)
Google એ 2.5 અબજ (લગભગ 250 કરોડ) Gmail યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. હેકર્સના વધતા હુમલાને જોતા યુઝર્સને તત્કાલ પાસવર્ડ બદલવા અને ટૂ સ્ટેપ વેરિફિકેશન ઓન કરવાની સલાહ આપી છે. હેકર્સ દ્વારા સાઇબર એટેકના કેસમાં વધારો થઈ રહ્યાં છે અને લોકો તેનો ભોગ બની રહ્યાં છે. આ સાઇબર હુમલા પાછળ હેકિંગ ગ્રુપ ShinyHunters નો હાથ હોઈ શકે છે. પોકેમોન ફ્રેન્ચાઇઝી દ્વારા પ્રેરિત આ ગ્રુપ 2020થી સક્રિય છે.
SILIVE ડોટ કોમ અનુસાર માઇક્રોસોફ્ટ, AT&T, સેન્ટેડર અને ટિકટમાસ્ટર સહિત ઘણા હાઈ પ્રોફાઇલ ડેટા બ્રીચની પાછળ આ ગ્રુપનો હાથ હોઈ શકે છે. શાઇનીહન્ટર્સની લોકોને છેતરવાની પસંદગીની રણનીતિ ફિશિંગ છે, આ ગ્રુપ સાવધાનીપૂર્વક તૈયાર કરવામાં આવેલા ઈમેલને તૈયાર કરે છે, જેનાથી યુઝર્સ નકલી લોગિન પેજ પર ક્લિક કરી કે સુરક્ષા કોડ સહિત સંવેદનશીલ જાણકારી આપી ફસાઈ જાય છે. આ ગ્રુપ દ્વારા ચોરવામાં આવેલો મોટા ભાગનો ડેટા જાહેરમાં ઉપલબ્ધ હતો, પરંતુ ગૂગલે ચેતવણી આપી છે કે આ ગ્રુપ હજુ એટેક કરી શકે છે.
તત્કાલ આ ફીચર શરૂ કરો
ગૂગલે બ્લોગ પોસ્ટમાં કહ્યું કે અમારૂ માનવું છે કે શાઇનીહન્ટર્સ બ્રેન્ડ ડેટા લીક સાઇટ (DLS) લોન્ચ કરી બળજબરીપૂર્વક વસૂલીની પોતાની રણનીતિને વધારી શકે છે. થોડા સપ્તાહ બાદ 8 ઓગસ્ટે ગૂગલે સંભવિત રૂપથી પ્રભાવિત Gmail યુઝર્સને ઈ-મેલ મોકલી તેને વિલંબ કર્યા વગર પોતાના એકાઉન્ટની સુરક્ષા વધારવાની સલાહ આપી હતી. ટૂ સ્ટેપ વેરિફિકેશન તમારા એકાઉન્ટ પર સુરક્ષાનું એક્સ્ટ્રા લેયર બનાવે છે, જેનાથી જો કોઈને તમારા એકાઉન્ટનો પાસવર્ડ મળી જાય તો પણ તે તમારા એકાઉન્ટને ખોલી શકે નહીં.
ટૂ સ્ટેપ વેરિફિકેશન લગાવ્યા બાદ પાસવર્ડ સિવાય સેકેન્ડરી કોડ પણ કોડ નાખવાની પણ જરૂરિયાત હોય છે. ગૂગલની ચેતવણી માત્ર તે લોકો માટે નથી, જેને નિશાન બનાવવામાં આવ્યા છે. ઈમેલ એકાઉન્ટ હંમેશા બેન્કિંગ, શોપિંગ અને સોશિયલ મીડિયા લોગિન માટે ઉપયોગ થાય છે, તેવામાં હેક થયેલું જીમેલ મોટી સમસ્યા ઉભી કરી શકે છે.