વોટ્સએપ યૂઝર્સ સાવધાન.. આ એક મેસેજથી ક્રેશ થઈ શકે છે તમારો ફોન!

: વોટ્સએપ દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે અને ત્યાં સ્પમ અને માલવેયર ખુબ આવતા હોય છે.

Viral Raval Viral Raval | Updated: May 9, 2018, 06:59 PM IST
વોટ્સએપ યૂઝર્સ સાવધાન.. આ એક મેસેજથી ક્રેશ થઈ શકે છે તમારો ફોન!

નવી દિલ્હી: વોટ્સએપ દુનિયામાં સૌથી લોકપ્રિય મેસેજિંગ એપ છે અને ત્યાં સ્પમ અને માલવેયર ખુબ આવતા હોય છે. જો કે વોટ્સએપ દ્વારા હાલ એક નવો બગ ફોરવર્ડ થઈ રહ્યો છે. જેના દ્વારા માત્ર એપ જ નહીં પરંતુ એન્ડ્રોઈડ ફોન ક્રેશ થઈ રહ્યાં છે. અહેવાલો મુજબ આ ફોરવર્ડેડ મેસેજમાં એક કોડ છે જેના પર ટેપ કરવાથી વોટ્સએપ અને ઓએસ બંને પર અસર પડે છે.

સ્લેશગિયરના રિપોર્ટ મુજબ લોકોને ચેટબોક્સમાં એક ખાસ પ્રકારનો મેસેજ મોકલવામાં આવી રહ્યો છે. જેના પર ટેપ કરવાથી એપમાં હિડન સિંબોલ્સ ઓપન થાય છે. આમ કરવાથી એપ તથા ઓએસ ક્રેશ થાય છે. આવા સંદેશા કે મેસેજ બોમ્બ નવા નથી અને ફક્ત એન્ડ્રોઈડ ફોનમાં જ થાય છે એવું નથી. અત્રે જણાવવાનું કે આઈમેસેજમાં પણ એપ ક્રેશ થનારા બગ આવે છે.

રિપોર્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે ફોરવર્ડ કરવામાં આવેલા વોટ્સએપ મેસેજના બે વેરિયંટ છે. એકમાં બ્લેક ડોટ છે જે એક ચેતવણી સાથે આવે છે અને તેના પર યૂઝરને ટેપ કરવાની ખુબ ઉત્સુકતા રહેતી હોય છે. જ્યારે બીજો મેસેજ બોમ્બ કે ખતરનાક મેસેજ લોકોના ફોન અને વોટ્સએપને નુકસાન પહોંચાડી રહ્યો છે અને આ કોઈ વોર્નિંગ સાથે પણ નથી આવતોૌ. આ મેસેજમાં સ્પેશિયલ કેરેક્ટર છે જે સામેવાળાને દેખાતા નથી પરંતુ ટેક્સ્ટ બિહેવિયર બદલી નાખે છે.

હાલમાં જ એફ8 ડેવલપર કોન્ફરન્સમાં ફેસબુકના માલિકી હકવાળા વોટ્સએપે જાહેરાત કરી હતી કે એપમાં સ્ટેટસ ફીચરના લગભગ 450 મિલિયન ડેલી યૂઝર છે. માર્ક ઝુકરબર્ગે ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપમાં ગ્રુપ વીડિયો અને વોઈસ કોલિંગ સુવિધા ઉપરાંત સ્ટિકર્સ માટે સપોર્ટ આવવાની પણ જાહેરાત કરી હતી.