SUVs ખરીદવી હોય તો સારા સમાચાર, આ કંપની આપી રહી છે 1.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ, જાણો ઓફર
Citroen Cars Discount: જો તમે પણ તમારા માટે Citroen Basalt, Aircross ખરીદવાનું વિચારી રહ્યાં છો તો તમારા માટે સારા સમાચાર છે. કંપની પોતાના વિવિધ મોડલ પર 1.75 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આવો જાણીએ શું છે આ ઓફર..
Trending Photos
Citroen Cars Discount Offer: લોકોની માંગને જોતા સિટ્રોએન કંપની પોતાની ઘણી ગાડીઓ પર જબરદસ્ત ઓફર લાવી છે. આ ઓફરમાં સિટ્રોએનની ગાડીઓ પર તમને 1.75 લાખ રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. કંપની પોતાની બેસાલ્ટ, એયરક્રોસ, C3 અને eC3 પર જબરદસ્ત ઓફર લાવી છે. આ બધી ગાડીઓમાં સૌથી વધુ છૂટ એયરક્રોસ મોડલ પર મળી રહી છે.
Citroen Basalt
Citroen's Basalt એક coupe SUV કાર છે, જેના પર કંપની 1.70 લાખ રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કાર 1.2-લિટર ટર્બો પેટ્રોલ એન્જિન વિકલ્પ સાથે આવે છે, જે 110 hp પાવર અને 190 Nm ટોર્ક જનરેટ કરવાની શક્તિ ધરાવે છે. આ કારમાં તમને 6-સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનનો વિકલ્પ પણ મળે છે. માર્કેટમાં આ કારની એક્સ-શોરૂમ કિંમત 8.25 લાખ રૂપિયાથી શરૂ થાય છે.
Citroen Aircross
કંપની પોતાના Aircross મોડલ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ આપી રહી છે. આ કારની કિંમત 8 લાખથી 13.25 લાખ રૂપિયા વચ્ચે છે. જેના પર 1.75 લાખના બેનિફિટ્સ મળી રહ્યાં છે. આ કાર 5 સીટર અને 7 સીટર કોન્ફિગરેશનની સાથે માર્કેટમાં હાજર છે.
Citroen C3
સિટ્રોએન C3 ની એક્સ-શોરૂમ કિંમત 6.16 લાખ રૂપિયાથી શરૂ થાય છે. આ કારમાં તમને એક લાખ સુધીનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. આ એક હેચબેક કાર છે. તેમાં તમને 1.2 લીટર નેચરલી એસ્પિરેટેડ એન્જિનનો વિકલ્પ મળી જાય છે.
Citroen eC3
સિટ્રોએન eC3 ની શરૂઆતી કિંમત 12.76 લાખ રૂપિયાથી શરૂ થઈ 13.56 લાખ રૂપિયા સુધી જાય છે. આ કારમાં માર્ચ મહિનામાં 80 હજાર સુધીના બેનિફિટ્સ મળી રહ્યાં છે. આ એક ઈલેક્ટ્રિક કાર છે, જેમાં 29.2 kWh ની બેટરી આવે છે. સિંગલ ચાર્જ પર 320 કિમીની રેન્જ આપે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે