)
Maruti Suzuki: મારૂતિ સુઝુકી ઈન્ડિયા લિમિટેડે એરિના અને નેક્ષા ડીલરશિપ પર વેચાતી તમામ કારોની નવી કિંમતો જાહેર કરી છે. કંપનીએ ગ્રાહકોને મોટી સરપ્રાઇઝ આપતા કિંમતોમાં 1.30 લાખ રૂપિયા સુધીનો ઘટાડો કર્યો છે. કમાલની વાત છે કે નવી કિંમતો આવ્યા બાદ હવે કંપની માટે અલ્ટો K10 થી પણ વધુ સસ્તુ એક મોડલ બની ગયું છે.
સરકારના નવા GST 2.0 એ મારુતિ કારોને અસર કરી છે, જેમાં S-Presso નવી એન્ટ્રી-લેવલ કાર બની છે. આ માઇક્રો SUV ની નવી શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત હવે ₹3.49 લાખ છે. રસપ્રદ વાત એ છે કે, Alto ની નવી કિંમત ₹3.69 લાખ છે, જે ₹20,000 નો તફાવત દર્શાવે છે.
Maruti S-Presso ની માઇલેજ
મારૂતિ એસ-પ્રેસો 8 વેરિએન્ટમાં આવે છે, જેમાં બેઝ મોડલ STD અને ટોપ વેરિએન્ટ VXI CNG સામેલ છે. તેમાં 1-લીટર પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 68PS પાવર અને 90Nm ટોર્ક જનરેટ કરે છે. આ 5-સ્પીડ મેનુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશન બંનેમાં ઉપલબ્ધ છે. જ્યારે સીએનજી વર્ઝન માત્ર મેનુઅલ ગિયરબોક્સમાં આવે છે. Maruti S-Presso પેટ્રોલ વેરિએન્ટમાં 24.12થી 25.30 કિલોમીટર પ્રતિ લીટર અને સીએનજી વેરિએન્ટમાં 32.73 કિલોમીટર પ્રતિ કિલોગ્રામ માઇલેજ આપવાનો દાવો કરે છે.
મારુતિ એસ-પ્રેસોની વિશેષતાઓ
મારુતિ એસ-પ્રેસોમાં 7-ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, કીલેસ એન્ટ્રી, સેમી-ડિજિટલ ક્લસ્ટર, ડ્યુઅલ એરબેગ્સ, રીઅર પાર્કિંગ સેન્સર, હિલ હોલ્ડ આસિસ્ટ અને ABS+EBD જેવી સુવિધાઓ છે. મારુતિ એસ-પ્રેસો બજેટમાં ઉત્તમ માઇલેજ અને સુવિધાઓ ઇચ્છતા લોકો માટે એક વિશ્વસનીય વિકલ્પ બની ગયો છે. મારુતિ એસ-પ્રેસોની ઇંધણ કાર્યક્ષમતા પેટ્રોલ MT વેરિઅન્ટ માટે 24kmpl, પેટ્રોલ MT વેરિઅન્ટ માટે 24.76kmpl અને CNG વેરિઅન્ટ માટે 32.73kmpl છે.