8 લાખની કાર ફરી બની ટોપર, મારૂતિથી લઈને મહિન્દ્રા સુધીની ગાડીઓને પાછળ છોડી
Tata Nexon: છેલ્લા ત્રણ મહિનાથી ટાટા નેક્સન ભારતીય બજારમાં પ્રભુત્વ ધરાવે છે. તે સતત નંબર 1 પર રહી છે, મારુતિ સુઝુકીથી લઈને મહિન્દ્રા સુધીના અન્ય તમામ વાહનોને પાછળ છોડી દીધા છે.
Trending Photos
)
ટાટા મોટર્સની કોમ્પેક્ટ SUV Nexon નવેમ્બરમાં પણ ભારતની સૌથી વધુ વેચાનારી કાર બની. તેણે Maruti Suzuki, Hyundai અને Mahindra જેવી કંપનીઓની કારને પછાડી છે. નવેમ્બરમાં ને્સોનના 22434 યુનિટ્સનું વેચાણ થયું છે. તે સતત ત્રીજીવાર નંબર-1 બની છે. ઓક્ટોબરમાં નેક્સોનના 22083 યુનિટ્સ અને સપ્ટેમ્બરમાં 22573 યુનિટ્સનું વેચાણ થયું હતું.
રસપ્રદ વાત છે કે છેલ્લાં ત્રણ મહિનામાં દર મહિને નેક્સોનના 22000 થી વધુ યુનિટ્સનું વેચાણ થયું છે. તે દર્શાવે છે કે ભારતીય કાર બજારમાં, ખાસ કરી 4 મીટરથી નાની કારના સેગમેન્ટમાં નેક્સોનની માંગ સતત યથાવત છે. આ સેગમેન્ટમાં પહેલા મારૂતિ સુઝુકીનો દબદબો રહ્યો છે.
Tata Nexon ઘણા વર્ષથી SUV સેગમેન્ટની લીડર
Tata Nexon કંપનીનું સૌથી વિશ્વાસપાત્ર મોડલ છે. તે સતત ત્રણ નાણાકીય વર્ષ સુધી ભારતની સૌથી વધુ વેચાતી એસયુવી રહી છે. FY22 માં 1.24 લાખ યુનિટ્સ, FY23 માં 1.72 લાખ યુનિટ્સ અને FY24 માં 1.71 લાખ યુનિટ્સનું વેચાણ થયું છે. FY25મા વેચાણ થોડું ઘટી 1.63 લાખ યુનિટ્સ રહ્યું છે. FY26 માં અત્યાર સુધી કંપનીએ 1.30 લાખ કારનું વેચાણ કર્યું છે.
GST 2.0 ને કારણે Nexon ની માંગમાં વધારો
GST 2.0 બાદ નેક્સોનની કિંમતમાં આશરે 1.55 લાખ રૂપિયા જેટલો ઘટાડો થયો છે. ત્યારબાદ તેની કિંમત વધુ આકર્ષક થઈ ગઈ અને તે ઘણી એસયુવી અને હેચબેકના મુકાબલે મજબૂત થઈ છે. Tata અન્ય ઓફર્સ પણ આપી રહ્યું છે. હવે નેક્સોનની શરૂઆતી કિંમત 8 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ) છે અને તે ગ્રાહકોને સતત આકર્ષિત કરી રહી છે.
Tata Nexon માં ઘણા એન્જિન અને ગિયરબોક્સ વિકલ્પ
Nexon ની સૌથી મોટી તાકાત તેના ઘણા પાવરટ્રેન વિકલ્પ છે. 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જિન ઘણા ગિયરબોક્સ સાથે આવે છે. પેટ્રોલ-CNG વેરિએન્ટ પણ છે. સાથે 1.5-લીટર ડીઝલ એન્જિન મેનુઅલ અને ઓટોમેટિક બંનેમાં ઉપલબ્ધ છે. ટાટાની ટ્વિન-સિલિન્ડર CNG તકનીકથી બૂટ સ્પેસ પણ ઓછું થતું નથી, જે ઓછા ખર્ચમાં કાર ચલાવનાર માટે સારી વાત છે.
Tata Nexon.ev થી ઈલેક્ટ્રિક SUVમાં પણ મજબૂતી
ઈલેક્ટ્રિક સેગમેન્ટમાં પણ Nexon.ev ની પકડ મજબૂત છે. 45kWh મોડલ 350-375 કિમીની રિયલ-વર્લ્ડ રેન્જ આપે છે, જ્યારે નાનું 30kWh મોડલ 210-230 કિમીની રેન્જ આપે છે. નેક્સોનની સેફ્ટી તેની મોટી ખાસિયતમાંથી એક છે. તેના પેટ્રોલ-ડીઝલ અને ઈલેક્ટ્રિક બંને મોડલને Bharat NCAPમાં 5-સ્ટાર રેટિંગ મળ્યું છે. ટાટાના ઘણા મોડલ પણ 5-સ્ટાર રેટેડ છે, જેમાં Altroz, Punch.ev, Curvv, Curvv.ev, Harrier, Harrier.ev અને Safari સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














