નવી દિલ્હી: Facebook હવે શોર્ટ વીડિયોને લઇને ઘણું ગંભીર જોવા મળી રહ્યું છે. એપે ભારતીય યૂઝર્સને ધ્યાનમાં રાખી એક ખાસ ફીચર લોન્ચ કર્યું છે. સૌથી સારી વાત એ છે કે, આ નવા ફીચરના કારણે Instagram યૂઝર્સને ફાયદો મળવાનો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે Instagram Reels જોવા મળશે Facebook માં
રોયટર્સના સમાચાર અનુસાર Facebook એ ભારતીય યૂઝર્સ માટે એક નવું ફીચર લોન્ચ કર્યું છે. હવે Facebook યૂઝર્સને ન્યૂઝ ફીડમાં Instagram Reels ના શોર્ટ વીડિયો પણ જોવા મળશે.


આ પણ વાંચો:- Moto G30 ભારતમાં લોન્ચ, આકર્ષક કિંમતમાં મળશે દમદાર ફીચર્સ


ક્રોસ પ્લેટફોર્મ કન્ટેન્ટને બૂસ્ટ
રિપોર્ટ અનુસાર ભારતમાં કેટલાક Instagram યૂઝર્સને પોતાના 30 સેકન્ડના Reels વીડિયો ફેસબૂક ન્યૂઝ ફીડમાં શેર કરવાનું ઓપ્શન આપવામાં આવ્યું છે. જો કે, હજુ આ નવું ફીચર માત્ર ટેસ્ટ મોડમાં છે. પરંતુ ટૂંક સમયમાં આ તમામ યૂઝર્સ માટે રિલીઝ કરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube