જિયો-એરટેલ સહિત કરોડો મોબાઈલ યૂઝર્સ માટે આવ્યા ખુશખબર, જાણો તમને શું ફાયદો થશે
Jio, Airtel, Vi, BSNL Plan Conversion Rules Changed: જો તમે જિયો, એરટેલ, વોડાફોન આઈડિયા કે બીએસએનલ કોઈના પણ યૂઝર હોવ તો તમારા માટે એક સારા સમાચાર આવ્યા છે. જાણો હવે તમને શું ફાયદો થઈ શકશે.
Trending Photos
જિયો, એરટેલ, Vi, BSNL ગ્રાહકો માટે એક રાહતભર્યા સમાચાર છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ (DoT)એ જાહેરાત કરી છે કે ગ્રાહકોની સુવિધાને ધ્યાનમાં રાખતા પ્રીપેઈડથી પોસ્ટપેઈડ અને પોસ્ટપેઈડથી પ્રીપેઈડ મોબાઈલ પ્લાન પર સ્વિચ કરવાની પ્રક્રિયામાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યા છે.
10 જૂન 2025ના રોજ બહાર પાડેલા એક આદેશમાં ઓથોરિટીએ જણાવ્યું છે કે કૂલડાઉન પીરિયડમાં કમી કરાઈ રહી છે અને યૂઝર્સ પહેલીવાર સ્વિચ કરે ત્યારે પ્રીપેઈડથી પોસ્ટપેઈડ કે પોસ્ટપેઈડથી પ્રીપેઈડ પર ફક્ત 30 દિવસની અંદર જ પોતાનો મોબાઈલ પ્લાન કન્વર્ટ કરાવી શકશે. આ નવા દિશાનિર્દેશમાં 21 સપ્ટેમ્બર 2021ના રોજ બહાર પાડવામાં આવેલા એ આદેશમાં ફેરફાર કરાયો છે જે હેટળ ટ્રાન્ઝિશન પીરિયડ 90 દિવસ સુધી લોક રહેતો હતો.
અત્રે જણાવવાનું કે આ અગાઉ એરટેલ, બીએસએનએલ, રિલાયન્સ જિયો અને વોડાફોન ઈન્ડિયા યૂઝર્સે પોતાના મોબાઈલ પ્લાનને બદલાવવા માટે 90 દિવસની રાહ જોવી પડતી હતી. જો કે OTP-બેસ્ડ કન્વર્ઝન માટ કૂલ ઓફ પીરિયડ 90 દિવસ જ રહેશે.
પરંતુ જો કોઈ ગ્રાહક 30 દિવસ કે 90 દિવસ ( જેવો પણ મામલો હોય)ના લોકઈન સમયગાળાની અંદર ફરીથી કન્વર્ટ કરાવવા માંગતો હોય તો તે PoS કે લાઈસન્સધારકોના અધિકૃત આઉટલેટ્સ પર હાલની કેવાયસી પ્રક્રિયાનું પાલન કરાવીને આમ કરાવી શકે છે. તેનો અર્થ એ થયો કે ગ્રાહકોએ પોતાના સિમને પ્રીપેઈડથી પોસ્ટપેઈડ કે તેના વિપરિતમાં ફેરવવા માટે નેટવર્ક ઓપરેટરના આઉટલેટ પર જવું પડશે.
દૂરસંચાર વિભાગે નેટવર્ક ઓપરેટરોને એમ પણ કહ્યું કે ગ્રાહકોને દર વખતે પ્રીપેઈડમાંથી પોસ્ટપેઈડ કે પોસ્ટપેઈડમાંથી પ્રીપેઈડમાં ફેરવવા પર લોકઈન સમયગાળા વિશે સ્પષ્ટ રીતે જણાવવામાં આવે. જો કે અન્ય તમામ સુરક્ષા અને નિયામક જરૂરિયાતોમાં કોઈ ફેરફાર કરાયો નથી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે