Google Chrome યુઝર્સ માટે High-Risk વોર્નિંગ, તત્કાલ કરો આ કામ
ગૂગલ ક્રોમ યુઝર્સ માટે સરકાર તરફથી નવી હાઈ-રિસ્ક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. યુઝર્સને તત્કાલ પોતાના ક્રોમ બાઉઝરને અપડેટ કરવા માટે કહેવામાં આવ્યું છે.
Trending Photos
Google Chrome યુઝર્સ માટે હાઈ રિસ્ક વોર્નિંગ જાહેર કરવામાં આવી છે. ઈન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ડેસ્કટોપ યુઝર્સ માટે હાઈ સિક્યોરિટી રિસ્ક હોવાની વાત કહી છે. આ સમસ્યાને કારણે ડેસ્કટોપમાં ગૂગલ ક્રોમનો ઉપયોગ કરવા સમયે યુઝર્સના પીસીનું એક્સેસ હેકર્સના હાથમાં આવી શકે છે. CERT-In એ ગૂગલ ક્રોમની આ સમસ્યાને હાઈ રિસ્ક કેટેગરીમાં રાખી છે.
હાઈ રિસ્ક વોર્નિંગ
CERT-In તાજેતરમાં ગૂગલ ક્રોમ યુઝર્સ માટે એડવાઇઝરી જાહેર કરી હતી. પોતાની એડવાઇઝરીમાં એજન્સીએ જણાવ્યું કે ગૂગલ ક્રોમના ડેસ્કટોપ વર્ઝનમાં રહેલ ઓર્બિટરી કોડમાં સમસ્યા જોવા મળી છે, જેના કારણે સિસ્ટમનું એક્સેસ હેકર્સને મળી શકે છે. તે માટે યુઝર્સે પોતાના ડેસ્કટોપ ગૂગલ ક્રોમ વર્ઝનને અપડેટ કરવા માટે કહ્યું હતું.
હાલમાં, આ સમસ્યા ગૂગલ ક્રોમના જૂના વર્ઝનમાં થઈ રહી છે. જો તમે ગૂગલ ક્રોમના ડેસ્કટોપ વર્ઝન 136.0.7103.113 કે તેનાથી ઉપરના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. તે જ સમયે, જો તમે જૂના વર્ઝનનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેને તાત્કાલિક અપડેટ કરો. ગૂગલે ક્રોમ 136.0.7103.113 ના ડેસ્કટોપ વર્ઝનમાં આ સમસ્યાને ઠીક કરી છે.
કઈ રીતે કરશો અપડેટ?
Google Chrome બ્રાઉઝરને અપડેટ કરવા માટે સૌથી પહેલા પોતાના ડેસ્કટોપમાં ક્રોમને લોન્ચ કરો.
બ્રાઉઝર લોન્ચ થયા બાદ ડાબી તરફ આપવામાં આવેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરો અને સેટિંગ્સમાં જાવ. About Chrome ઓપ્શન મળશે. બ્રાઉઝર અપડેટ કર્યા બાદ તમારે ફરી ગૂગલ ક્રોમને રી-લોન્ચ કરવું પડશે. પછી તમે ગૂગલ ક્રોમના નવા વર્ઝન (136.0.7103.114) ને About Chrome વાળા ઓપ્શનમાં ચેક કરી શકો છો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે