Google Play Movies પર જોઇ શકશો મફતમાં ફિલ્મો અને શો, એપ પર જલદી શરૂ થશે સુવિધા

કોરોના વાયરસ પર ચાલી રહેલી જંગ વચ્ચે જો તમે તમારા ઘરમાં બંધ છો તો Googleની એક ખાસ પહેલ તમને મદદગાર સાબિત થવાની છે. Google જલદી જ પોતાના Google Play Movies એપ પર કોઇપણ જાતની ફી લીધા વિના ટીવી શો અને ફિલ્મ જોવાની સુવિધા આપશે. તેના માટે જલદી એક લાઇબ્રેરી લાઇવ કરવામાં આવશે. ફીસના બદલે કન્ટેન્ટમાં જાહેરાત બતાવવામાં આવશે. 
Google Play Movies પર જોઇ શકશો મફતમાં ફિલ્મો અને શો, એપ પર જલદી શરૂ થશે સુવિધા

નવી દિલ્હી: કોરોના વાયરસ પર ચાલી રહેલી જંગ વચ્ચે જો તમે તમારા ઘરમાં બંધ છો તો Googleની એક ખાસ પહેલ તમને મદદગાર સાબિત થવાની છે. Google જલદી જ પોતાના Google Play Movies એપ પર કોઇપણ જાતની ફી લીધા વિના ટીવી શો અને ફિલ્મ જોવાની સુવિધા આપશે. તેના માટે જલદી એક લાઇબ્રેરી લાઇવ કરવામાં આવશે. ફીસના બદલે કન્ટેન્ટમાં જાહેરાત બતાવવામાં આવશે. 

મીડિયામાં આવેલા સમાચારોનું માનીએ તો Google Play Movies એપને અપડેટ કરીને એક કેટગરી ઉમેરવામાં આવશે. આ કેટેગરીમાં તે તમામ ફિલ્મ અને શો હશે જે યૂજર્સ મફતમાં જોઇ શકશો જોકે આ તમામ મૂવીઝ અને શો જાહેરાતમાં પણ સામેલ થશે. 

રિપોર્ટ્સના અનુસાર ગૂગલની આ રણનીતિ અમેરિકાની સ્ટ્રીમિંગ સર્વિસ 'Vudu' સાથે મેચ થાય છે. જેમાં યૂઝર્સને કન્ટેટ મફતમાં બતાવવામાં આવે છે જોકે આવક માટે કન્ટેટમાં જાહેરાત પણ સામેલ હોય છે. રિપોર્ટનું માનીએ તો એડ બેસ્ડ ફ્રી-ટૂ-વોચ કેટેગરીમાં જાહેરાતોની સંખ્યા સીમિત જ રાખવામાં આવશે જેથી યૂઝર્સનો અનુભવ સારો રહે. નવી ફિલ્મો YouTube Movies નો ભાગ હશે.

કારણ કે ગૂગલ પ્લે મૂવીઝ અને યૂટ્યૂબ મૂવીઝ એક જ લાઇબ્રેરી શેર કરે છે. આ ઉપરાંત મફતમાં સિનેમા જોવા માટે યૂઝર્સને પોતાના જન્મની તારીખ પણ જણાવવી પડશે. માનવામાં આવી રહ્યું છે કે આમ કરીને આર રેટેડ ફિલ્મો જોવાથી અટકાવી શકાય.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news