વોટ્સએપ વાપરનારા સાવધાન, 'આ' એપથી ખાસ ચેતજો.. નહીં તો આવી બન્યું સમજો

એક રિપોર્ટ મુજબ ભારતમાં આ એપને એન્ડ્રોઈડ પર વાપરવા માટે લગભગ તમારે 2 ડોલર (140 રૂપિયા) ખર્ચ કરવો પડશે.

વોટ્સએપ વાપરનારા સાવધાન, 'આ' એપથી ખાસ ચેતજો.. નહીં તો આવી બન્યું સમજો

નવી દિલ્હી: આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો છે. ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર જેવા માધ્યોમોની બોલબાલા છે. વોટ્સએપ મોબાઈલ મેસેજિંગ એપના તો દુનિયાભરમાં અબજો યૂઝર્સ છે. તેના દ્વારા તેઓ સંદેશાઓ, વીડિયો, તસવીરો, વગેરે પોતાના મિત્ર વર્તુળ, પરિવારજનો સાથે શેર કરતા હોય છે. પરંતુ આમ છતાં વોટ્સ એપ દ્વારા તમારી જાસૂસી થઈ શકે છે. આમ તો વોટ્સએપમાં લાસ્ટ સીન હાઈડ  કરવાનું ઓપ્શન છે. જો કે એક એવી એપ આજકાલ છે જેના દ્વારા તમારા કોન્ટેક્ટમાં હોય તેવા વોટ્સએપ ફ્રેન્ડ પર નજર રાખી શકાય છે. પછી ભલે તમે ગમે તેટલા સિક્યોરિટી ફિચર્સનો ઉપયોગ કરતા હોવ.

આ એપનું નામ 'ચેટવોચ' એપ છે. અને તેનાથી જાણી શકાય છે કે તમે ક્યારે વોટ્સએપ પર ઓનલાઈન છો. આ એપ વોટ્સએપના પબ્લિક ઓનલાઈન અને ઓફલાઈન ફીચરનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા બીજા લોકો જાણી શકે છે કે તમે રોજ ક્યારે ઓનલાઈન હોવ છો અને આ એપથી એ પણ જાણી શકાય છે કે તમારા બે અલગ અલગ વોટ્સએપ કોન્ટેક્ટ પરસ્પર ચેટ કરી રહ્યાં છે કે નહીં.

રિપોર્ટ મુજબ 'કેટવોચનો ઉપયોગ કરીને મિત્રો, પરિવાર, કર્મચારીઓ કે વોટ્સએપ પર થઈ રહેલી ઓનલાઈન કે ઓફલાઈન એક્ટિવિટી પર નજર રાખી શકાય છે. એટલે સુધી કે જો તમે લાસ્ટ સીન હાઈડ કરી રાખ્યું હોય તો પણ તમે જાણી શકો છો કે ક્યારે ઓનલાઈન થયાં. આ એપ દ્વારા એ પણ જાણી શકાય છે કે તે કોન્ટેક્ટ ક્યારે સૂઈ ગયો અને કેટલીવાર સુધી સૂતો રહ્યો. એટલે સુધી કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ દ્વારા પોતાના જાણીતા લોકોની ચેટ પેટર્ન પણ જાણી શકે છે અને તમને માલુમ પડી જશે કે દિવસભરમાં ક્યારે અને કેટલીવાર પરસ્પર ચેટ કરે છે.'

એક રિપોર્ટ મુજબ ભારતમાં આ એપને એન્ડ્રોઈડ પર વાપરવા માટે લગભગ તમારે 2 ડોલર (140 રૂપિયા) ખર્ચ કરવો પડશે. આ એપ રિઝલ્ટ આપતા પહેલા લગભગ 24 કલાકનો સમય લે છે. જો કે એપલે પોતાના એપ સ્ટોરમાંથી આ એપને હટાવી દીધી છે. પરંતુ ગુગલે પ્લે સ્ટોર પર એન્ડ્રોઈડ યૂઝર્સ માટે હજુ પણ આ એપ ડાઉનલોડ ઉપલબ્ધ રાખી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news