)
Cheapest Recharge Plan: આજના સમયમાં લગભગ દરેક લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે. હવે માત્ર કોલિંગ જ નહીં લોકોને ડેટાની પણ જરૂર પડે છે. લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરવા માટે સસ્તા રિચાર્જ પ્લાન પણ શોધતા હોય છે. તેવામાં અમે તમને આજે એક એવા સસ્તા પ્લાનની માહિતી આપી રહ્યાં છીએ જેમાં તમને ડેટા, કોલિંગ અને એસએમએસનો લાભ મળશે.
આ કંપની આપી રહી છે સસ્તો પ્લાન
ટેલીકોમ સેક્ટરમાં ઘણી જાણીતી કંપનીઓ છે. રિલાયન્સ જિયો, એરટેલ, વોડાફોન આઈડિયાને ટક્કર આપવા માટે સરકારી ટેલિકોમ કંપની બીએસએનએલ તરફથી સસ્તા પ્લાન રજૂ કરવામાં આવે છે. બીએસએનએલ ઓછા પૈસામાં ગ્રાહકોને સારી સુવિધા આપી રહ્યું છે.
BSNL નો 199 રૂપિયાવાળો પ્લાન
બીએસએનએલ તરફથી એક શાનદાર પ્લાન ઓફર કરવામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 30 દિવસની છે. આ પ્લાનમાં યુઝર્સને દરરોજ 2જીબી ડેટા મળશે. મહિનામાં કુલ 60GB ડેટાનો લાભ મળે છે. અન્ય બેનિફિટ્સની વાત કરીએ તો દરરોજ 100 SMS અને અનલિમિટેડ કોલિંગનો ફાયદો મળે છે. સાથે બધા નેટવર્ક પર અનલિમિટેડ વોયસ કોલનો ફાયદો મળશે. ડેલી ડેટા લિમિટ ખતમ થવા પર ઈન્ટરનેટની સ્પીડ ઘટીને 40Mbps થઈ જાય છે.
BSNL નો 197 રૂપિયાવાળો પ્લાન
બીએસએનએલનો એક પ્લાન 197 રૂપિયાનો છે. તેની વેલિડિટી 70 દિવસની છે. તેમાં બે જીબી ડેલી ડેટા મળે છે. પરંતુ આ પ્લાન માત્ર મુંબઈના યુઝર્સ માટે છે. અન્ય લોકો આ પ્લાન લઈ શકશે નહીં.