33km ની માઇલેજ, કિંમત 6 લાખ રૂપિયા, આ છે ભારતની બેસ્ટ CNG કાર

જો તમે આ મહિને સારી CNG કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો અહીં અમે તમને કેટલાક શ્રેષ્ઠ વિકલ્પો વિશે માહિતી આપી રહ્યા છીએ જે તમારા માટે વધુ સારી પસંદગી સાબિત થઈ શકે છે.

33km ની માઇલેજ, કિંમત 6 લાખ રૂપિયા, આ છે ભારતની બેસ્ટ  CNG કાર

Best CNG Cars In India: દેશમાં ઈલેક્ટ્રિક કારોની એન્ટ્રી બાદ પણ CNG કારની ડિમાન્ડમાં ઘટાડો થયો નથી. દરરોજના ઉપયોગ માટે CNG કાર સારો વિકલ્પ માનવામાં આવે છે. આ સમયે બજારમાં મારૂતિ સુઝિકીથી લઈને ટાટા મોટર્સની CNG કાર ઉપલબ્ધ છે. ખાસ વાત છે કે તેમાં બૂટ સ્પેસ પણ વધારે મળે છે, જ્યાં લોકો સામાન રાખી શકે છે. જો તમે પણ CNG કાર લેવાનું વિચારી રહ્યાં છો તો અહીં અમે તમને કેટલીક કારની જાણકારી આપી રહ્યાં છીએ જે તમારા માટે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

Tata Tiago CNG
ટાટા મોટર્સની પોપુલર હેચબેક કાર Tiago CNG તમારા માટે બેસ્ટ વિકલ્પ સાબિત થઈ શકે છે. Tiago CNG ની એક્સ-શોરૂમ કિંમત 6 લાખ રૂપિયાથી શરૂ થાય છે. એક કિલોગ્રામ સીએનજીમાં 26.49 કિલોમીટર સુધી દોડી શકે છે. Tiago CNG માં 1.2L નું પેટ્રોલ એન્જિન લાગેલું છે અને આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સથી લેસ છે, તેમાં 242 લીટરની બૂટ સ્પેસ મળે છે. સેફ્ટી માટે કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની સાથે એરબેગ, 3 પોઈન્ટ સીટ બેલ્ટ અને ડિસ્ક બ્રેકની સુવિધા મળે છે.

Maruti Suzuki  Swift CNG
મારૂતિ સુઝુકી સ્વિફ્ટ  CNG એક સારો વિકલ્પ છે. તેમાં સારી સ્પેસ મળે છે. સ્વિફ્ટ સીએનજીમાં 1.2 લીટરનું એન્જિન છે જે 70 PS નો પાવર અને 102NM નો ટોર્ક જનરેટ કરે છે. આ એન્જિન 5 સ્પીડ મેનુઅલ ગિયરબોક્સથી લેસ છે. સીએનજી મોડ પર  33km/kg ની માઇલેજ ઓફર કરે છે. સેફ્ટી માટે કારમાં 6 એરબેગ્સ, 3 પોઈન્ટ સીટ બેલ્ટ, હિલ હોલ્ડ કંટ્રોલ, ESC, એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમની સાથે ઈબીડી જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કારમાં પાંચ લોકો બેસી શકે છે. 

Hyundai Exter CNG
હ્યુન્ડઈ Exter CNG પણ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ એક સબ-કોમ્પેક્ટ એસયુવી છે, જે શાનદાર ક્વોલિટી માટે જાણીતી છે, તેમાં સ્પેસ પણ સારી મળે છે. તેમાં Dual CNG ટેંક મળે છે, જેના કારણે બૂટ સ્પેસ સારી મળે છે. આ કારમાં EXTER CNG Dual Cylinder મા 1.2L Bi-Fuel  (પેટ્રોલ+CNG) એન્જિન આપવામાં આવ્યું છે, જે 69  PS નો પાવર અને 95.2 Nm નો ટોર્ક આપે છે.

આ એન્જિન 5 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. કંપની પ્રમાણે આ કાર 27.1 km/kg  ની માઇલેજ આપે છે. તેમાં સનરૂફ , LED DRLs, LED ટેલ લેમ્પ, ઓટોમેટિક ટેમ્પ્રેચર કંટ્રોલ, 6 એરબેગ, ઈલેક્ટ્રિક સ્ટેબિલિટી કંટ્રોલ, હિલ સ્ટાર્ટ કંટ્રોલ અને અન્ય ફીચર્સ સામેલ છે. Exter CNG મોડલની એક્સ-શોરૂમ કિંમત 8.50 લાખ રૂપિયાથી શરૂ થાય છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news