650 KM રેન્જ, 15 મિનિટમાં ચાર્જ...BYDએ આખરે લોન્ચ કરી નવી Seal EV

BYD Seal Electric Car : ચીનની કાર ઉત્પાદક BYD એ ભારતમાં તેની નવી 2025 સીલ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. ત્યારે આ લેખમાં તેની કિંમત, બેટરી રેન્જ અને ફીચર્સ વિશે જાણીશું. 

650 KM રેન્જ, 15 મિનિટમાં ચાર્જ...BYDએ આખરે લોન્ચ કરી નવી Seal EV

BYD Seal Electric Car : ચાઈનીઝ ઓટોમોબાઈલ કંપની BYDએ ભારતીય બજારમાં તેની નવી ઈલેક્ટ્રિક સેડાન સીલ લોન્ચ કરી છે. કંપનીએ તેને ઘણા અપગ્રેડ અને શાનદાર ટેક્નોલોજી સાથે લોન્ચ કરી છે. આ કારમાં ઉત્તમ રેન્જ, હાઇ-એન્ડ ટેક્નોલોજી અને લોન્ગ લાઇફ બેટરી જેવા ફીચર્સ છે, જે તેને અન્ય ઇલેક્ટ્રિક કારથી અલગ બનાવે છે.

બેટરી, ચાર્જિંગ અને રેન્જ 

BYD સીલ લિથિયમ આયર્ન ફોસ્ફેટ (LFP) બેટરીથી સજ્જ છે જે અત્યંત હલકી છે અને 15 વર્ષનું આયુષ્ય ધરાવે છે. એકવાર ફુલ ચાર્જ થયા બાદ આ કાર 650 કિમીની રેન્જ આપે છે. ડીસી ફાસ્ટ ચાર્જર સાથે તે માત્ર 15 મિનિટમાં 200 કિમીની મુસાફરી કરવા માટે પૂરતી ચાર્જ થઈ જાય છે. તો 80% ચાર્જ માત્ર 45 મિનિટ લે છે.

BYD સીલના ફીચર્સ

BYD સીલનું ઈન્ટિરિયર ખૂબ જ પ્રીમિયમ અને આધુનિક છે. તેમાં 15.6-ઇંચની ફરતી ટચસ્ક્રીન છે, જેને યુઝર પોતાની સુવિધા અનુસાર ફેરવી શકે છે. આ સાથે 10.25-ઇંચનું ફુલ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કન્સોલ ઉપલબ્ધ છે જે ડ્રાઇવિંગ સંબંધિત તમામ જરૂરી માહિતી આપે છે. આ કાર ક્રિસ્ટલ ગિયરશિફ્ટ, વાયરલેસ ચાર્જિંગ, હેડ-અપ ડિસ્પ્લે (HUD) અને સંપૂર્ણ મેટલ બોડીથી સજ્જ છે, જે તેને વધુ ખાસ બનાવે છે. આ કારની કેબિન ડાર્ક થીમમાં ડિઝાઇન કરવામાં આવી છે અને તે "ઓશન એસ્થેટિક્સ" કોન્સેપ્ટ પર આધારિત છે, જે અંદરથી પ્રીમિયમ અનુભવ આપે છે.

BYD સીલ લંબાઈમાં 4,800 mm, પહોળાઈ 1,875 mm અને ઊંચાઈ 1,460 mm છે. તેનું વ્હીલબેઝ 2,920 mm છે જે અંદર પગ માટે પૂરતી જગ્યા આપે છે. આ કારનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ 149 mm છે. સ્ટોરેજ વિશે વાત કરીએ તો, તેમાં 53 લિટર ફ્રન્ટ ટ્રંક સ્પેસ અને 400 લિટર બૂટ સ્પેસ છે, જે મુસાફરી માટે શ્રેષ્ઠ છે.

BYD સીલની કિંમત 

કંપનીએ BYD સીલને ત્રણ વેરિઅન્ટમાં લોન્ચ કરી છે. તેનું પહેલું વેરિઅન્ટ ડાયનેમિક RWD છે, જેની એક્સ-શોરૂમ કિંમત 41.00 લાખ રૂપિયા રાખવામાં આવી છે. બીજું વેરિઅન્ટ પ્રીમિયમ RWD છે, જેની કિંમત 45.70 લાખ રૂપિયા છે. ટોપ વેરિઅન્ટ પરફોર્મન્સ AWDની કિંમત 53.15 લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ તમામ વેરિઅન્ટ તેની બેટરી ક્ષમતા, ડ્રાઇવિંગ રેન્જ અને ટેક્નોલોજી સુવિધાઓના આધારે અલગ પડે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news