GST ઘટાડા બાદ દેશની સૌથી સસ્તી કાર કઈ છે? જાણો કિંમત અને ફીચર્સ
Cheapest Car In India Price And Range: GST ઘટાડા પછી, કાર અને બાઇકના ભાવમાં ઘટાડો જોવા મળ્યો. પરંતુ શું તમે જાણો છો કે આ પછી દેશની સૌથી સસ્તી કાર કઈ છે? ચાલો જાણીએ.
Trending Photos
)
Cheapest Car In India: દેશમાં અનેક બ્રાન્ડની કાર વેચાઈ છે, જેની કિંમત લાખોથી કરોડો રૂપિયામાં હોય છે. તો ઘણા લોકો કાર ખરીદવાનું સપનું જુએ છે, પરંતુ ગાડીઓની કિંમત વધુ હોવાને કારણે તે સપનું પૂરુ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે ભારતીય બજારમાં એક એવી કાર પણ છે, જેની કિંમત 4 લાખ રૂપિયાથી ઓછી છે. તમે માત્ર 3.25 લાખમાં આ ગાડી ખરીદવાનું સપનું પૂરુ કરી શકો છો. ભારતમાં વેચાતી સૌથી સસ્તી કાર Eva છે. આ એક ઈલેક્ટ્રિક કાર છે, જેમાં 2 મોટા અને એક બાળક સરળતાથી બેસી શકે છે.
ભારતમાં વેચાતી સૌથી સસ્તી કાર
દેશની સૌથી સસ્તી કાર ઈવી (Eva) નું ઈન્ટીરિયર શાનદાર છે. તે ઈવીના ટોપ પર સોલર પેનલ લાગી છે, જેનાથી સૂર્ય પ્રકાશથી આ કાર ચાર્જ થઈ શકે છે. આ ગાડીની ડિઝાઇન કોમ્પેક્ટ છે, જેથી ટ્રાફિક હોય ત્યાં પણ ચલાવી શકાય છે. Eva માં ડ્રાઇવિંગ સીટ પર એક વ્યક્તિ અને રિયર સીટ પર એક વ્યક્તિ અને એક બાળક બેસી શકે છે.
Eva ની પાવર રેન્જ અને કિંમત
Eva એક દમદાર ઈલેક્ટ્રિક કાર છે. આ ગાડી 5 સેકેન્ડમાં 0 થી 40 kmph ની સ્પીડ પકડી શકે છે. આ કારના ત્રણ વેરિએન્ટ ઉપલબ્ધ છે- Nova, Stella અને Vega. આ ઈલેક્ટ્રિક કાર સિંગલ ચાર્જમાં 250 કિમીની રેન્જ આપવાનો દાવો કરે છે.
ઈવાના નોવા (Nova) વેરિએન્ટની કિંમત 3.25 લાખ રૂપિયા છે. આ ઈલેક્ટ્રિક કાર એક મહિનામાં 600 કિમી સુધી ચલાવી શકાય છે. આ ગાડીને એક કિમી ચલાવવાનો ખર્ચ 2 રૂપિયા છે.
Eva ના સ્ટેલા (Stella) વેરિએન્ટની કિંમત 3.99 લાખ રૂપિયા છે. આ ગાડીને એક મહિનામાં 800 કિમી દોડાવી શકાય છે. આ કારને એક કિલોમીટર ચલાવવાનો ખર્ચ 2 રૂપિયા આવે છે.
ઈવીના વેગા વેરિએન્ટની કિંમત 4.49 લાખ રૂપિયા છે. તેને એક મહિનામાં 1200 કિલોમીટર સુધી ચલાવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














