જો તમને દર 5 મિનિટે પોતાનો મોબાઇલ ચેક કરવાની આદત હોય તો થઈ જાઓ સાવધાન ! કારણકે...

તમને એ જાણીને આશ્ચર્ય થશે મોબાઇલ ફોન વગર ન રહેવાની આદત દુનિયાની સૌથી મોટી બીમારી બની રહી છે

જો તમને દર 5 મિનિટે પોતાનો મોબાઇલ ચેક કરવાની આદત હોય તો થઈ જાઓ સાવધાન ! કારણકે...

નવી દિલ્હી : તમને એ જાણીને આશ્ચર્ય થશે મોબાઇલ ફોન વગર ન રહેવાની આદત દુનિયાની સૌથી મોટી બીમારી બની રહી છે. આ બીમારીનું નામ છે નોમો ફોબિયા (NomoPhobia) એટલે કે પાસે મોબાઇલ ન હોવાનો ડર. આવા લોકોને મોબાઇલની બેટરી પૂરી થાય તો પણ બેચેની થવા લાગે છે.

જો તમને દર પાંચ મિનિટે ફોન પર સતત મેસેજ અને નોટિફિકેશન ચેક કરવાની આદત હોય છે અને ઇન્ટરનેટ કવરેજની બહાર જતા જ તમે ગુસ્સો આવી જતો હોય તો તમે નોમો ફોબિયાનો ભોગ બની શકો છે. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે ભારતીય દર 4થી 6 મિનિટમાં પોતાનો મોબાઇલ ફોન ચેક કરે છે અને દુનિયામાં સૌથી ઓછી નિંદર લે છે. 74%  યુઝર્સને સાથે ફોન લઈને સુવાની આદત છે. 

વૈજ્ઞાનિકોની ચેતવણી પ્રમાણએ વધારે સમય સુધી સ્ક્રીન સામે જોવાથી માનવીના મગજનો ફ્રન્ટ લોબ (Front lobe) પ્રભાવિત થાય છે જે મોટર ફંક્શન, નિર્ણય લેવાની ક્ષમતા અને સામાજિક વ્યવહારને પ્રભાવિત કરે છે. મનોવિજ્ઞાનીકોની ચેતવણી પ્રમાણે મોબાઇલ પર 11થી 12 કલાક પસાર કરનાર લોકો સાવધાન થઈ જાય એ જરૂરી છે કારણ કે એના કારણે હોસ્પિટલ પહોંચવું પડે એવા કિસ્સાઓ વધી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news