માત્ર 2399 રૂપિયામાં મળશે 425 દિવસની વેલિડિટી, દરરોજ 2GB ડેટા, આ કંપનીની ધમાકેદાર ઓફર

સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ ઓફર આપી રહી છે. હવે કંપનીએ 425 દિવસની વેલિડિટી સાથે એક પ્લાન લોન્ચ કર્યો છે. જાણો આ પ્લાનની વિગત....

માત્ર 2399 રૂપિયામાં મળશે 425 દિવસની વેલિડિટી, દરરોજ 2GB ડેટા, આ કંપનીની ધમાકેદાર ઓફર

BSNL Extra Validity Recharge Plans: BSNL પોતાના કરોડો યુઝર્સ માટે અનેક ઓફર લાવતું રહે છે. હવે કંપની પોતાના એક વર્ષના રિચાર્જ પર 365 નહીં પરંતુ 425 દિવસની વેલિડિટી આપી રહી છે.

સરકારી કંપની BSNL નો 425 દિવસની વેલિડિટીવાળો પ્લાન ખાનગી ટેલિકોમ કંપનીઓને ટક્કર આપી શકે છે. ખાસ વાત છે કે આ પ્લાનની કિંમત પણ Airtel, Jio અને VI ના એક વર્ષના રિચાર્જની તુલનામાં ઓછી છે. એટલે જ નહીં Airtel, Jio અને VI ના એક વર્ષના રિચાર્જના મુકાબલે વેલિડિટી વધુ મળે છે.

Add Zee News as a Preferred Source

BSNL નો એક વર્ષનો પ્લાન
મહત્વનું છે કે બીએસએનએલના પોર્ટફોલિયોમાં 70 દિવસથી લઈને 150 દિવસ, 160 દિવસ, 180 દિવસ, 336 દિવસ અને 365 દિવસ સુધીના પ્લાન હાજર છે. હવે કંપની ગ્રાહકોને 425 દિવસનો પ્લાન ઓફર કરી રહી છે.

BSNL નો 425 દિવસનો પ્લાન
સરકારી કંપનીના 425 દિવસની વેલિડિટીવાળા પ્લાનની કિંમત 2399 રૂપિયા છે. આ પ્લાનમાં યુઝર્સને 425 દિવસ સુધી બધા નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા મળે છે.

આ પ્લાનમાં કંપની ગ્રાહકોને દરરોજ 2 જીબી ડેટા આપી રહી છે. વેલિડિટી દરમિયાન યુઝર્સને કુલ 850GB હાઈ સ્પીડ ડેટા મળશે. પરંતુ ડેલી લિમિટ પૂરી થયા બાદ ઈન્ટરનેટની સ્પીડ 40Kbps મળશે. આ સિવાય પ્લાનમાં યુઝર્સને દરરોજ 100 ફ્રી એસએમએસ મળશે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ રાજનીતિ અને બિઝનેસ સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર્ષનો બહોળો અનુભવ છે. ક્રિકેટ એમનું પેશન છે, ક્

...और पढ़ें

Trending news