તહેવારોમાં 8000 રૂપિયાની અંદર ખરીદો Best Budget Smartphones, આ 5 ફોન પર કરો એકનજર

દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં ઓનલાઈ-ઓફલાઈન સ્ટોર્સ પર અનેક કેટેગરીના પ્રોડક્ટસ પર શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સમયે સ્માર્ટફોન્સ પર અનેક આકર્ષક ઓફર્સ ગ્રાહકોને આપવામાં આવે છે. તેવામાં જો તમે તમારા માટે અથવા કોઈને ગિફ્ટ કરવા માટે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને 8000 રૂપિયાના બજેટમાં આવતા બેસ્ટ સ્માર્ટઉફોન્સ વિષે માહિતી આપશું.
 

તહેવારોમાં 8000 રૂપિયાની અંદર ખરીદો Best Budget Smartphones, આ 5 ફોન પર કરો એકનજર

નવી દિલ્હીઃ દેશમાં તહેવારોની સિઝન ચાલી રહી છે. આ સિઝનમાં ઓનલાઈ-ઓફલાઈન સ્ટોર્સ પર અનેક કેટેગરીના પ્રોડક્ટસ પર શ્રેષ્ઠ ડીલ્સ અને ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. આ સમયે સ્માર્ટફોન્સ પર અનેક આકર્ષક ઓફર્સ ગ્રાહકોને આપવામાં આવે છે. તેવામાં જો તમે તમારા માટે અથવા કોઈને ગિફ્ટ કરવા માટે નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યાં છો, તો અમે તમને 8000 રૂપિયાના બજેટમાં આવતા બેસ્ટ સ્માર્ટઉફોન્સ વિષે માહિતી આપશું.

No description available.

1) Poco C3-
આ સ્માર્ટફોનને ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને હાલમાં ફ્લિપકાર્ટ પરથી 7499 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Helio G35 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ 13MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.

No description available.

2) Realme Narzo 50i-
આ સ્માર્ટફોનની ગત મહિને જ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો. આ ફોનને પણ ફ્લિપકાર્ટ પરથી 7499 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચ HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોનમાં Unisoc 9863 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ 8MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.

3) Samsung Galaxy M02-
આ સ્માર્ટફોનને આ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને Amazon પરથી 7999 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં એન્ડ્રોઈડ 10 બેઝ્ડ One UI અને MediaTek MT6739 પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ 13MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.

4) Redmi 9A Sport-
આ સ્માર્ટફોન ગત મહિને ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને Amazon પરથી 6999 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Helio G25 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 બેઝ્ડ MIUI 12 આપવામાં આવ્યું છે. સાથે જ 13MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.

No description available.

5) Realme C20-
આ સ્માર્ટફોનને આ વર્ષના એપ્રિલ મહિનામાં લોન્ચ કરવામાં આવ્યો હતો. આ ફોનને Amazon પરથી 7650 રૂપિયાની શરૂઆતી કિંમત પરથી ખરીદી શકાય છે. આ ફોનમાં 6.5 ઈંચની HD+ ડિસ્પ્લે આપવામાં આવી છે. ફોનમાં MediaTek Helio G35 પ્રોસેસર અને એન્ડ્રોઈડ 10 બેઝ્ડ રિયલમી UI આપવામાં આવ્યું છે. સાથે જ 8MPનો રિયર કેમેરો, 5MPનો સેલ્ફી કેમેરો અને 5000mAHની બેટરી આપવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news