POCO એ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, ડેડિકેટેડ ગેમિંગ ટ્રીગર્સ સાથે મળશે MediaTek Dimensity 1200 5G પ્રોસેસર

POCO એ લોન્ચ કર્યો શાનદાર સ્માર્ટફોન, ડેડિકેટેડ ગેમિંગ ટ્રીગર્સ સાથે મળશે MediaTek Dimensity 1200 5G પ્રોસેસર

નવી દિલ્લીઃ સ્માર્ટફોન માર્કેટમાં વધુ એક શાનદાર ગેમિંગ ફોન લોન્ચ કરવામાં આવ્યો છે. POCO કંપનીએ પોતાનો F3 GT ડેડિકેટેડ ગેમિંગ સ્માર્ટફોન ભારતમાં લોન્ચ કર્યો છે. આ નવા સ્માર્ટફોનને એક વર્ચ્યુઅલ ઈવેન્ટથી ભારતમાં રજૂ કરવામાં આવ્યો છે. કંપની તરફથી લેટેસ્ટ ગેમિંગ ફોકસ્ડ ફોન લોન્ચ કર્યો છે. આપને જણાવી દઈએ કે ચીનમાં લોન્ચ થયેલા Redmi K40 ગેમિંગ એડીશનનું રિબ્રાન્ડેડ વર્ઝન છે. આ નવા ફોનનો મુકાબલો OnePlus Nord 2 સાથે થશે. શું છે ફોનના ફીચર્સ, આવો જાણીએ.

 

No description available.

Poco F3 GTના 6GB+128GB વેરિયંટની કિંમત 26,999 રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે 8GB+128GB વેરિયંટની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે અને 12GB+256GB વેરિયંટની કિંમત 28,999 રૂપિયા રાખવામાં આવી છે. આપને જણાવી દઈએ કે શરૂઆતમાં ફોનને સ્પેશિયલ ઓફર હેઠળ ઓછા પૈસા ખરીદી શકાશે. આ ફોન પ્રેડિટર બ્લેક અને ગનમેટલ સિલ્વર કલરમાં લોન્ચ કરવામાં આવ્યો છે.

કંપની આ ફોન માટે ગ્રાહકોને 2 ઓગસ્ટ સુધી 1000 રૂપિયાની છૂટ આપી રહી છે. આજ રીતે કંપની ગ્રાહકોને 3-9 ઓગસ્ટ દરમિયાન 500 રૂપિયાની છૂટ આપી રહી છે. 12 ઓગસ્ટના બપોરે 12 વાગ્યાથી ફોન પોતાની ઓરિજનલ પ્રાઈસ પર મળવા લાગશે. ફોનના પ્રી ઓર્ડરની શરૂઆત થઈ ચુકી છે. પહેલી સેલ 26 જુલાઈના થશે. સાથે જ ગ્રાહકોને ICICI બેંક ક્રેડિટ અને ડેબિટ કાર્ડથી પેમેન્ટ કરવા પર 1000 રૂપિયા ડિસ્કાઉન્ટ પણ મળશે.

Poco F3 GTના સ્પેસિફિકેશન્સ:
આ સ્માર્ટફોનમાં HDR 10+ સપોર્ટ, 480Hz ટચ સેંપ્લિંગ રેટ અને 120Hz રિફ્રેશ રેટ સાથે 6.67 ઈંચ ફુલ HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે. આમાં 10 બીટ પેનલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ફોનમાં MediaTek Dimensity 1200 5G પ્રોસેસર આપવામાં આવ્યું છે. સાથે જ ફોનમાં Dolby Atmos ડ્યુઅલ સ્ટીરિયો સ્પીકર્સ આપવામાં આવ્યા છે.

Pocoના આ ફોનમાં ડેડિકેટેડ GT સ્વિચ અને મેગ્લેવ(Maglev) ટ્રીગર્સ આપવામાં આવ્યા છે. ફોટોગ્રાફી માટે ત્રિપલ રિયર કેમેરા સેટએપ આપવામાં આવ્યું છે. જેમાં પ્રાઈમરી કેમેરો 64MP, અલ્ટ્રા-વાઈડ 8MP અને મેક્રો શોટ્સ માટે 2MPનો કેમેરો આપવામાં આવ્યો છે. આનો મેઈન સેન્સર એક્સ્ટ્રા લો ડિસ્પર્શન ગ્લાસથી બન્યો છે. સામાન્ય રીતે આ સેન્સરનો ઉપયોગ સારી ક્વોલિટી ઈમેજ માટે DSLR કેમેરામાં કરવામાં આવે છે.

સેલ્ફી માટે ફોનના ફ્રંટમાં 8MPનો કેમેરો આપવામાં આવ્યો છે. ફોનમાં સાઈડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે. બીજી બાજુ ફોનમાં 5065mAhની હાઈ કેપેસિટી બેટરી આપવામાં આવી છે. જેમાં 67W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવ્યો છે. આ ફોનમાં L શેપ્ડ ટાઈપ C ચાર્જિંગ કેબલ આપવામાં આવ્યું છે. ગેમિંગ દરમિયાન શ્રેષ્ઠ ઓડિયો ક્વોલિટી માટે આમાં 3 માઈક્રોફોન્સ આપવામાં આવ્યા છે. સાથે જ પ્રીસાઈઝ હેપ્ટિક ફીડબેક અને વાઈબ્રેશન માટે X શોકર્સ આપવામાં આવ્યા છે. આ ફોનમાં લાર્જ વેપર ચેમ્બર પણ આપવામાં આવેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news