)
AI Course online: આજની દુનિયા ઝડપથી ડિજિટલ તરફ આગળ વધી રહી છે. AIના આગમન પછી મોટાભાગના લોકો AI તરફ ઝુકાવ ધરાવતા થયા છે. આવી સ્થિતિમાં શિક્ષણ મંત્રાલયે પાંચ ફ્રી AI કોર્સ લોન્ચ કર્યા છે, જે સ્કૂલના વિદ્યાર્થી હોય કે પછી નોકરી કરતા વ્યક્તિ કોઈપણ કરી શકે છે. જો તમે પણ આવા કેટલાક કોર્સ શોધી રહ્યા હતા, તો ચાલો આ સમાચારમાં તમને જણાવીએ કે તમે આ AI કોર્સ માટે કેવી રીતે અને ક્યાંથી એપ્લાય કરી શકો છો.
AI હવે માત્ર ટેકનોલોજી સુધી મર્યાદિત નથી, પરંતુ શિક્ષણ અને રમતગમતમાં પણ આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને શિક્ષણ મંત્રાલયે ખાસ કરીને વિદ્યાર્થીઓને AI સાથે જોડવા માટે એક પહેલ શરૂ કરી છે. મંત્રાલય દ્વારા સ્વયંમ પોર્ટલ પર 5 ફ્રી AI કોર્સ લોન્ચ કર્યા છે.
મળતી માહિતી અનુસાર, તમે ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ક્રિકેટ એનાલિટિક્સ, એકાઉન્ટિંગ અને Python કોર્સ માટે સ્વયંમ પોર્ટલ પરથી AI કોર્સ શીખી શકો છો. કોર્સ પૂર્ણ કર્યા પછી તમને એક સર્ટિફિકેટ પણ આપવામાં આવશે, જે ભવિષ્યમાં તમને નોકરી માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. સૌથી ખાસ વાત એ છે કે, આ કોર્સને તમે ઘરે બેઠા ફ્રીમાં શીખી શકો છો. એટલે કે તમારે કોઈ ફી ચૂકવવાની જરૂર નથી.
આ છે 5 AI કોર્સ
1. AI/ML Using Python: જો તમને પ્રોગ્રામિંગ લેંગ્વેજ પાયથનનો ઉપયોગ કરવા AIની જટિલતાઓ શીખવા માંગો છો, તો તમે આ કોર્સ કરી શકો છો.
2. ફિઝિક્સમાં AI: જે વિદ્યાર્થીઓ ફિઝિક્સમાં રસ ધરાવે છે, તેઓ આ કોર્સ કરી શકે છે. AIની મદદથી તમને ફિઝિક્સના મુશ્કેલ કોન્સેપ્ટ્સને સમજવામાં સરળતા રહેશે.
3. કેમેસ્ટ્રીમાં AI: આ કોર્સમાં વિદ્યાર્થીઓને દવાઓને ડિઝાઇન કરવાનું શીખવવામાં આવશે. આ સાથે મોડેલ રિએક્શનમાં પાયથોન જેવી ટેકનોલોજીના ઉપયોગ વિશે પણ શીખવવામાં આવશે.
4. AI In Accounting: આ કોર્સ કોમર્સ અને મેનેજમેન્ટના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ છે. જો તમે તમારા કરિયરને આમાં બનાવવાનું વિચારી રહ્યા છો, તો તમે આ કોર્સ માટે અરજી કરી શકો છો.
5. Cricket Analytics with AI: ક્રિકેટ પ્રેમીઓ માટે ખાસ કરીને આ કોર્સ ડિઝાઈન કરવામાં આવ્યો છે. આમાં વિદ્યાર્થીઓને ડેટા સાયન્સ અને AIનો ઉપયોગ કરીને મેચ એનાલિસિસ શીખવવામાં આવશે.
કેવી રીતે કરવું રજિસ્ટ્રેશન?
આ પાંચ AI કોર્સ માટે રજિસ્ટ્રેશન કરવા માટે તમારે SWAYAM પોર્ટલ swayam.gov.inની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે. અહીં હોમ પેજ પર કોર્સ સંબંધિત બધી વિગતો મળશે. તમારી પસંદગીનો કોર્સ પસંદ કરો અને રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરીને અભ્યાસ શરૂ કરો.