22 હજારનો ફોન ખરીદો માત્ર 2600 રૂપિયામાં : આ રહી ટ્રીક
iphoneથી માંડીને MI સુધીની તમામ દિગ્ગજ કંપનીઓનાં ફોન અકલ્પનીય કિંમતે

નવી દિલ્હી : 22 હજાર રૂપિયાનો ફોન માત્ર 2600 રૂપિયામાં મળી રહ્યો છે. સાંભળવામાં અશક્ય લાગે છે પરંતુ આ શક્ય છે. ઇ કોમર્સ વેબસાઇટ ઇબે પર રિફર્બિશ્ડ સ્માર્ટફોનનો સેલ ચાલુ થઇ ચુકી છે. ઇબેનો દાવો છે કે અહીં મળનારા સ્માર્ટપોન 100 ટકા ઓરિજનલ છે અને 100 ટકા ક્વોલિટી ટેસ્ટેડ છે. અહીં નોકિયાથીથી માંડીને સેમસંગ, સોની અને આસુસ, ઇન્ટેક્સ, હુવાઇ, બ્લેકબેરી, ઇન્ફોકસ, લેનોવો, મોટોરોલા જેવી બ્રાંડનાં 50થી વધારે રિફર્બિશ્ડ ફોન વેચવામાં આવી રહ્યા છે.
ઇબે પર 22 હજાર રૂપિયાની કિંમતનો Nokia Lumia 720 માત્ર 2629 રૂપિયાનાં ખરીદી શકાય છે. સોનીનો 13199 રૂપિયાનો Sony Xperia E dual પણ માત્ર 2199 રૂપિયામાં ખરીદી શકો છે. અન્ય કેટલીક બ્રાન્ડ્સનાં ફોન પર પણ 85 ટકાથી વધારેની છુટ મળી રહી છે. રીફર્બિશ્ડ સ્માર્ટફોનને eBay.in hj 4799 રૂપિયામાં ખરીદવામાં આવી શકે છે. આ સ્માર્ટફોનમાં 2 જીબી રેમ અને 16 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ છે. 13 MPનો કેમેરો છે. જ્યારે Front કેમેરો 5MPનો છે.
ઇબે પર ઘણી ખ્યાતનામ કંપનીઓનાં ફોન ખુબ જ સસ્તામાં મળી રહ્યા છે. Oneplus 3T માત્ર 17499 રૂપિયામાં મળી રહ્યો છે. તો Samsung Galaxy Note 3 માત્ર 9899 રૂપિયામાં જ્યારે Mi5 14999 રૂપિયામાં મળી રહ્યો છે. ઇબે કંપનીનો દાવો છે કે પ્રોડક્ટ ઓરીજનલ અને વિશ્વસનીય છે.