આ કંપનીની ધમાકેદાર ઓફર, માત્ર 1515 રૂપિયામાં મળશે 365 દિવસની વેલિડિટી, દરરોજ 2GB ડેટા

BSNL ની પાસે ઘણા સસ્તા રિચાર્જ પ્લાન છે. આજે અમે તમને બીએસએનએલના બે એવા રિચાર્જ પ્લાન વિશે જણાવીશું, જેમાં તમને દર મહિને આશરે 126 રૂપિયાના ખર્ચમાં અનલિમિટેડ ડેટાનો લાભ મળશે. જાણો BSNL ના બે રિચાર્જ પ્લાન વિશે...

આ કંપનીની ધમાકેદાર ઓફર, માત્ર 1515 રૂપિયામાં મળશે 365 દિવસની વેલિડિટી, દરરોજ 2GB ડેટા

નવી દિલ્હીઃ જો તમે પણ આ તકનો લાભ ઉઠાવવા ઈચ્છો છો તો સંપૂર્ણ સમાચાર નીચે સુધી વાંચો. મહત્વનું છે કે ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) સરકારી ટેલિકોમ કંપની છે. તેના મુકાબલે અન્ય કંપનીના રિચાર્જ પ્લાન ખૂબ મોંઘા છે. બીએસએનએલ યુઝર્સને સસ્તા ભાવમાં રિચાર્જ પ્લાન ઓફર કરે છે.

જ્યારથી આ સરકારી ટેલિકોમ કંપનીએ પોતાના રિચાર્જ પ્લાનમાં ઘણા ફેરફાર કર્યાં છે લાખો યુઝર્સે બીએસએનએલનું સિમ ખરીદ્યું છે. જેથી તે સસ્તા રિચાર્જનો લાભ ઉઠાવી શકે. એટલું જ નહીં બીએસએનએલ તરફથી પોતાના 4G અને 5G નેટવર્ક પર પણ ઝડપથી કામ કરવામાં આવી રહ્યું છે. જલ્દી બીએસએનએલ દ્વારા પોતાની 5G સર્વિસ શરૂ કરવામાં આવશે.

Add Zee News as a Preferred Source

દર મહિને 126 રૂપિયાના ખર્ચમાં અનલિમિટેડ ડેટા
અમે તમને BSNL ના એવા બે રિચાર્જ પ્લાન વિશે જણાવીશું, જેનાથી તમે પણ તમારા ફોનમાં આ રિચાર્જ કરાવવા તૈયાર થઈ જશો. તેમાં તમને દર મહિને લગભગ 126 રૂપિયાના ખર્ચમાં અનલિમિટેડ બેનિફિટ્સનો લાભ મળશે. આવો જાણીએ.

BSNL નો 1515 રૂપિયાનો પ્લાન
મહત્વનું છે કે જો તમે દર મહિને રિચાર્જ કરાવો છો તો તમે આ તમામ ઝંઝટમાંથી બચી જશો. હવે બીએસએનએલના 1515 રૂપિયાના પ્લાનમાં તમને 365 દિવસ એટલે કે 1 વર્ષની વેલિડિટી મળશે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગ, દરરોજ 2જીબી ડેટા અને ડેલી 100 ફ્રી SMS નો લાભ મળે છે.

BSNL નો 1499 રૂપિયાવાળો પ્લાન
જો તમે પણ એક વર્ષ માટે રિચાર્જ કરાવવાનો પ્લાન કરી રહ્યાં છો તો બીએસએનએલ તમારા માટે 1499 રૂપિયાવાળો પ્લાન લાવ્યું છે. આ રિચાર્જ પ્લાનની વેલિડિટી એક વર્ષ માટે છે. એટલે કે તમારે દર મહિને રિચાર્જ કરાવવાની જરૂર પડશે નહીં. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ ફ્રી કોલિંગનો લાભ મળે છે. દરરોજ ફ્રી 100 એસએમએસ અને 24GB ડેટાનો લાભ મળે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news