નોર્મલ કાર કરતા હાઈબ્રિડ કાર કઈ રીતે આપે છે વધુ માઈલેજ? 99 % લોકો પાસે નથી જવાબ
Hybrid Technology: પેટ્રોલ ડીઝલ કારોની સરખામણીમાં હાઈબ્રિડ કારો શું વધુ માઈલેજ આપે છે? જો હા તો કઈ રીતે... જો તમારી પાસે કાર હોય અને તમે કાર લવર હોવ તો આ વાત તમારે જાણવી ખુબ જરૂરી છે.
Trending Photos
હાઈબ્રિડ કારો સામાન્ય પેટ્રોલ-ડીઝલ કારોની સરખામણીમાં વધુ માઈલેજ આપે છે. વાત જાણે એમ છે કે આ કારોની સિસ્ટમ અન્ય કારો કરતા અલગ હોય છે. જેના લીધે તેને દોડાવવા માટે ખર્ચો ઓછો આવે છે. જો કે હાઈબ્રિડ કારો સામાન્ય કારો કરતા થોડી મોંઘી પણ હોય છે. આ અમે તમને એટલા માટે જણાવીએ છીએ કે કારણ કે હાઈબ્રિડ કારો વધુ માઈલેજ કેમ આપે છે અને લોકો તેને કેમ ખરીદવાનું વધુ પસંદ કરે છે તે ખાસ તમારે જાણવું જોઈએ.
કેવી રીતે વધુ માઈલેજ આપે છે હાઈબ્રિડ કારો
પેટ્રોલ અને ડીઝલ કારોની સરખામણીમાં હાઈબ્રિડ કારો વધુ માઈલેજ એટલા માટે આપે છે કારણ કે તે બે એનર્જી સોર્સનો ઉપયોગ કરે છે. જેમાં પેટ્રોલ/ડીઝલ એન્જિન અને ઈલેક્ટ્રિક મોટર સામેલ હોય છે. આ ટેક્નોલોજી ફ્યૂલનો વપરાશ ઘટાડે છે. તેની પાછળ કેટલાક મોટા કારણો છે.
1. રીઝનરેટિવ બ્રેકિંગ
હાઈબ્રિડ કારો બ્રેક લગાવવામાં આવે તો ઉર્જા બરબાદ કરતી નથી. બ્રેકિંગ દરમિયાન જનરેટ થયેલી કાઈનેટિક એનર્જીને ઈલેક્ટ્રિક મોટર દ્વારા કેપ્ચર કરવામાં આવે છે અને તેને બેટરીમાં સ્ટોર કરી લેવાય છે. આ ઉર્જા ગાડી ચલાવવા માટે ફરીથી ઉપયોગમાં લેવાય છે. જેનાથી ઈંધણનો વપરાશ ઘટે છે.
2. ઈલેક્ટ્રિક મોટરનો સહયોગ
હાઈબ્રિડ કારો ઓછી ઝડપે કે સ્ટાર્ટ-સ્ટોપ ટ્રાફિકમાં ફક્ત ઈલેક્ટ્રિક મોટરનો ઉપયોગ કરે છે. એન્જિન હંમેશા ચાલુ રાખવાની જરૂર રહેતી નથી. જેના કારણે પેટ્રોલ/ડીઝલની બચત થાય છે.
3. ઓટોમેટિક એન્જિન સ્ટોપ/સ્ટાર્ટ સિસ્ટમ
જ્યારે ગાડી થોભે છે (જેમ કે રેડ લાઈટ પર), તો હાઈબ્રિડ કારો એન્જિનને આપોઆપ રીતે બંધ કરી દે છે. તેનાથી એન્જિનનો વપરાશ ઘટે છે.
4. એન્જિન અને ઈલેક્ટ્રિક મોટરનો તાલમેળ
જ્યારે વધુ પાવરની જરૂર હોય છે (જેમ કે વધુ ઝડપ કે ઢાળ પર) તો પેટ્રોલ એન્જિન અને ઈલેક્ટ્રિક મોટર મળીને કામ કરે છે. આ સિસ્ટમ એન્જિન પર દબાણ ઘટાડે છે અને માઈલેજ વધારે છે.
5. એરોડાયનામિક્સ અને હળવી ડિઝાઈન
હાઈબ્રિડ કારોને હળવી અને એરોડાયમામિક ડિઝાઈનમાં તૈયાર કરાય છે. તેનાથી ગાડી ચલાવવા માટે ઓછી ઉર્જાની જરૂર રહે છે.
6. ઓછા RPM પર ઓપરેશન
હાઈબ્રિડ સિસ્ટમ એન્જિનને ઓછા RPM (રિવોલ્યુશન પ્રતિ મિનિટ) પર ચલાવવાની મંજૂરી આપે છે. જેનાથી એન્જિનની દક્ષતા વધે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે