને માત્ર તે લોકોની સાથે ઉપયોગ કરો જેના પર તમે ભરોસા કરો છો. લોકેશન શેર કરવાની સુવિધા વર્તમાનમાં માત્ર પસંદગીના દેશોમાં ઉપલબ્ધ છે.
આવી ગયા 300થી વધુ મજેદાર સ્ટિકર
ઈન્સ્ટાગ્રામે 17 નવા સ્ટિકર પેક પણ રજૂ કર્યા છે, જે તમને DMને મઝેદાર બનાવવા માટે 300થી વધુ મઝેદાર સ્ટિકર રજૂ કર્યા છે. હવે તમે ચેટથી સીધા પસંદગીના સ્ટિકરનો ઉપયોગ કરી શકો છો, જેનાથી મિત્રો દ્વારા શેર કરવામાં આવેલા અથવા તો કટઆઉટનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા સ્ટિકરનો ફરીથી ઉપયોગ કરવો સરળ થઈ જાય છે.
જો તમે લાગણીઓ વ્યક્ત કરી રહ્યાં હોવ કે તમારી ચેટમાં કંઈક નવું ઉમેરી રહ્યા હોવ, આ સ્ટીકરો શ્રેષ્ઠ છે.